STORYMIRROR

Mahendra Bhatt

Thriller

3  

Mahendra Bhatt

Thriller

અગોચરનો અનુભવ

અગોચરનો અનુભવ

6 mins
27.4K


મંજૂલાએ અડધી રાતે બારણું ખોલીને જોયું તો બંને છોકરાઓ તેમના રૂમમાં શાંતિથી ઊંઘતા હતા. પતિ રાકેશ ઘણી વખત ઓફીસમાં વધારે પડતું કામ હોય તો રાતે મોડા આવતા તે આજે પણ મોડા આવ્યા હતા એટલે ઘસઘસાટ ઊંઘતા હતા.

નસ્કોરાનાં અવાજે ટેવાયેલી મંજૂલા રાતે પણ ક્યારેક જાગી જતી તો પોતાનાની દેખરેખ રાખતી બધું સહીસલામત જોઈ પાછી સૂઈ જતી. તે તેમના રૂમને લોક નહોતી કરતી. કેમકે ક્યારેક છોકરાઓ જાગી જાય તો રૂમમાં વિના રોકટોક આવી શકે. દિવસભરનું કામ, છોકરાની દેખરેખ એટલે થાક તો લાગતો જ પણ તે પોતે બહુ સંતોષી હતી એટલે થાક તેને બહુ અસર નહોતો કરતો.

પતિ પણ સારા સ્વભાવના હતા એટલે બીજી કોઈ તકલીફ નહોતી. સારી વસ્તીમાં ઘર હતું. એટલે અત્યાર સુધીનાં જીવનમાં તો બધું બરાબર હતું. ગયા વર્ષ સુધી તો તેનાં સસરા હતા પણ પંચ્યાસી વર્ષે તેઓ પણ એક ટૂંકી માંદગીમાં પરલોક સિધાવ્યા. તેઓ તેને વહુ કરતાં દીકરીની માફક જોતા અને છોકરાંઓ પણ એવા ભળી ગયા હતા કે હજુ તેનો દીકરો ક્યારેક રાતે જાગી જાય તો દાદા કહે તો તેમનાં રૂમ બાજુ જતો રહે અને મંજૂલા ઊઠીને તેને સમજાવી પાછો સુવડાવી દે. ઘરનાં સુખી જીવનમાં એક માત્ર વડીલને ગુમાવવાનું કુટુંબને દુઃખ હતું.

મંજૂલા પણ સારી ઓફિસમાં કામ કરતી હતી. પરંતુ બાળકોની દેખરેખ રાખવા રાકેશે તેને નોકરી છોડાવી દીધી હતી. પહેલાં તો તેણે રાકેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ રાકેશ એક મોટો ઓફિસર હોય તેનો પગાર સારો હતો એટલે મંજૂલાએ તેની વાત માની લીધી હતી. જેટલી સંભાળ પોતે લે તેટલી બીજું કોઈ કરી ન શકે એટલે તે પણ એક સમજવા જેવી વાત હતી. ચાર વર્ષનો રાહુલ અને ત્રણ વર્ષની પ્રીતિ બંનેનું બાળપણ આમ માની પ્રીત સાથે સુરક્ષિત હતું.

આજની રાત પણ રોજનાં જેવીજ રાત હતી. રાતે જયારે તે જાગી જતી ત્યારે પણ જેવો તેને અનુભવ થતો તેવોજ અનુભવ હતો.

બહાર સુમસામ વાતાવરણ ક્યારેક કોઈક કૂતરાનો ભસવાનો અવાજ આવતો. બસ, બાકી આખી વસ્તીમાં બીજા કોઈ અવાજ નહિ. ક્યારેક તે વિચારતી કે તે એકલીજ આવો અનુભવ કરતી હતી કે ક્યાંક તેના જેવું કોઈ પણ જાગતું હશે અને સામાન્ય રીતે રાતનું વાતાવરણ થોડું બિહામણું તો ખરું.

બધાંને એકધારો જ અનુભવ. બધા પોતાના ઘરમાં અને પોતાના ઓરડામાં સલામત. તે જ્યારે જાગી ત્યારે બધી બાજુ નજર રાખતી છોકરાઓને જોઈ પાછી પોતાનાં રૂમ તરફ બધું સલામત જોતાં વળી, રાકેશના નસ્કોરાનો અવાજ આવતો હતો, પણ રાત પૂનમની હતી એટલે ઘડીક તેને અગાશીમાં આંટો મારી ચાંદની સુંદરતાને જોવાનું મન થયું.

રાકેશ ક્યારેક મંજૂલાને ચાંદની સાથે સરખાવી ઘેલછા કરતો ત્યારે તે તેનો વિરોધ કરતી કેમકે કુદરતને દેહ સાથે કદીયે સરખાવાય નહિ.

એ સાચું હતું કે તે દેખાવમાં સુંદર હતી અને શરૂઆતમાં તેને થોડું અભિમાન હતું પણ માતા બન્યા પછી તે પ્રસંગો સિવાય ક્યારેય પોતાની સુંદરતામાં ઉમેરો નહોતી કરતી. આજે નહિ તે કાયમ પોતાના કુટુંબથી સંતોષી હતી.

જ્યારે એકાંતનો આશરો લેવાતો હોય ત્યારે મનુષ્યનું મન ક્યારેક ભૂતકાળ અને તેમાં બનેલી ઘટનાઓમાં સરી પડતું હોય. ત્યારે જીવન ઉપર મજબૂતાઈ સારી હોય તો પણ ક્યાંક નુકશાન થઈ જવાનો સંભવ વધી જતો હોય છે.

મંજૂલા સુંદર હતી અને ચંદ્ર કે જે પૂનમનાં પૂર્ણ પ્રભાવમાં ખીલ્યો હતો ત્યારે તેને પામી લેવાનું મન તેને કોઈ ઉપાધિમાં મૂકી ન દે. પણ મન ઘણું ચંચળ છે. એક વખત તે જે નક્કી કરે પછી  તેમાં તે પાછું ન પડે તેમ મનને વશ થઈ મંજૂલા અગાશીમાં ગઈ. દૂર સુધી ચાંદનીનો પ્રકાશ ફેલાઈ ઠંડક પ્રસરાવતો હતો.

મેદાન અને બીજા મકાનોનાં ધાબાઓ ઉપર થઈ ઊંચીનીચી થતી. તે ચાંદની દૂર ક્ષિતિજો સુધી દેખાતી હતી. ચાંદની એ માણસજીવન માટે એક અત્યંત રમણીય કુદરત હતી. કોઈક જ એવો હોય કે તેમાં નાવાની મઝા ન લે. પત્ની સાથે કે પ્રેમી સાથે લોકો ઠેર ઠેર બહાર બેઠેલા દેખાય અને મોડી રાત સુધી પૂનમની ચાંદનીનો લાવો લે. પણ જ્યારે મંજૂલા અગાશીમાં આવો લાવો લેતી હતી ત્યારે એકલી હતી.

"ચાંદની" કેટલા બધા રમ્ય લખાણો કવિતાઓ અને અધૂરામાં પૂરું કચકડાની કરામત પર પણ તેના અસંખ્ય ચલચિત્રો, મધુર ગીતો, ચાંદ આહે ભરેગા હમ દિલ થામ લેંગે...

ચાંદ સી મેહબૂબા હો મેરી જબ ઐસા મૈને સોચા થા... સુહાની ચાંદની રાતે હમે સોને નહિ દેતી...

સુમુધુર ગીતો જો મંજૂલાને યાદ આવી જાય. તો ચાંદનીની મઝા ખુબ વધી જાય પણ તેવું ન બન્યું. ઉજાગરાઓ સાથે ઘડીક મીંચાતી મંજૂલાની આંખોને ચાંદનીએ ઘડીકવાર માટે બધું ભુલાવી દીધું તે ખોવાઈ ગઈ. શું જિંદગીની અમોલ પલોમાંની આ કોઈ એક અદભુત પલ હતી!

ખબર નહિ પણ તે ખોવાઈ ગઈ. ઉજાગરો જતો રહ્યો અને ચંદ્ર સામે તેની આંખો ટંકાઈ ગઈ. સૂર્ય સામે ઘડીક પણ ન જોવાય જ્યારે ચંદ્ર તો તેજથી ભરપૂર પણ તેને પ્રેમ કરવાવાળાને કોઈ સજા નહિ. કોઈ રોકટોક નહિ, ક્યાંય સુધી તે તેનું અમૃતપાન કરવું હોય તો કરી શકે. કોઈ મર્યાદા નહિ, મંજૂલા જોતી રહી પણ નીચેથી પ્રીતિની ચીસ પડીને તેનું ધ્યાન તૂટ્યું.

પ્રીતિ મોટેથી મમ્મી મમ્મી કરી બૂમો પાડતી મમ્મીને શોધી રહી હતી. મંજૂલા દોડી તેને ખ્યાલ જ ન રહ્યો. જ્યાં બારણાં પાસેથી પસાર થવા ગઈ તે જઈ ન શકી. બારણું ખુલ્લું હતું. તેને કોઈ ફોર્સ રોકી રહ્યો હતો. જાણે કોઈ હોરર દ્રશ્ય ઉપજી રહ્યું હતું.

તે સમજી નહોતી શકતી શું કરવું. બારણું તો ખુલ્લું હતું અને તેની પ્રીતિ તેને શોધી રહી હતી. માને ન જોતાં તેની શું દશા થશે તે વારંવાર પ્રયત્ન કરતી હતી પણ બારણાંમાંથી પસાર થઈ શકતી ન હતી.

"હવે, હદ આવી ગઈ..." તે બોલી પડી. તેનાં હાથ જોડાઈ ગયા. આંખોએ અશ્રુ રેલાઈ ગયા તે ઘભરાઈ ગઈ. તેનાં મોઢામાંથી પ્રીતિનાં, રાકેશના નામના શબ્દો મોટેથી બોલાતા રહ્યાં. તેને કોઈ સાંભળે ને મદદે આવે. કેમ તે ખુલ્લાં બારણામાંથી પસાર થઈ નહોતી શકતી. મન ઉપરનાં ભયંકર દબાણ હેઠળ તે વારંવાર પ્રયત્ન કરતી હતી પણ તેમાં તે નિષ્ફળ જતી હતી.

હવે તે એટલી હદે આવી ગઈ કે તે માફી માંગતી કહેવા લાગી હે ભગવાન મને જવા દો. મારી પ્રીતિ રોઈ રોઈને મરી જશે અને ખબર નહિ પણ તેની બુમોથી રાકેશ જાગી ગયો અને દોડતો અગાશીમાં આવ્યો તેના હાથમાં પ્રીતિ હતી. શું થયું તેને સમજ નહોતી પણ પ્રીતિએ મમ્મીને જોઈ એટલે તે વળગી પડી અને ક્યાંય સુધી તે મમ્મીને વળગેલી રહી.

મંજૂલા રાકેશને હાથનો ઈશારો કરી બારણું બતાવવા મંડી. રાકેશ સમજી ન શક્યો. તે રાકેશને બારણું બતાવી કઈ કહેવા માંગતી હતી, પણ એટલી બધી ગભરાઈ ગઈ હતી. કંઈ કહી શકતી ન હતી. પ્રીતિ મમ્મીને એજ હાલતમાં વળગી રહી. આખરે રાકેશ મોટેથી બોલ્યો, "તું શું કહેવા માંગે છે? મંજૂ, મને કઈ સમજાતું નથી." રાકેશના હાથ પણ પહોળા થઈ મંજૂલા પાસે જાણવાની આશાએ તીવ્ર હતા.  આખરે મંજૂએ રાકેશનો ખભો પકડ્યો અને તે રાકેશના સહારે બારણામાંથી પસાર થઈ ગઈ.

તાજ્જુબી વચ્ચે તેનું થોડું દબાણ ઘટ્યું. તે થોડી શાંત થઈ પણ વારે ઘડી તેની નજર કોઈ અજાણ્યાં.

ફોર્સને શોધી રહી હતી. હવે રાકેશની ચિંતા વધી ગઈ. પણ મંજૂલા કઈ બોલે તો તેને સમજાય પણ તે કંઈ બોલી નહિ. આખરે સીડી ઉતરી રાકેશ અને મંજૂલા પ્રીતિને લઈ નીચે આવ્યાં.

રાકેશ સતત મંજૂલા બાજુ જોઈ રહ્યો હતો. મંજૂલાએ છોકરાના રૂમમાં જઈ ખાતરી કરી. રાહુલ શાંતિથી સૂઈ રહ્યો હતો. રાકેશ સાથે મંજૂલા પ્રીતિને ગોદમાં લઈ બેઠી ત્યારે તે શાંત થઈ. શું થયું તેની પરવા કર્યા વગર પ્રીતિ પાછી તેમના પલંગ ઉપર સૂઈ ગઈ અને જ્યારે મંજૂલાએ બનેલી હકીકતની રાકેશને વાત કરી ત્યારે રાકેશ પણ ચોકી ગયો પણ એવું બધું હાલમાં શક્ય ન હતું.

ભૂત પ્રેતની વાતો જુના સમયમાં છોકરાને ડરાવવા કરાતી. ઘરડા લોકો સમય પસાર કરવા જાત જાતની અગોચરની વાતો કરતા પણ આજના જમાનામાં એવું થતું. હોય તો રોજ પેપરમાં છપાતું હોય, શક્ય જ નહતું.

ગમે તેમ કરી તેણે મંજૂલાને સમજાવી શાંત પાડી. અત્યારે તો તે શાંત થઈ પણ તેને ઊંઘ ન આવી તે પ્રીતિને વળગીને જાગતી પડી રહી.

રાકેશ એકબે વખત મંજૂલાને શાંતિથી પૂછ્યું. પ્રેમથી સૂવાની પરવાનગી માંગી. મંજૂલાએ 'હા' કહેતાં તે ઘડીક વારમાં સૂઈ ગયો પણ મંજૂલાને કોઈ અનહોની નહોતી જોઈતી એટલે તે પ્રીતિને છાતી સરસે ચાંપી જાગતી પડી રહી પણ પછી સવાર સુધી કંઈ ન બન્યું.

રાકેશ જેમાં બિલકુલ નહોતો માનતો પણ મંજૂલા કેમ ભૂલી શકે એ અગોચરનો અનુભવ. તેને મોંઘી પડી એ ચાંદનીની મજા.


Rate this content
Log in

Similar gujarati story from Thriller