payal zalariya

Fantasy

4  

payal zalariya

Fantasy

અલગ દુનિયા

અલગ દુનિયા

2 mins
263


હું એટલે શૈલજા ભટ્ટ. એરોનોટિકલ એન્જિનિયર. અત્યારે તો કૉલેજમાં પ્રોફેસર છું પણ ઈસરો કે નાસામાં જવાની તમન્ના. નવું નવું જાણવાનો શોખ. સ્પેસની દુનિયામાં ખોવાઈ જવાનું ગમતું. નવા નવા અખતરાઓ કરવા ખૂબ પસંદ. 

એક દિવસની વાત છે. હું કૉલજથી ઘરે આવી અને થાકના લીધે થોડી વાર આરામ કરવા આરામખુરશીમાં બેઠી. થોડીવારમાં તો ઊંઘ આવી ગઈ. હું કલ્પનાની દુનિયામાં ખોવાઈ ગઈ. મને મારી કલ્પનાની દુનિયા મંગળ પર લઈ ગઈ.

ત્યાંની ઘરતી પર પ્રથમ પગ મૂકવો એ ખૂબ રોમાંચિત કરી મૂકનાર હતું. ત્યાંનું એ સહેજ લાલિમા આપતું વાતાવરણ મનને મોહી ગયું. ત્યાં જઈને પણ મેં નવા નવા અખતરાઓ કરવાનું શરૂ કર્યું. ઘણા રિસર્ચ કર્યા. ત્યાંના ઘણા બધા ફોટોગ્રાફ લીધા. ત્યાં અગાઉ આવનાર સ્પેસ ક્રાફ્ટનો કચરો પડેલો જોયો. જે મેં લઈ લીધો.

પણ હવે ભૂખ અને તરસ લાગી. ત્યાં તો કંઈ જમવાનું હોય નહીં. ત્યાં મેં પાણી માટે શોધખોળ કરવાનું શરૂ કર્યું. થોડી શોધ કરતાં ત્યાં એક જગ્યાએ પાણી હોય એવા અંશ મળ્યા. ત્યાં થોડું ખોદતાં પાણીનું ઝરણું મળ્યું. પાણી પી ને ખૂબ જ શાંતિ થઈ કારણકે આવું મીઠું અમૃત જેવું પાણી મેં ક્યારેય પીધું ન હતું. થોડા વધારે રિસર્ચ કરીને હું ધરતી પર પાછી આવી. 

આ બધું અત્યારે ભલે સપનું હોય પણ કોઈક દિવસ જ્યારે હું ઈસરો કે નાસા સાથે જોડાઈશ ત્યારે હકીકત જરૂર બનાવીશ. અને ત્યાં પ્રદૂષણ ન ફેલાય તેની પણ તકેદારી રાખીને લોકોને પણ તેની તકેદારી રાખવા સમજાવીશ. આવા દ્રઢ નિશ્ચય સાથે હું મારી કલ્પનાની દુનિયામાંથી બહાર આવી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy