payal zalariya

Inspirational

3  

payal zalariya

Inspirational

ગાંધીજીની રાહ પર

ગાંધીજીની રાહ પર

1 min
405


આજ જો ગાંધીજી જીવતા હોત તો.

કાયમ સત્ય અને અહિંસાના રસ્તે આ ભારત ચાલતું હોત. અત્યારે જે ભારતની આ દુર્દશા છે તેનાથી ચિત્ર જ કંઈક અલગ હોત. લોકો એકબીજા સાથે પ્રેમપૂર્વક રહેતા હોત. દરેકના દિલમાં કરુણા હોત. લોકોના હૃદય સ્નેહસભર હોત. લોકો પરિશ્રમી હોત.

ક્યાંય મારામારી કે ખૂનખરાબા ન હોત. ધોળાં દિવસે બળાત્કારો થતા ન હોત. ક્યાંય ગંદકી ન હોત. ઊંચ-નીચનો ભેદ ન હોત. ચોરી- લૂંટફાટ ન હોત. દેખાદેખી ન હોત. સ્વચ્છ ભારત મિશનની જરૂર ન હોત.

એક દિવસ ગાંધી રસ્તે ચાલવા કરતાં હૃદયમાં જ ગાંધી રાખીએ. દરરોજ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સત્ય અહિંસા પ્રેમના માર્ગે ચાલીએ. અપરિગ્રહને અપનાવીએ. દરરોજ સ્વચ્છતા જાળવીએ. આપણું કામ જાતે કરીએ. જરૂરિયાતમંદને મદદ કરીએ. કોઈ પ્રત્યે ભેદભાવ ન રાખીએ. ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. "વૈષ્ણવજન તો તેને રે કહીએ..." પંક્તિઓ સાર્થક કરીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational