અજાતશત્રુ
અજાતશત્રુ


નકામા હોવાનું રૂપાળું નામ છે અજાતશત્રુ!! આવો..આપણે ગર્વ કરીએ કે, અમે માનવો નકામા નથી. વિશ્વ આખાનો માનવી આજે મહા યુધ્ધ લડી રહ્યો છે. લડાઇ છે એટલે શત્રુ તો હોવાનો જ. સૌનો શત્રુ પણ એક જ છે 'કોરોના'. . . .
આજે જ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એલાન કર્યું કે આપણે ઘરઆંગણે પણ આ યુધ્ધ લાંબુ ચાલવાનું. સમગ્ર દેશ માટેનું લોકડાઉન બીજા ઓગણીસ દિવસ લંબાવ્યું છે. વાંધો નહીં! આપણો જુસ્સો અણનમ છે. સ્વચ્છતા ને શિસ્તના બધા નિયમોનું પાલન કરી આપણે વાયરસ રુપે આવેલા દુશ્મન ને ભગાવીશું જ. આપણી બહાદુરી બતાવીશું જ. અઢાર જ દિવસ ચાલેલા ધર્મયુદ્ધે આપણને મહાભારત જેવો ગ્રંથ અને ગીતાનું ઊંડું જીવનદર્શન આપ્યું. તો આ આટલા લાંબા યુધ્ધ પછી આપણે જે પામશું એ જરૂર શુભ જ હશે. કહ્યું છે ને કે" પાનખરને આમ હડસેલો નહીં,
શક્યતાને આવકારો, તો ખરાં."
આજે ડર ના પાયા ઉપર વિશ્વવ્યાપી એક સેતુ રચાઇ રહ્યો છે. . વિશ્વાસ રાખી આ સેતુ પર ચાલીએ. માનવ -માનવ ના હ્રદય વચ્ચે રહેલું અંતર ઓછું કરીએ તો આગળ 'જીત' જ છે.
ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર
એ પ્રાર્થના કરે સંતાન સૌ તમારાં.