STORYMIRROR

payal zalariya

Fantasy

3  

payal zalariya

Fantasy

સ્પંદનનો પડઘો

સ્પંદનનો પડઘો

2 mins
217

 મારી વહાલી મમ્મા, તમારી પ્રથમ વાત મેં સાંભળી. મને તમારો અવાજ રોજ સંભળાય જ છે. મને તમારી સાથે વાત કરવી ખૂબ જ ગમશે. હું પણ તમને ખૂબ જ વહાલ કરું છું. 

સૌ પ્રથમ તો આપે મને જન્મ લેવાની તક આપી તે માટે આપનો ખુબ ખુબ આભાર. તમારા થકી હું અત્યારે આ દુનિયાને જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરું છું. આ સુંદર દુનિયા હું જોઈ શકીશ એના માટે આપનો આભાર. તમારા અને પપ્પાનો પ્રેમ હું અનુભવી શકું છું. પપ્પાનો પણ ખૂબ ખૂબ આભાર.

મમ્મા મારા માટે તમે બદલાય ગયા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા માટે જે પૌષ્ટિક ખોરાક લ્યો છો એનાથી મને પોષણ મળે છે. તમે જે પણ જમો છો તેનો સ્વાદ મને પણ મળે છે. એ માટે તમારો આભાર. 

તમે જે પણ આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરો છો તેને હું સમજવાનો પ્રયત્ન કરું છું અને તેને અપનાવવાનો પ્રયાસ પણ કરીશ. તમે જે રામ ભગવાનની અને કૃષ્ણ ભગવાનની વાતો કરો છો તે મને ખુબ જ ગમે છે. હનુમાન દાદાની વાતો તો મને ખુબ જ પ્રેરણા આપે છે. મારામાં સારા સંસ્કાર કેળવવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

મમ્મા તમે મારા માટે જે કાંઈ પણ કરો છો તે મારા સારા માટે જ કરતાં હશો. મને તમે જે પણ શીખવાડશો એ હું શીખવા તત્પર રહીશ. તમે મારામાં જે પણ ગુણ ખીલવવા ઇચ્છો છો તેને અનુસરવા હું ઉત્સાહી બનીશ. 

મમ્મા હું ભણી ગણીને તમારું અને પપ્પાનું નામ રોશન કરીશ. તમારી અને પપ્પાની કાળજી રાખીશ. ભાઈને ખૂબ પ્રેમ આપીશ. દુનિયામાં મારી અલગ ઓળખ બનાવીશ.

મમ્મા તમે જેવી રીતે મારી સાથે વાતો કરવા ઉત્સુક છો તેવી જ રીતે મને પણ તમારી સાથે વાતો કરવી ગમશે. હું પણ અહીંયા એકલી કંટાળી જાવ છું. તમને મારા અનુભવો કહેવા મને ખુબ ગમશે. તમે આવી જ રીતે મારી સાથે વાતો કરતા રહેજો. હું પણ તમને જવાબ આપતી રહીશ. મારા સુખ-દુઃખ તમારી સાથે વહેંચતી રહીશ. 

તમારી પ્રિય દીકરી, તમારી લાડકવાયીનો ખૂબ ખૂબ પ્રેમ..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Fantasy