STORYMIRROR

Rahul Makwana

Tragedy

2  

Rahul Makwana

Tragedy

અકસ્માત

અકસ્માત

1 min
633

 ડૉ. નિશાંત અને રોશની ને એક પુત્ર હતો જેનું નામ હતું વિવેક...જે આજે સવારે ટ્યુશન કલાસેથી પરત ફરી રહ્યો હતો ત્યારે, તેની બાઇકનો એક અન્ય બાઇક સાથે અકસ્માત થયો અને બનેવને ડૉ. નિશાંતની હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં, થોડીવારમાં બનેવ સંતાનોનાં માતા - પિતા હોસ્પિટલે આવી પહોંચ્યા, ડૉ. નિશાંત બીજા યુવકનો જીવ બચાવવામાં સફળ રહ્યાં, પરંતુ પોતાનાં સગા દિકરા વિવેકને બચાવી ના શક્યા.


ડૉ. નિશાંત પોતાનાં ચહેરા પર રહેલ માસ્ક ઉતારતાં- ઉતારતાં ઓપરેશન થિયેટરની બહાર આવ્યાં, અને સામે ઉભેલ રોશની તરફ જોઈને આંખમાં આંસુ સાથે બોલ્યાં.


"રોશની....! હું એક ડૉક્ટર તરીકેની કસોટીમાં પાર ઉતર્યો છું, પરંતુ એક પિતા તરીકેની કસોટીમાં હું નાપાસ થયો...." - આટલું બોલતાની સાથે જ ડૉ. નિશાંતની આંખોમાંથી આંસુઓ દડ-દડ કરતાં ટપકવા લાગ્યાં.


"મારા દિકરા વિવેક ! અમને છોડીને તું આવી રીતે જતો રહ્યો...અમને એકલાં છોડીને તું ક્યાં જતો રહ્યો...!" - રોશની એક ધ્રાસકા સાથે જોર - જોરથી રડવા લાગી...!

રોશનીની એ દુઃખ ભરેલ બુમ આખે - આખી બેજાન હોસ્પિટલમાં ગુંજવા લાગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy