Mahendra Bhatt

Others

3  

Mahendra Bhatt

Others

કોઈ તો બતાયે..

કોઈ તો બતાયે..

29 mins
7.6K


હાથમાં બાટલી અને કમ્મર ઉપર બાંધેલો તમંચો,  જંગલની વચ્ચે કેડી ઉપર પસાર થતો જુવાન, પોતાની જાતને કેડી ઉપર સમતોલિત કરતો પસાર થઇ રહ્યો હતો. એકલો કોઈ મજબુરીથી પીતો થઇ ગયો હતો. પછી દુનિયાના એક કલંકિત નામ સાથે તેનું નામ જોડાઈ ગયું હતું. તેનો ભૂતકાળ ઘણો સારો હતો. મિત્રો હતા પણ તેના સ્વભાવે  હવે એકલો પડી ગયો હતો. નામ ઉપર જ્યારે કલંક લાગે એટલે સારા સારા નજીકના સબંધો પણ દુર થવાનો મોકો શોધે તેમ ધીરે ધીરે બધા છુટા થઇ ગયા હતા. હવે કોઈ નહોતું જે તેને પ્યાર કરે. છેલ્લે છેલ્લે એ જેને ચાહતો હતો તે પોતાનું કહેવાતું પાત્ર પણ બીજા સાથે જોડાઈ જતા દુનિયા સાથે જીવવું તેને ભારે પડી ગયું હતું અને એટલેજ વસ્તીથી એકલો પોતાની જાતને સમતોલિત કરતો પીધેલ હાલતમાં જઈ રહ્યો હતો. જંગલની કેડી હતી, કેડી હતી માટે માટે જરૂર રોજિંદુ જીવન અહી પણ હતું. કોને ખબર જંગલની કેડી ઉપરથી રોજ કોણ જતું હશે પણ કેડી હતી એટલે કૈક સલામતી હતી નહિ તો જંગલમાં કોઈ સલામત નહિ. ગમે ત્યાંથી ભય આવી પડે, આ જુવાન પાસે તમંચો હતો પણ તે પીધેલી હાલતમાં કેમનો બચાવ કરશે વસ્તી છોડી જંગલના એક છુપા સ્થાનેથી આ બે વસ્તુ તેના હાથમાં આવી ગઈ હતી એક દારૂની બાટલી, અને એક તમંચો. કદાચ કોઈએ છુપાવ્યો હશે પણ, ના ના કરતા તેણે તે સાથે લઇ લીધા હતા અને તે પીતો ન હતો. પણ મજબૂરી અને તૃષાના અવેજમાં ચાલુ થયેલી શરાબે તે  પીધેલ બની ગયો હતો.  શરાબ પીતા પહેલા તેના શુદ્ધ મનમાં એ વિચાર જરૂર આવ્યો હતો,  આ એટલી નાની બાટલી શરાબની છે ને મા કહેતી હતી આ બધું ઝેર કહેવાય તેની એક બુંદ પણ શરીરમાં જતા તેની અસર શરુ કરી દેતી હોય. તો એની ટેવ તને જીવવા નહિ દે પણ બસ એક માં હતી તે તેના બાળપણને સુધારવા સતત પ્રયત્ન કરતી હતી. તે તેને ખુબ પ્યાર કરતી હતી અને એટલે જ જુવાન તેને ખુબ પ્યાર કરતો હતો. પણ માનો સમય પૂરો થતા તે પણ રહી ન હતી. અહિયાં કોઈને કાયમ રહેવાનો પરવાનો નથી. એ દુનિયાનું સનાતન સત્ય છે, પણ જીંદગી બાળપણની અસમતોલ  સ્થિતિને સરખી કરતી જુવાનીના ભાર હેઠળ દેખાતા સાચા ખોટા રસ્તાઓ ઉપર દોડતી ફાની દુનિયાને પામી લેવા તરસતી દોડતી રહે છે. કોઈ કહેતું, જીંદગી પૂરી થતા કેટલીવાર! પછી સારું કર્યું હોય તો સ્વર્ગ અને પાપો કર્યા હોય તો નર્ક. નર્ક સ્વર્ગ તો કોને ખબર પણ સમય પૂરો થતા જિંદગીનો અસ્ત. જેને દુનિયા મૃત્યુ કહે તે તો નક્કી છે પણ હકીકત જાણવા છતાં એના તરફ કોઈની નજર નથી. બસ મન ફાવે તેમ દોડતું રહે છે ,આખી દુનિયાનું ધન અથવા આખી દુનિયાની ખુશી  તેને મળી જાય એવી આશા સાથે ખરા ખોટા બધાજ રસ્તાઓનો ઉપયોગ કરતા તે ખચકાતું નથી. ધનનો ઉપયોગ કરી ધનિક પણ બચી શક્યો નથી કે ખુશીયો પામી સુખના સાગરને પામી શક્યો નથી. જન્મની સાથે જોડાયેલા નક્કી પણ અજાણ ભાવિને ન પામી શકતા આ પામર મનુષ્યને કોણ સમજાવે કે કહેવાતા વિધાતાનું લખાણ જ તારી જીંદગી છે. લેખમાં મેખ માણવા સત્યની સાધના કદાચ ફેર કરી શકે પણ અઘરું છે. સામાન્ય મનુષ્ય માટે ખુબજ અઘરું છે, પણ છતાં કેમ આ સ્વાર્થી મન એકલતાના એ સત્ય ને સમજતું નથી. ભુખ્યો ભૂખો મરી જાય છે ને શેઠિયાને એક કોળ્યો આપવાનું મન થતું નથી પણ કાલે એ મોટી ફાંદ પણ અઝામાંઅજમ પીતી પીતી ઘરચકા ખાતી ખાતી રહેવાની નથી. પણ એમને એમ જીંદગી ચાલતી રહે છે.

બધું છોડવાની હિંમત કરી હતી, એટલે જુવાન હિંમતવાન તો નહિ કહી શકાય પણ જંગલના રસ્તે મજબૂરી અને ભયનો ભાર પોતાની જાતને બચાવવા જરૂર તેને હિંમત રાખવી પડશે. હવે આમેય તે એકલો હતો. વસ્તી દુર છૂટી ગઈ હતી. જંગલની આ કેડી  અત્યાર સુધી તો સલામત હતી. કુદરતી વાતાવરણમાં ઠંડો વાયરો વહેતો હતો અને એમ જાણે કુદરત તેને હજુ સુધી પોતાનો સાથ આપતી હતી. જાણીતા ઝાડ પાન ને જંગલી ફળથી ભૂખને સંતોષતા તે ફિક્કો પડતો જતો હતો. નીરસ થઈને ચાલ્યો જતો આ જુવાન કોઈ અવાજથી રોકાયો. પહેલી વખત કોઈનો અણસાર તેને થયો અને પહેલીવાર તેને જંગલમાં ભય લાગ્યો. તેનો નશો અડધો ઉતરી ગયો. અવાજની દિશા તરફ તે જોવા માંડ્યો. દુર કોઈ લાકડા કાપી રહ્યું હતું. તેની એક નજર તમંચા બાજુ ગઈ,બચાવનું એકમાત્ર સાધન હતું. કોઈ દાડો ઉપયોગ કર્યો ન હતો. તેણે પોતાની સ્થિતિને ભયની સામે સચેત કરવાનો આંખો ચોળી પ્રયત્ન કર્યો. નશામાં વારે ઘડી ઢળી  જતી આંખો કોઈ મોટા ખતરાની નિશાની હતી પણ કોણ જાણે કેમ તે આવા નશામાં પણ પોતાની જાત માટે બચાવ શોધવા માંડ્યો. કેડી આગળ ક્યા જતી હશે….! થોડે સુધી તે નરી આંખે દેખાતી હતી પછી ઊંચા ઘાસમાં ક્યાંક ખોવાઈ જતી હતી. કેડીની આજુબાજુ મોટા મોટા ઝાડ હતા ત્યાં થડની પાછળ તે સંતાઈને અવાજની દિશામાં જોવા માંડ્યો પણ ઘડીકવાર તે અવાજ બંધ થઇ ગયો. હવે ખરેખર તેને પરસેવો વળવા માંડ્યો.  જીવનમાં પહેલી વાર યુવાને ભયનો અનુભવ કર્યો. શું જરૂર હતી છુટા પડવાની કે જ્યાં તેનો પડાવ હતો,જ્યાં તેને પ્યાર કરવા વાળા હતા. કોઈ તો બતાવે કે તે જેને ચાહતો હતો,તે પણ તેને છોડીને જતું રહ્યું હતું. તો શું તેનામાં ખામી હતી, કોઈ પ્રમાણ નહોતું કે તે એક સામાન્ય પ્યાર કરવા માટે કાબેલ ન હતો.

સમાજનાં જુદા જુદા સ્તર ઉપર વધતું જીવન તેને એક જુવાનીની ઉમર સુધી લઈ આવ્યું હતું. તો કેમ બધા તેને છોડીને જતા રહ્યા હતા, તેને કઈ ખબર પડતી ન હતી અને હવે અહી જંગલમાં તેને ભય લાગવા માંડ્યો હતો. વારે ઘડી તેનું શરીર ધડ્કનોને છોડી દેતું હતું. એનો અર્થ કે તે હિંમત વાળો પણ ન હતો. તો શું પ્યાર જેવો શબ્દ તેના જીવનમાંથી નીકળી જશે? ખબર નથી આ ભયભીત જંગલની કેડી તેને તારશે કે મારશે,ઘણા સવાલોની હાર લાગી ગઈ હતી. જુવાન જરૂર ભયભીત હતો, અને અચાનક એક રણસીન્ગાનો અવાજ આવવા માંડ્યો. હવે જરૂર વાતાવરણ ભયભીત હતું. અને તે પરિસ્થિતિને પામે તે પહેલા તે છુપાયો હતો ત્યાં એક તીર આવી થડમાં ભોકાઈ ગયું અને તેણે નજર તીરની દિશા બાજુ ફેરવી. એક પારધી તેને નીચે નમી  છુપાઈ જવાનું કહેતો હતો. આ અચનાકની ઘટનાઓથી તે હેબતાઈ ગયો. પણ પેલાનો ઈશારો તેને કામ આવ્યો કેમકે રણસિંગુ વાગતું રહ્યું અને તે દિશામાંથી બે પગે ઉભું રહેતું અને જોઈને ફરી દોડતું રીછ તેની નજરે પડ્યું. યુવાન બરાબર છુપાઈ ગયો. તેને ચેતવનાર પારધી પણ છુપાઈ ગયો. પણ બીજી દિશામાંથી એક ધોલકાનો અવાજ આવવા માંડ્યો. તેની પાછળ કેટલાકનો ગાવાનો અવાજ આવવા માંડ્યો. પેલા યુવાને સહેજ ઊંચા થઇ જોયું,ધોલક તાલમય વાગતું હતું તેના તાલમાં કેટલાક ભગવાધારી  સાધુઓ લયબદ્ધ ગાતા, રણસિંગાના અવાજ બાજુ ચાલ્યા જતા હતા. ઘણા બધા સાધુ હતા એટલે અવાજ સ્પસ્ટ સંભળાતો હતો,"બુધ્ધમ શતણમ્ ગચ્છામી, થંભ્મ સરણમ્ ગછામી, સંગમ સરણમ્  ગચ્છામી.."

જુવાનને બુદ્ધ ભગવાન વિષે ખબર હતી. ભારતના એક રાજકુમાર સિધાર્થનો વેદનાના દ્રશ્યો જોયા પછી થયેલો હૃદયપલટો, સંસાર  છોડી તપના પ્રભાવથી બનેલા બુદ્ધ ભગવાન, બોંદ્ધ ધર્મની સ્થાપના અને દુનિયાના ઘણા દેશોએ અપનાવેલો બોંદ્ધ ધર્મ. ઇતિહાસની એક અજબ ઘટના!

આ બધા સતત અવાજથી રીંછ હુમલો કરવાને બદલે જંગલના ઊંડાણમાં અદ્રશ્ય થઈગયું. પેલો પારધી છુપા સ્થાનમાંથી બહાર આવી ગયો અને યુવાન બાજુ ગયો. પહેલા તેણે તેનું તીર થડમાંથી ખેચી પોતાના ભાથામાં મૂકી દીધું. જુવાન આ જંગલની કેડી ઉપર ફસાઈ પડ્યો હતો. ભય તો હાલ પુરતો જતો રહ્યો પણ સામે ઉભેલો પારધી  કઈ કહે તે સાંભળવા તે સાવધ હતો અને પારધી બોલ્યો,"બેટા,કઈ મજબૂરી તને આ જંગલમાં ખેચી લાવી?"અને એમ કહેતા તે થોડો ખચકાયો અને બોલ્યો..

"તે દારુ પીધો છે....!" અને યુવાન સાવધ થયો કેમકે અહી જંગલમાં પણ કોઈ તેની ભૂલનો પીછો કરી રહ્યું હતું. તે ભાનમાં હતો પણ વાતાવરણ દારૂની ચાડી ખાતું હતું.

"હા પીધો હતો પણ...."

"પણ હવે નશો ઉતરી ગયો છે એમજને..." અને પારધી હસ્યો. જુવાન નવાઈ પામ્યો. પારધી આટલી ઉમરમાં પણ મુક્ત રીતે  હસી રહ્યો હતો. સામે સાધુઓના જુથમાં કેટલાક નવા સાધુઓ લાકડાની ભારી માથે મૂકી તાલબધ્ધ પાછળ  જોડાઈ ગયા અને એ સાધુઓનું જૂથ ત્યાંથી પાછું વળ્યું. કેટલું શાંતિમય ગીત એક ધારા તાલમાં વહ્યે જતું હતું. ત્યાં પણ કોઈ ભય ન હતો. પારધી પણ મુક્ત રીતે હસી રહ્યો હતો. કોણ જાણે કયું જોડાણ આ યુવાનને પરેશાન કરતુ હતું કે તે ભયભીત હતો  અને તેની આજુબાજુનું વાતાવરણ ભયભીત ન હતું. પુછાયેલા પ્રશ્નમાં દારુ કે જેને તેણે પહેલા ક્યારેય પીધો ન હતો તેની આ એક પારધી પણ હસીને મજાક ઉડાવી રહ્યો હતો. તેને તેની આ ભૂલનું ભાન થયું. પણ શું કરે ભૂખ તરસ કોઈને પણ ભાન ભુલાવે પણ હસતા પારધીને તેણે સાચું કહી દીધું અને તેનો તે એકરાર તેને પહેલી વખત મુક્ત કરતો ગયો પારધી ખુશ થયો. તેનો હાથ યુવાનના ખભા ઉપર આવી ગયો.

"બેટા, તું એક ઉંચા સમાજનો જુવાન છે. અહી જંગલમાં તારું કામ નહિ. હું તને તારી વસ્તીમાં પાછો લઈ જવામાં જરૂર મદદ કરીશ..." અને યુવાન ખચકાયો.

"એ સમાજ ઉંચો જરૂર છે પણ એમાંથી પ્યાર વિસરાઈને વસ્તીની દોડભાગમાં ક્યાંક ખોવાઈ ગયો છે. ત્યાં હવે મારું કહેવાય એવું કોઈ નથી! બાબા, તમે કેટલા મુક્ત અને ખુશ લાગો છો અને અહીનું વાતાવરણ પણ કેટલું ખુશ છે! હવે મારે ત્યાં પાછું જવું નથી.. હું તમને કોઈ પરેશાની નહિ પહોચાડું બાબા.." અને પારધી જુવાનના આ જવાબથી વિચારતો થઈ ગયો.

"કોઈ વાંધો નહિ બેટા, પણ અહીં જીવન જેટલું તું સમજે છે એટલું સહેલું નથી. જંગલ છે, અમારી વસ્તી જંગલમાં ખુબજ કપરું જીવન જીવે છે. ઘણી વખત લાંબા સમય સુધી ભૂખનો સામનો કરવો પડે છે. હું તને ડરાવવા નથી માગતો પણ સત્ય સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો... આ કેડી અમારી વસ્તી સુધી જાય છે ને પછી અટકી જાય છે. અહી બીજી કોઈ રોકટોક નથી પણ જીવવું તો પડેને એટલે.. વિચારી જો, હું તને મુક્ત થઈ મદદ કરીશ કેમકે તું એક સાચો જુવાન દખાય છે અને જુવાન છે માટે કહું છું પછી તો હરી ઈચ્છા..કદાચ તારી તારી પરેશાની નો અહીં નિકાલ આવી જાય. અહીં જીવન થોડું કઠણ છે, પણ કુદરતી વાતાવરણમાં બધું જ વ્યવસ્થિત છે. દરેક મુસીબતોનો અહીં નિકાલ આવી જાય છે. કદાચ તારું ભાવી તને અહી ખેંચી લાવ્યું હશે. અહિ સાવચેતીની ખુબ જરૂર છે.." અને કોણ જાણે કેમ પણ જુવાનને અજાણ્યા પારધીમાં કોઈ વિશ્વાસ લાગ્યો અને તે તેને ભેટી પડ્યો. આંખના ખૂણા ભીંજાયા અને તેને તેનું કહેવાય તેવું કોક મળ્યું! તે ખુશ થતો પ્રભુનો પાડ માનવા લાગ્યો. અને પારધીએ પણ તેના નિર્ણયને વધાવી પેલા સાધુઓ જે બાજુ જતા હતા તે બાજુ કેડી એકબાજુ મૂકી ચાલવા માંડ્યું અને ફરી પાછો  જુવાન વિસ્મય પામ્યો પણ તેણે કોઈ પ્રશ્ન ન કર્યો. બદલાતી જીવનની આ કેડી ખરેખર બદલાઈ રહી છે કે તે કોઈ એક સ્વપ્ન છે પણ વધુ પ્રશ્નોનો બોઝો વધાર્યા વગર તે  પારધીની પાછળ ચાલવા  માંડ્યો. તેને કૈંક હળવાશનો  અનુભવ થતો હતો કેમકે હવે તે એકલો ન હતો. તેની સાથે કોઈક હતું, કે જેને તે બાબા કહીને પ્યારનો એક ઘુંટડો ગળે ઉતારતો હતો. કદાચ તેની દરેક સમસ્યાનો ભાર હાલ પુરતો આ બાબાએ તેમના માથે લઈ લીધો હતો પણ લાંબા સમય સુધી મૌન ચાલ્યા કરવાનું તેને હેરાન કરવા માંડ્યું એટલે તેણે બાબાને સહજ પ્રશ્ન કર્યો,"બાબા આ સાધુઓ ક્યા જતા રહ્યા અને આ રણશિંગું કેમ વગાડતા હતા?"

"થોડીવાર રાહ જો આપણે ત્યાં જ જઈએ છીએ અને રણશિંગું તો ભય સામે બીજાને સચેત કરવા વગાડવામાં આવે છે. તે ના જોયું પેલું જંગલી રીંછ કેવું ભાગી ગયું? નહિ તો જંગલમાં તે કેટલું ભયાનક તેના મન તો માણસ પણ તેનો ખોરાક. અહીં ખોરાક મેળવવો ખુબજ અઘરો છે. એટલે ગમે તે ભોગે તે હુમલો કરે. તમે ગમે તેટલા સતેજ હો પણ ખોરાકની સુગંધ તેને માઈલ દુરથી આવે એટલે તમારે જ સાવચેત રહેવું પડે અને સાધુઓ તો અહીંસક એટલે આ એક સહેલો રસ્તો તે અપનાવે જેમાં હિંસા પણ ન થાય અને ભગવાનનું નામ લેતા લેતા ભય દુર થાય, તું જાતે અનુભવ કરીશ," અને જુવાનને બાબાની વાતથી ખુબજ રાહત થઈ. તેને હવે નિરાશા છોડી જીવન જીવવા જેવું લાગવા માંડ્યું. કોઈક અજાણ્યા સંતોષનો તેણે અનુભવ કર્યો. તેમની સાધુના સ્થાન તરફ ગતિ હતી. તે હવે બહુ દુર ન હતું.

જ્યારે તે સ્થાન નજીક પહોચ્યાં ત્યારે સ્થાનના કેત્લાક બાળ સાધુઓ પત્થરની  રમત રમી રહ્યા હતા. જુવાન અચરજ પામ્યો, બાલસાધુઓ વિષે તે કઈ પુછવા જતો હતો ત્યાં કોઈકે અવાજ કર્યો અને સર્વે બાળ બંનેની આજુબાજુ  ગોળાકારમાં આવી નીચે નમી કૈંક બોલ્યા.

અને એવીજ રીતે બાબા નમ્યા. બાબા જાણતા હતા પણ જુવાન એવોને એવો ઉભો રહ્યો. એટલે તે ફરી યુવાન બાજુ મોઢું કરી કંઈ બોલ્યા, અને ફરી નમ્યા. બાબાની નજર તે તરફ ગઈ અને જુવાન પણ નમ્યો. પણ તેમાં ઝડપ નહોતી એટલે બધા હસતા હસતા કંઈ બોલતા જતાં રહ્યા. દરવાજા ઉપર એક મોટા સાધુ આવ્યા અને હસતી મુદ્રામાં તે પણ નમ્યા અને બંને જણા નમ્યા. જુવાનને ખબર  પડી કે અહીં બધું માનની સાથે જોડાયેલું છે. સાધુ હિન્દી ભાષા જાણતાં હતા. બાબાએ તીરકામઠું ત્યાં એક ઊંચા સ્થાન ઉપર મૂકી દીધું. યુવાને પણ તમંચો મૂકી દીધો. જંગલમાં આ સ્થાન હતું. તેને બાબા મઠ કહેતા હતા બાજુમાં એક મંદિર હતું. મઠમાં સાધુઓની રોજની નિત્ય પ્રવુત્તિ હતી, જે મળતા તે સર્વે નીચે નમતા અને બંનેને નમવું પડતું. પણ બધા લગભગ હસતી મુદ્રામાં દેખાતા. બંને પેલા સાધું  સાથે એક રૂમમાં ગયા. દરેક જગ્યાએ બુદ્ધ ભગવાનની નાની મોટી પ્રતિમા હતી. જુવાનને ઘણા બધા પ્રશ્નો જાગ્યા પણ બાબાની હાજરીમાં તે શાંત રહ્યો.

સાધુ બોલ્યા,"કયું બાબા, બહોત દિનોંકે બાદ આયે, ઔર સાથમે યે જુવાન ભી હૈ, ક્યા બાત હૈ?"

"બસ યું હી આપકે દર્શનકે લિયે ચલે આયે. જુવાનભી શહેરકી બસ્તી સે આયા હૈ તો ઉનકાભી આપકો પરિચય કરા દું. ભગવાનકા દર્શન ભી હો જાયેગા ઔર આપકા આશિર્વાદભી મિલ જાયેગા.."બાબાએ પોતાની વાત રજુ કરી અને સાધુએ યુવાન બાજુ જોયું. હસતી મુદ્રામાં તે બોલ્યા,"કુછ અચ્છી સુગંધ નહિ આ રહી, આપકે પાસ કુછ દારૂકી બોટલ હૈ અગર હૈ તો યહાં નહિ લાની ચાહિયે .ભગવાનકે પાસ યે શોભા નહિ દેતા."

"માફ કરના મૈ ભૂલ ગયા, મૈ નહિ પીતા મહારાજ મગર યે જંગલસે મિલી તો જંગલમેં અકેલા થા, નયા થા તો સાથમે રખલી. અબ બાબાકા સાથ મિલા હૈ તો છોડ દુંગા."

"જાતે સમય દુર કહીં જંગલમે ખાલી કરકે ફેક દેના. શરાબ પીના અચ્છા નહિ હૈ. બેટે, ક્યા ઈરાદા હૈ યહાં રહેના હૈ, કી બાબાકે  સાથ ચલે જાના હૈ."

"નહિ, સાધુ બનના મેરે લિયે આસાન નહિ હૈ. બાબાકે સાથ કુછ સોચેગા.."અને જુવાનની નજર નીચે થઈ.

"કોઈ તકલીફ હુઈ થી, તો ઈસ જંગલમેં ચલે આયે?"

"હાં, ઈસ બસ્તીમેં અબ પ્યાર નહિ દિખતા. તો છોડ દિયા. જંગલમે આનેકા ઈરાદા નહિ થા મગર. જો રાહ પે ચલ પડા વો રાહ  મુઝે યહાં ખીંચ લાયી. દારુ મિલા તો બૈચેનીમે પી લિયા ઔર જંગલમે ભય સતાને લગા તો બાબા મિલ ગયે. અબ યહાં કુછ અચ્છા લગતા હૈ. આપકા આશિર્વાદ મિલે તો મેરે ખ્યાલ સે અબ સબ કુછ અચ્છા હી હોગા." અને જુવાને ટુકમાં તેનો ઈતિહાસ બતાવી પુર્ણવિરામ મુક્યું. "સાધુકા સબકે લિયે સદા આશિર્વાદ હૈ. બસ સાદા ભજન કરો ઔર અચ્છે રહો. બાબાકે સાથ આતે રહેના યે ભૂમિ તપોભૂમિ હૈ. યહાં સદા ભગવાનકા ભજન હોતા હૈ. આકે ભજન કરના ઔર ભોજન કરકે આશીર્વાદ લેતે રહેના. સદા ખુશ રહેના. બેટે,પ્યાર સબ જગહ હોતા હૈ. હમારી પ્રવુત્તિ ઉનકો દુર કરતી હૈ. બસ ખુશ રહેના." અને સદા હસતા ચહેરા સાથે સાધુએ આશિર્વાદ આપ્યા. બંને ભગવાનના દર્શન કરી. ભોજન કરી, સાધુ મહારાજને નમન કરી ત્યાંથી વિદાય થયા.

જુવાન ખુબ નવાઈ પામ્યો. બાબાએ શરૂઆતમાં જુવાનને ઘણો સુખી કરી નાખ્યો. પણ એજ બાબાનું વલણ હવે થોડું બદલાયું જ્યારે તેઓ બાબાની વસ્તી તરફ જઈ રહ્યા હતા.

"જો જુવાન હવે આપણે અમારી વસ્તી તરફ જઈ રહ્યા છે. દસ પંદર ઝુંપડીયોમાં વહેચાયેલી અમારી વસ્તી જુદા જુદા પરિવારો સાથે આપસ આપસમાં સમજીને જીવન ચલાવે છે. જીવન થોડું કપરું છે અહીં પણ વસ્તીમાં સંપ  હોવાથી  ઝાઝી કોઈ તકલીફ નથી એવી આ વસ્તીનો હું ઉપરી છું. બધા મને માન આપે છે, તાત્કાલિક તો તું મારી સાથેજ રહીશ પછીની વાત પછી  પણ મારી સાથે તારી ઉમરની મારી દીકરી પણ રહે છે. તેનું નામ સુંદરી છે. મા નાની હતી ત્યારે જ એક બીમારીમાં તેને છોડીને પરલોક સિધાવી હતી. પણ વસ્તીએ તેને સંભાળી લીધી હતી. ખુબ હોશિયાર અને સુંદર હોવાથી તે પણ અહીંના છોકરાઓમાં ખુબ આગળ છે. પણ અમારી વસ્તીની ભાષા જુદી છે એટલે તારે હિન્દીનો સથવારો લેવો પડશે. સુંદરી મારા હિસાબે થોડું ગુજરાતી જાણે છે. પણ બીજા કોઈ જાણતા નથી. અને બાબા થોડુંક રોકાયા, ખિસ્સામાંથી બીડી કાઢી સળગાવીને તેનો કસ લીધો. જુવાને નોધ લીધી હતી કે બાબાએ જ્યારે સુંદરીનો પરિચય આપ્યો ત્યારે તેના ચહેરા સામે વધારે ઝાંકીને જોયું હતું. શું બાબાને પોતા વિષે કઈ સવાલ હશે કે દરેક બાપની આ એક ચેતન કરાવતી કોઈ રીત હશે. જે હોઈ તે પણ બાબા સજાગ જરૂર હતા. કેમકે જુવાન એક અજાણ હતો અને બાબાએ ટૂંકા પરિચયમાં તેને આશરો આપી દીધો હતો. સુંદરી થોડી તેજ મગજની હતી અને તે જોતા જુવાન હાલ પુરતો તો શાંત અને સરળ સ્વભાવનો હતો. પણ સ્થિતિ બદલાતા સ્વભાવ પણ તે રીતે બદલાશે કે કેમ એની કોને ખબર..હાલ પુરતો તે એક ખોવાયેલો અને બાબાની હેઠળ નવા રાહને પામવા કોશિશ કરતો જુવાન હતો.

બીડી પીવી છે?" અને બાબાના સવાલનો જવાબ દેતો તે બોલ્યો, "હું બીડી નથી પીતો, બીડી પીવી સારી નથી બાબા.."

"સારું છે, પણ અહીં તો કેટલીક સ્ત્રીઓ પણ ક્યારેક કસ મારી લેતી હોય છે. વસ્તી એવી છે. માને પીતી જોઈને દીકરી પીતી થઈ જાય છે, ભાઈ.."

"પણ સુંદરી તેનો બહુ વિરોધ કરે છે તેને નથી ગમતું. ઘણીવખત મને પણ ઝાટકી કાઢે છે. તેની મા પીતી હતી. ખબર નહિ પણ આદત પડી ગઈ છે. આમતો મને તેનાથી કોઈ તકલીફ નથી પણ ન પીવી જોઈએ. હવે હું વસ્તીનો વડો એટલે  ટેવ છૂટતી નથી ને કોઈને છોડવા કહેવાતું નથી,"જુવાન ઘડીક માટે વિચારતો થઈ ગયો કે તેજ મગજની છોકરી સાથે કેમનું રહેવાશે. બાબા કંઈ કાયમના થોડા હશે પણ ગમે એમ તેણે આ વિચાર ઉપર બહુ નાં વિચાર્યું અને પૂર્ણવિરામ મૂકી દીધું. પડશે તેવી દેવાશે જેવી તેની મનની સ્થિતિ બનાવી હતી એટલે આટલું બધું છૂટી ગયું તો એ શું એને હેરાન કરવાની હતી પણ તેને ખબર પડતી ન હતી કે બાબા સાથે સતત ખુશી પછી આ સુંદરીની વાત તેને કેમ હેરાન કરતી હતી અને તે વિચારોમાં અટવાતો જતો હતો. હજુ તો એ પાત્ર સામે આવ્યું પણ નથી પછી તેના માટે આ મન કેમ ચકડોળે ચઢતું હતું? આમને આમ તો બાબાને તે ભુલાવી દેશે. તે વિચારોમાં એટલો ઊંડો ઉતરી ગયો કે બાબાને ખભો પકડી હલાવવો પડ્યો.."ક્યાં ખોવાઈ ગયો ભાઈ, આટલી બધી ચર્ચા કરી પણ મેં તારું નામ ના પૂછ્યું.."

"મોહન, મારી ફોઈએ નામ પાડ્યું હતું. પણ ફોઈ વિષે પણ હવે ખબર નથી.." મોહન નામ સંભળાતા બાબા હસ્યા. મોહન જરૂર મોહિત કરે એવો યુવાન દેખાતો હતો. મોહન ઉંચી વસ્તીમાંથી આવ્યો હતો પણ આ વસ્તી પણ તેને માફક આવી જશે એવી તેમને ખાતરી હતી. સબંધો બંધાવા માટે અહીં પણ ઘણા પાત્રો છે જે તેને નિરાશ નહિ થવા દે અને સબંધ બાંધવા માટે દિલ સિવાય કોનો સહારો લઈ શકાય. વસ્તી કે વસ્તુની ઉંચ નીચથી જે સબંધો બંધાય તે ઊંચાઈ આવતા આસમાને હિલોળે અને નીચે જતા કદડભૂષ થઇ એવા પછડાઈ કે તેનું નામો નિશાન ન રહે. જ્યારે દિલથી જોડાતા સબંધોનો ઈતિહાસ જ કૈંક જુદો હોય છે. એ સબંધો કાયમ માટે સ્થાપિત થાય છે એટલે મોહનનું  દિલ જ્યારે બાબાની સાથે જોડાઈ ગયું ત્યારે તે જરૂર વસ્તીમાં ભળી જશે. જંગલની કેડી ઝાડીમાંથી પસાર થઈ ખુલ્લા મેદાન તરફ જઈ રહી હતી. દુર કઈ પાણીના ધોધ જેવો અવાજ સંભળાઈ રહ્યો હતો. હજુ વસ્તી દેખાતી ન હતી પણ મોહનને કુદરતી વાતાવરણ હવે વધારે ગમવા લાગ્યું હતું. દારૂની અસર તો ક્યારની વિસરાઈ ગઈ હતી બાટલી પણ ફેકી દીધી હતી. પણ પાણીનો અવાજ સંભળાતા હવે તરસ લાગવા માંડી હતી. એકાદ વખત તો બાબાને કહીને એ તરફ જવાનું  તેણે મન બનાવ્યું. પણ બાબા કાયમના જાણકાર હતા એટલે હવે વસ્તી નજીકમાં જ હશે એવું વિચારી તે કઈ બોલ્યો નહિ અને બાબાની પાછળ ચાલતો રહ્યો. જુવાન હતો એટલે લાંબુ લાંબુ ચાલવાનું તેને એટલું બધું હેરાન નહોતું કરતું પણ પાણીનો અવાજ સંભળાતા હવે તરસ પરેશાન કરતી હતી ગળું જાણે સુકાતું જતું હતું. જંગલથી જુદો પડતો આ ખુલ્લો વિસ્તાર ઘણો મોટો હતો. કેડી હવે વચ્ચે જવા માંડી હતી. હજુ વસ્તી દેખાતી ન હતી. બાબા ક્યારેક પાછું વાળીને જોઈ લેતા હતા પણ કઈ પૂછતા ન હતા. આજુબાજુ હવે કોઈ પશુ પક્ષી પણ દેખાતા ન હતાં. હરિયાળી ધરતી વચ્ચે કેડી ક્યારેક ઉંચી નીચી જમીન ઉપરથી પસાર થતી થોડુંક વધુ ચાલ્યા અને પાણીનું એક મોટું ઝરણું થોડી ઉંચાઈ ઉપરથી વહેતું હતું એનો અવાજ થતો હતો હવે તે દેખાવા લાગ્યું હતું. તરસ એટલી બધી  વધી ગઈ હતી કે તેણે બાબાને ફરજીયાત કહેવું પડ્યું,"બાબા ખુબ તરસ લાગી છે.."અને બાબા હસ્યા.

"પાણી તો સામે છે, પણ મોહન પાણી વગર પણ રહેતા શીખવું પડશે. કેમકે અહી જંગલમાં દુર દુર સુધી પાણી નહિ મળે. ગમે એમ પણ હવે આપણે અમારી વસ્તીથી ખુબ નજીક છીએ. પેલી નાની પહાડી વચ્ચે અમારી વસ્તી છે."

"કઈ વાંધો નહિ બાબા, થોડીવાર પછી,"પણ તેણે જોયું કે બાબાની આટલી ઉમર હોવા છતાં તેમને કોઈ તકલીફ દેખાતી ન હતી, નહીતો મને જે થાક લાગે તેના  કરતા તેમને વધારે લાગવો જોઈએ પણ ખબર નહિ તેને બહુ વિચારવું નહોતું કેમકે હવે અહીં તે પોતે એક અજાણ મુસાફર હતો અને હવે લગભગ બધું જ તેના માટે નવું હતું.

અંતે પહાડીના રસ્તે ચઢાણ શરુ થયું. થોડુક ચઢ્યા અને વસ્તીની ઝુંપડીયો દેખાવા માંડી. થોડાક આગળ વધ્યા એટલે વસ્તીના કુતરા ભસવા માંડ્યા. ચેતવણીના કોઈક પગલાં પ્રમાણે છોકરાઓનું એક ટોળું વસ્તીના પ્રવેશ પાસે ભેગું થતું દેખાતું હતું. બાબાએ મોહનને જણાવ્યું,"જો, હવે આપણે આવી ગયા. એક વસ્તુની કાળજી રાખજે કે સુંદરી થોડી તેજ છે, એટલે થોડું સાચવી લેજે. બાકી બીજું બધું પહોચી વળાશે.."

"અને એક બીજી વસ્તુ, હું એક બાપ છું એટલે કહું છું સુંદરી તેજ છે પણ પરખ થતા તે એક સારી દોસ્ત બનતા વાર નહિ લગાડે એ ન ભૂલતો.." અને હવે મોહનને ખબર પડી બાબા શું કહેવા માંગે છે. બહુ સીધી વાત હતી પણ દરેક બાપની માફક બાબા પણ જેટલું કહેવાય એટલું જ કહી શકતા હતા. મોહન દોસ્તીના અનુભવમાંથી પસાર થઈ ચુક્યો હતો એટલે અહીં શું થશે એતો પરિસ્થિતિ બતાવશે પણ હાલ તો બાબાનો ઉપકાર માની બાબાની વાત તે શાંતિથી માથે ચઢાવી રહ્યો હતો. મોહન જાણતો હતો નસીબ દરેક વખતે તેની સાથે રમત કરતુ હતું, પણ તે હારે તેવો ન હતો. છૂટી ગયેલી વસ્તી અને નવી જોડાતી વસ્તીની કેડી હવે થોડીક મિનીટોમાં પૂર્ણ થવાની હતી. નવી વસ્તીના આદરને માન આપી પ્રવેશ નક્કી હતો. બાબા આગળ હતા તે પાછળ ચાલી રહ્યો હતો. ચઢાણ  પૂરું થતા હવે નવા લોકો મળશે, નવા સબંધો જોડાશે. હવે બાબા રોકાતા ન હતા અને તેમના ચહેરો હવે એક ઉપરીની ઝાંખી કરાવતો હતો અને જંગલની કેડી વસ્તીમાં ભળી ગઈ. લોકોએ નીચા નમી બાબાનું અભિવાદન કર્યું અને નવા જુવાનને ટીકી ટીકીને જોવા માંડ્યા. પણ બાબાની પાછળ પાછળ મોહન ચાલતો રહ્યો એક બે વડીલ બાબાની સાથે જોડાયા. બધા લગભગ આદિવાસી પોશાકમાં હતા અને દરેકના માથા ઉપર બાંધેલી રીબનમાં પક્ષીયોના જુદા જુદા રંગના પીછા ખોસેલા હતા. નવો અનુભવ હતો, પણ વસ્તી ખુબજ તંદુરસ્ત દેખાતી હતી. સ્ત્રીઓ પણ આદિવાસી પોશાકમાં હતી, કોડીની માળા કે છીપલાની માળા અને કાનમાં પણ એવાજ લટકણીયા લટકતા હતા. યુવાન અજાણ હતો એટલે ફક્ત બાબાની પાછળ ચાલ્યો જતો હતો.  એક ફક્ત સુંદરીનું નામ બાબા તરફથી તેણે જાણ્યું હતું અને તે હિસાબે તેની નજર ક્યાંક યુવતીઓ પર અટકી  જતી હતી. પણ તે ગ્રુપમાં હસતી યુવતીઓએ એક યુવતીને ધક્કો માર્યો અને બધાની નજર તે તરફ ફેરવાઈ એટલે હાસ્યની એક ઝલક ટોળામાં પ્રસરી  ગઈ અને મોહન શરમાયો કેમકે બધા તેને ટાંકી  ટાંકીને જોતા હતા. હજુ તો પ્રવેશ કર્યો છે ને આવી દશા તો બધામાં કેમનું ભળાશે! આ ટોળું તેને ભાગાડશે તો નહીંને! મોહન વધુ ચિંતા કર્યા વગર બાબાની પાછળ પેલા બે વડીલ સાથે  ઘરમાં પ્રવેશ્યો. ત્યાં કોઈ સ્ત્રી પાત્ર ન હતું એટલે તેણે અનુમાન કર્યું યુવતીઓના ધક્કાનો ભોગ બનેલી યુવતી જરૂર સુંદરી હતી અને તે બનાવ તેના અનુસંધાનમાં હતો એટલે પરિસ્થિતિ હવે વધુ નાજુક થશે તે નક્કી હતું. નવું સ્થળ નવા માણસો અને નવા સ્થાનમાં પ્રવેશ કરતો મોહન, નાનું પ્રવેશ દ્વાર, નીચા નમીને ઝુપડીમાં પ્રવેશ, દોરીની ભરેલી ખાટલી પર બાબા સાથે પેલા બે વડીલોનું બેસવું. બીજો કોઈ ઓરડો નહિ અને પહેલો વિચાર આ સતત ખીજવાતી છોકરી સાથે એક જ રૂમમાં કેમનું રહેવાશે? ઝંઝાવાતી ક્યારેય મોહનને શાંત થવા નહિ દે. અત્યાર સુધી વડીલો સાથે સતત ચર્ચા કરતા બાબા તેમની ભાષામાં બોલતા હોવાથી કઈ ખબર પણ પડે નહિ કે શું વાત કરે છે અને બીજો વિચાર જ્યારે પેલું તોફાની ટોળું તેના ઉપર આક્રમણ કરશે ત્યારે કઈ ભાષા હશે અને આ છોકરી કે જેને ગુસ્સો આંખોના  કિનારે લાલ ઘૂમ થઈને બેઠો હોય તો અહી કેમનું શાંત રહેવાશે? પણ અકળાતા મોહનના મનને શાંત કરતો ત્રીજો વિચાર, જ્યાં હજુ આ સુંદરી નામનું પાત્ર સામે પણ આવ્યું નથી ને આટલું બધું વિચારવાનું, અત્યાર સુધી એકલો હતો અને હવે માયા પગ પેસારો કરતી હતી તો કરવા દો પડશે તેવી દેવાશે. મનમાં શું ચાલી રહ્યું છે તેની કોઈને ખબર ના પડે પણ. તેનું પ્રતિબિંબ જ્યારે ચહેરા ઉપર ઝીંકાય ત્યારે એ ચહેરો એક્સોને એક ટકા ચાડી ખાય જ. ચર્ચામાં રત થયેલા બાબાએ વચ્ચે સમય કાઢી મોહન તરફ જોયું, બાબા ઉપરી હતા એટલે અહીંના વસ્તીના સવાલોની આપલેમાં સતત વ્યસ્ત હતા. પણ મોહનનો તેમને ખ્યાલ હતો એટલે તે બોલ્યા,"કેવું લાગે છે બેટા, અહીં બધા આપણા જ છે એટલે બહુ ચિંતા ન કરતો ગરમા ગરમી થશે તે પણ મિત્રો વચ્ચેની જ હશે એટલે તે આવશે તો પણ ટકશે નહિ. તને બધા સાથે ભળતા વાર નહિ લાગે.."

મોહને બાબાની ચેતવણી માથે ચઢાવી. બાબાની નજર પડી ત્યારે ડોકું ધુણાવી હકાર ભણ્યો. પણ મન વિચારે ચઢ્યું બાબા વારેઘડી સુંદરીની વાત કરતા હતા. એટલે કોઈક હેતુ તો જરૂર હતો. કદાચ બાબા મોહનને સુંદરી માટે એક ભાવી સાથી તરીકે બિરદાવી એક મોટી જવાબદારી પૂરી કરવાનો તેમનો ઈરાદો હોય અથવા સુંદરી વસ્તીમાં એક વધારે પડતી ગુસ્સો કરનારી વ્યક્તિ હોય પણ બાબા મોહનને દરેક પગલાં ઉપર સાવધ જરૂર કરી રહ્યા હતા. એટલે આ વસ્તી મોહન માટે એક મોટી ચેલેન્જ હતી,પણ હવે સામનો કર્યા સિવાય કોઈ બીજો કોઈ રસ્તો ન હતો, કેમકે વસ્તીની તે ખુબ નજીક હતા,"જો બેટા, આ વસ્તીમાં તને ગુજરાતીમાં કોઈ સમજી નહિ શકે. સુંદરી મારા લીધે થોડું જાણે છે. વસ્તીને વસ્તીની ભાષા છે. એટલે વસ્તી તને હિન્દીમાં સમજી શકશે. સુંદરીની મદદથી વાંધો નહિ આવે.."

અને આ રીતે બાબા સુંદરીનું નામ મોહન સામે મુકતા રહ્યા,  થોડુંક ચાલ્યાને વળી પાછા ઉભા રહ્યા.

"આ વસ્તીમાં બેટા તું ક્યા સુધી રહીશ એતો ખબર નથી,પણ તું એક નવજવાન  છે અને સુંદરીની માફક તારી ઉમરનું મોટું ગ્રુપ અહી છે, હવે રોજ મળવાનું થશે. હું તો બહાર હોઈશ પણ સુંદરીને કહીશ  તે તને મદદ કરશે.."

"પણ બાબા મને તમારી સાથે લઈ જજોને હું તમને હેરાન નહિ કરું."

"મારી સાથે, જોખમો વચ્ચે મારું કામ છે અને હું તને ઘાયલ કરવા નથી માગતો. ઈજા થવાથી મોટી તકલીફ ઉભી થઈ જાય. તું જુવાન છે અને મને ખાતરી છે બે દિવસમાં તું મને ભૂલી જઈશ.."

"ના બાબા, એવું ન બને. પણ તમે કહેશો એમ કરીશ.."મોહને બાબાને ખાતરી આપી.

બાબાની વાત શાંતિથી સાંભળતો મોહન બોલ્યો,"બાબા હું બધાને પાણી આપું.." અને બાબા તરત બોલ્યા,"એની ચિંતા ન કર બેટા, અહી બધા ટેવાયેલા છે જાતે લઈ લેશે, અને હમણાં સુંદરી આવી સમજ.."

પેલા બે વડીલમાંથી એક વડીલ બોલ્યા,"ઝંઝાવાતી હૈ હમારી સુંદરી. કોણ જાને કોણ વિવાહ કરેગા ઉસ તોફાનસે, બચતે રહેના બેટે.."અને મોહન સમજ્યો કોઈને ગુજરાતી આવડતું ન હતું પણ પ્રેમની કોઈ ભાષા ન હોય તેમ બાબા સાથે સુંદરીની ટીખળ કરતા ત્રણેય ખુલ્લા મને હસતા હતા અને આમ સુંદરી આવી પણ પગ પછાડતી કંઈ બન્યું હોય તેમ બબડવા માંડી મોહન જોતો રહ્યો અને વડીલો તેની સામે મઝાક સાથે હસતા રહ્યા અને એજ મુદ્રામાં બાબા બોલ્યા  તેના જવાબમાં રાતી પીળી થતી આ છોકરીને મોહન જોઈ રહ્યો. વડીલોની હાજરીમાં હાથ ઊંચા નીચા કરતી ખીજ્વાતી છોકરી મોટે મોટેથી બોલી રહી હતી. ભાષામાં ખબર નહોતી પડતી પણ એક વડીલની આંગળી મોહન બાજુ પણ ચિંધાઈ અને તે ખુબ ખીજવાઈ. વડીલો અસરવિહીન હસતા રહ્યા શું તેમનું હસવાનું આ નાજુક છોકરીને હેરાન નહિ કરી મુકે? મોહનના દિલમાં આટલા બધા વચ્ચે તેને માટે લાગણી થઈ,પણ શું કરી શકાય.. તે એક અનજાણ મુસાફિર શું કરી શકે? તેમની ભાષા પણ ક્યારેક ક્યારેક તેના તરફ થતા ઈશારા એ જરૂર બતાવતા હતા કે જે કાઈ કહેવાય રહ્યું હતું અને આ તોફાન હતું તે તેને અનુલક્ષીને જરૂર હતું એટલે સુંદરીની આ સ્થિતિમાં તે પોતે જરૂર જવાબદાર હતો. બહુ દબાણ થતા મોહન શું કરવું સમજી ન શક્યો એટલે એને ખબર પણ પડી નહિ અને તે ઝુંપડીની બહાર ઘડીક વાર માટે જતો રહ્યો અને દ્રશ્યનો તખ્તો ફેરવાયો ઘડીક વાર માટે બધું શાંત થઈ ગયું અને બાબા ઉભા થઈ મોહનની પાછળ બહાર આવ્યા અને બાબાનો હાથ તેના ખભા પર છવાઈ ગયો.

"મોહન  અહીં કંઈ તને પરેશાની થાય તેવું નહિ બને. પણ હું પણ એક બાપ છું, આ બધી હસી મજાકમાં હું સુંદરીને સતત જોતો હતો.. અરે તેના દરેક ભાવનું નિરિક્ષણ કરતો હતો. તે એક યુવતી છે એટલે સહેલીયોની મજાકથી તે પરેશાન છે પણ તારા તરફ નારાજગી મને દેખાતી નથી. બેટા એક વાત કહી દઉં કે જો તને તેના તરફ કોઈ રૂચી હોય તો હું તેને એક સારા સબંધમાં ફેરવવા ઈચ્છું છું. કોઈ દબાણ નથી. મારી વસ્તીનો થોડો વિરોધ થશે પણ દીકરીને સારું સ્થાન મળતું હોય તો બધું સહન કરી લઈશ. હવે તારે નક્કી કરવાનું છે, હું એક તરફી નિર્ણય નહિ લઉં. પણ સુંદરીને પણ સ્પષ્ટ પૂછી લઈશ.

એટલે એટલું નક્કી થયું કે મોહન બાબા માટે ખુબજ અગત્યનો હતો.

“તારા માટે કોઈને સવાલ નથી, બસ બેટી બેટાઓની રમુજ કરવાની અહીંના વડીલોની ટેવ છે, એટલે ખીજવાતી સુંદરી શાને માટે ખીજવાઈ તે શોધવાનો અમારો પ્રયત્ન હતો. આ બધું અહી સામાન્ય છે. તને સમજવામાં તકલીફ પડશે પણ સમજાશે પછી તું પણ મજા લેતો થઇ જઈશ,”અને મોહન કંઈ ન બોલ્યો પણ બાબાની વાતનો સ્વીકાર કરી તે ફરીથી અંદર આવ્યો. પણ પછી બાબા સિવાય બધા તેને ટગર ટગર જોવા માંડ્યા. આખો દેખાવ બદલાઈ ગયો. તેણે નોધ લીધી કે અત્યાર સુધી નજર બચાવતી સુંદરીએ પણ તેના તરફ જોઈ લીધું. હવે તે ગુંચવાયો, મકેમકે પોતાના બહાર જવાથી બધાને સહન કરવું પડ્યું. તેનો સ્વભાવ કોઈને પરેશાન કરવાનો ન હતો એટલે તે હેરાન થઈ ગયો. તે માફી માંગે તે પણ વ્યાજબી ન હતું. સુંદરીના જોવાથી દિલે ઊંડાણમાં ડૂબકી જરૂર મારી લીધી, ખબર નહિ પણ કોણ જાણે કેમ તેને થોડું ગમ્યું. તે માટીની ઓટલા જેવી બેઠક ઉપર બેસી ગયો. પહેલી વખત તેને કોઈકે જોયો, નજર હતી. આંખો હોય એટલે બધું જોતીજ હોય પણ જ્યારે તેમાં લાગણી ભેળવાઈ ત્યારે તેની અસર અથડાતી અથડાતી દિલના ઉંડાણે હથોડા ઝીકે અને ધડકનો ત્યાંથી એવી ધબકે કે ત્યાંથી કઈ અસરો લઈ તેજ રીતે અથડાતી આંખોને સહારે વહેતી સાગરના મોજાની માફક કોઈકની દીવાલે અથડાઈ અને કદાચ પ્રેમનો જન્મ થાય. ખબર નથી પણ તે સમયે કોઈ, કોઈ મટીને પોતાનું બને. મોહનના બહાર નીકળી જવાથી પલ માટે તો સોપો છવાઈ ગયો. બાબાને યુવક ખુબજ માન આપતો હતો પણ સુંદરીના પ્રવેશ પછી સતત ચાલતી  ચર્ચામાં તેના તરફ સ્થિર થતા દરેકના ઈશારા  તેને મૂઢ બનાવતા ગયા. શું કરવું તે સૂઝ ન પડતા તે બહાર નીકળી ગયો. બાબાની બારીકાઈથી જોતી નજરમાં સુંદરીની છબી સમાઈ ગઈ. તેમની ભાષામાં થતી વાતોથી મોહનને ખબર નહોતી પડતી પણ તે જોઈ શકતો હતો. બધી ચર્ચા તેના તરફ ઢોળાતી હતી, સુંદરી ખુબ જ પરેશાન દેખાતી હતી અને વડીલો તેની વાતને હસી મજાકમાં બદલી તેને વધુ પરેશાન કરતા હતા. સુંદરી કોઈ ફરિયાદ કરતી હતી અને તેના અનુસંધાનમાં એક વડીલ ત્યાંથી બાબાના કહેવાથી બહાર ગયા. બહાર જતા આ વડીલ થોડા પરેશાન હોય તેવું મોહને અનુભવ્યું. થોડીવાર માટે કદાચ આમ એકદમ કરેલી નારાજગી તેને પસંદ ન આવી. પણ તે એક મુસાફર હતો બાબા સિવાય હજુ કોઈની સાથે તેનું અનુસંધાન ન હતું અને આ સુંદરીનો પ્રવેશ, તે પોતે કેટલો એકલો હતો! પોતાની વસ્તીમાં પણ પોતાના સ્વભાવને લીધે સમાજ છોડવો પડ્યો હતો. ત્યાં પણ તેને ચાહવાવાળા હતા. સબંધો તો બાંધવાજ પડેને નહિ તો જીવન એકલું કેમનું પસાર કરાય અને તેની કોઈ ઉંમર ન હતી. હવે વારેઘડી આવી ભૂલો કરીને હેરાન થવા કરતા શાંત થવાની જરૂર હતી. અહીં બધા નવા હતા. બાબાની પાછળ તે ખેંચાઈ આવ્યો હતો. રસ્તામાં બાબાની સહાયથી તો તે અહી સુધી આવ્યો છે, પછી આટલો ગુસ્સો સારો નહિ. જીવન રોકાવાનું નથી, ક્યારે ટુંકાશે તેની કોઈ ખબર નથી. પછી શા માટે નિશ્ચિત બનીને ન જીવવું. તેનું મન આવા કોઈ વિચારે થોડું શાંત પડ્યું. બહાર ગયેલા વડીલ થોડા સમયમાં એક યુવતી સાથે પ્રવેશ્યા અને બધાની નજર તે તરફ સ્થિર થઈ. સુંદરીથી થોડી નાની ઉમરની આ યુવતી બિલકુલ લાગણી વિહીન મુદ્રામાં હતી. વડીલો વચ્ચે તેને કોઈ મુંજાવા જેવું લાગતું ન હતું. તે સુંદરી બાજુ પણ ન ગઈ અને વડીલ સાથે જ એક ખાટ પર બધા બેઠા હતા ત્યાં બેસી ગઈ. પણ મોહને જોયું તો સુંદરીની નજર તેના તરફ હતી અને સુંદરી નારાજ દેખાતી હતી. મોહનને એવી સમજ હતી કે પોતે અહીની એક નવી વ્યક્તિ હતી અને તેના હિસાબે તો આ બધું થઈ રહ્યું હતું તો ક્યારેક આ યુવતી પણ તેના તરફ જોશે એટલે તે નજર બચાવવાનો પ્રયત્ન કરતો હતો. પણ એવું કશું બન્યું નહિ. યુવતીનો પ્રવેશ કોઈ ગુનેગાર નો પ્રવેશ નહોતો,પણ બાબા એક ઉપરી વડીલ હતા એટલે સમાધાન માટે આવી ક્યારેક જરૂરત પડે ત્યારે કોઈ પણ બાબાના બોલાવા પર આવી જતું અને તેમ આ યુવતી પણ આવી હતી. વસ્તી હતી, બધા એક બીજાના કુટુંબીજ હતા. પણ વસ્તી હોવાથી વ્યવસ્થા જળવાઈ તેના માટે આ બાબાની આગેવાની નીચે એક નાની વ્યવસ્થા હતી. વસ્તીના કોઈ પણ નાના મોટા પ્રશ્નોનું અહી નિરાકરણ થતું. યુવતીને સુંદરીની ફરિયાદે બોલાવવામાં આવી હતી. મિત્રો વચ્ચે આવી મજાક તો ઘણી વખત થતી પણ યુવતી  અને સુંદરીની નજરોમાં તફાવત એટલોજ હતો કે સુંદરી હજુ યુવતી ઉપર નારાજ હતી જયારે યુવતી ઉપર તેની કોઈ અસર ન હતી. જ્યારે આ યુવતી એ મોહન બાજુ ન જોયું ત્યારે મોહનને નવાઈ લાગી પણ બીજો પ્રશ્ન એવો હતો કે શા માટે બધાની નજર તમારી તરફ થાય. તે પોતે અહી નવો હતો અને સહુથી પહેરવેશ અને દેખાવમાં જુદો પડતો હતો,પણ તેથી સહુને તેની અસર થવી જોઈએ એવું કઈ  રીતે માની લેવાય. તે પોતે કદાચ એવું વિચારતો હોય પણ છેલ્લે તો તો એક સામાન્ય વ્યક્તિ હતો, પણ આવો ભાવ જ્યારે સરખી વ્યક્તિઓ ભેગી થાય ત્યારે કદાચ ઉત્પન્ન થતો હશે. ત્યારે કદાચ વ્યક્તિનું મન તેને પ્રભાવિત દેખાડવાનો પ્રયત્ન કરતુ હોય, ગમે એમ પણ આ બધું સામાન્ય છે. બાબાએ મોહનને સારો કહ્યો એટલે બધી વસ્તી તેમ માની લે તેવું કેવી રીતે કહેવાય. વડીલો માને પણ સરખી વ્યક્તિમાં તો ખેંચતાણ રહેવાની અને મોહન તેમાંથી બાકાત ન હતો, બાબાએ યુવતીને હસીને આવકારી અને યુવતીએ માથું નમાવી તેને માન આપ્યું. સાથે પ્રશ્ન આવ્યો.

બાબાએ પૂછ્યું,"બેટા, સુંદરી કહતી હૈ તુને ઉસે જોરકા ધક્કા દિયા. ઉસ બાતસે વો નારાજ હૈ. તો તેરી ક્યા રાય હૈ?"યુવતી હસી.

"બાબા હમ સહેલી હૈ, ઐસી હરકતે તો પહેલે ભી હુયી હૈ.. દીદી પહલે કભી નારાજ નહિ થી. દીદી પાસમેં થી તો મૈને ઉનસે મજાક કર લી ઔર ન હોત તો ભી ઐસા હોતા.અગર ફિર ભી દીદી નારાજ હૈ તો જરૂર કોઈ બાત હૈ. મુજે દીદીસે માફી માંગનેમે કોઈ હર્ઝા નહિ હૈ." અને યુવતીએ સુંદરી તરફ જોઈ સ્માઈલ કર્યું.

"દેખો બેટા, માફીકા કોઈ સવાલ નહિ હૈ, સુંદરી બેટી હૈ તો તુભી મેરી બેટી હૈ. લેકિન સમાધાન હોના જરૂરી હૈ. ઐસે દોનો બહેનો મેં અંતર પડ જાતા હૈ. તુમ છોટી હો તો બડી બહેન કા માન રખા કરો.."અને યુવતી ઉભી થઈ સુંદરી તરફ ગઈ. પણ સુંદરી ત્યાંથી ખસી ગઈ.

"દીદી અભીભી તું મુજસે નારાજ હૈ, મગર આયા હુઆ યુવાન અબ યહાંસે કહી જાનેવાલા નહિ હૈ યે તો સાફ દિખતા હૈ."અને યુવતી સુંદરીને વળગી પડી સુંદરી પક્કડ છોડાવતી બોલી,"યહી બાતસે મૈં તુજસે નારાજ હું. બાત બાતમેં મજાક કિયા કરતી હૈ.."અને આમ ધુંધવાયેલું વાતાવરણ  કૈંક કરતા શાંત પડ્યું. પછીતો ચાને ન્યાય આપતા વડીલોની આંખો ઠરી જ્યાં સુંદરીના ચહેરા ઉપર ઉપસેલી લાલીમાને યુવતી નાજુક આંગળીયોથી હેરાન કર્યા કરતી હતી. યુવાનને ચા આપવા જતી સુંદરી પાસેથી કપ લઈ લેતી યુવતીથી માંડ છલકાતી ગરમ ચાથી બચાવ કર્યો અને કપ આપી દીધો પણ એક હળવી ટપલી યુવતીના માથા  ઉપર આવી ગઈ અને યુવતી તોફાને ચડી.

યુવકને કપ આપતા બોલી,"યે લો ચાય ગરમ, ઔર કહેના મત ભૂલના કૈસી હૈ, જો સુંદરીને બનાયી હૈ.." અને સુંદરીના હોઠ બીડાયા, પણ વાતાવરણમાં હાસ્ય હતું. સુંદરીને નારાજગીમાં પણ સ્માઈલ કરવું પડ્યું. યુવતી જાણે ખરેખરો બદલો લઈ રહી હતી પણ યુવતીને જવાબ આપતા યુવાન બોલ્યો,"ક્યા નામ હૈ આપકા?"અને તોફાની યુવતી ભડકી. વડીલોની નજર યુવાન તરફ ઠરી અને સુંદરી પણ નવાઈ પામી પણ તેના ચહેરા ઉપર કોઈ અજાણી લાગણી હતી તેની તેને પણ ખબર ન હતી. યુવતીની તોફાની ચાલ વડીલોની હસીને હાસ્યમાં ફેરવતી ગઈ અને તોફાની જવાબ હતો"ચમેલી. હા જી ચમેલી, ખુસ્બુદાર ચમેલી, લેકિન .."વાક્ય પૂરું થતા પહેલા યુવક બોલ્યો,"હાં તો ચમેલી, યે ચા મીઠી હોગી યા કડવી, હમેં દોનો પસંદ હૈ ઔર વોહી જવાબ હૈ.."

"અચ્છી બાત હૈ, બાબા લીખ લેના..."અને હાથ ઊંચા નીચા કરતી ચમેલી સુંદરી પાસે ગઈ.

"જી મહારાની,આપને ભી સુન લિયા, સબ ચલેગા, મગર હમ ભી..." અને વાક્ય પૂરું થાય તે પહેલા સુંદરી હાથ પકડી તેને બહાર ઘસડી ગઈ જેમાં તેનો અવાજ હવામાં છૂટતો ગયો

"મગરકી બચ્ચી...." પરાણે ઘસડાતી ચમેલીને વડીલોના હવામાં ઊંચા થયેલા હાથ હાસ્યને ફરકાવી.

કોઈ સાચી મહોર મારતા ગયા. કોઈ નવી જોડીના સંચારની સ્થિતિ બની. બહાર ઘસડાતી ચમેલી જોર કરીને સુંદરીને વધારે તોફાન માટે ઝુંપડીમાં ખેચી ગઈ હોત પણ તે પણ જાણે બનતી  જોડીને તોડવા ઈચ્છતી ન હતી. બહાર બંને સહેલીયો તોફાન મસ્તીમાં ખોવાઈ અને અંદર સહુના ચાના  સબ્કારા નાં અવાજ સાથે મોહનનો સ્વીકાર થયો. મોહન હવે એક મુસાફર ન હતો, એક વસ્તીનો સહભાગી હતો જેનો બાબાના ચહેરા ઉપર સીધો સંકેત હતો. વિચારના ઊંડાણમાં ખોવાયેલો મોહન આવતી અનેક સમસ્યાના સમાધાન માટે તૈયાર હતો. બીજે દિવસે યુવાનોનું ગ્રુપ એક પર્વત ઉપર જવાનું હતું. જેને વડીલોની મંજુરી મળી ગઈ હતી. નિશાન હતું કીમતી પથ્થરની શોધ. પહેલા પણ આ યુવાનો ઘણા પથ્થર શોધી લાવ્યા હતા. દરેકને સારા પૈસા મળ્યા હતા. આ વખતે ગ્રુપમાં નવા સાથી મોહન સાથે સુંદરી અને ચમેલી પણ હતા. મોહન ગ્રુપમાં નવો હતો પરંતુ એકલો ન હતો હવે સુંદરી અને ચમેલીનો તેને સાથ હતો. બાબાને નવી દોસ્તીથી કોઈ ફરિયાદ ન હતી. મોહન બહુ ઝડપથી વસ્તી સાથે ભળી ગયો. હવે તે અનુભવી રહ્યો હતો સહુ તેને માનથી સ્વીકારતા હતા. તીર કામઠા અને ખોદવાનાના સાધનો સાથે સજ્જ થયેલું ગ્રુપ નક્કી થયા પ્રમાણે બીજે દિવસે બાબા અને વડીલોના આશીર્વાદ સાથે એક નવા સાહસ માટે વિદાય થયું. ચમેલીની સહાયથી મોહન સુંદરીની જોડીની નજીકાઈ વધી. ગ્રુપમાં ઘણા અનુભવી યુવાનો હતા એટલે કોઈ ભય ન હતો. પૂરી વસ્તી સાહસિક હતી. વસ્તીની નજીકાઈ કોઈ પણ ભયને પછાડવા માં સમર્થ હતી. પર્વત ઉપર સીધા ચઢાણ હતા ત્યારે મોહન પાછો પડતો પણ યુવાનોની સહાયથી કોઈ તકલીફ ન હતી. એક વખત તેને એક પથ્થરની ધાર ઈજા કરતી ગઈ. તેને લોહી નીકર્યું પણ સુંદરીએ તરત બાંધણીમાંથી ચિંદડી ચીરી બાંધી દીધી. પાછળ આવતા યુવાને તે પથ્થર જોયો અને ખોદી કાઢ્યો તે એક મોટો પીળો પથ્થર હતો જેની ધાર મોહનને ઈજા કરતી ગઈ. ગ્રુપમાં બધાએ જોયો તે એક કીમતી પથ્થર હતો. પેલા યુવાને મોહનને આપી દેવા નક્કી કર્યું કેમકે તેને ઈજા ન થઈ હોત તો કોઈને ખબર ન પડતે. પણ મોહને એનો સરાસર ઈનકાર કર્યો કેમકે તે બરાબર ન હતું અને તેનાથી તેને ખુબજ માન મળ્યું. સહુએ તેનો સ્વીકાર કરી વધાવ્યો અને બીજા ઘણા પથ્થરો મળ્યા ગ્રુપ એક નવા આનંદ સાથે સાંજ થતા ખુબ કમાઈ સાથે પાછું વર્યું. મોહનની ઈજા સિવાય બીજો કોઈ બનાવ ન બન્યો પણ તેથી સુંદરી ખુબ નજીક આવી. સુંદરીની ઝોળીમાં પણ ઘણા પથ્થર હતા. તે ખુબ ખુશ હતી અને ચમેલી તેની ખુબજ નજીકની સહેલી હતી તેની ખુબ સહાય અને ગ્રુપના સ્વીકાર સાથે વસ્તીએ મોહન સુંદરીની જોડીનો સ્વીકાર કર્યો. કુળની માતાની ટુંક પાસે વસ્તી એક વખત ભેગી થઈ અને મોહન સુંદરીને વિધિસર વિવાહિત કર્યા. બાબા અને વડીલોના આશીર્વાદ મળ્યા પણ ચમેલીનું તોફાન એવુંને એવું રહ્યું. તેને બનતી જોડીના અનુસંધાનમાં ચીસ પાડી અને મોટેથી હસી. વસ્તી ચમેલીને સારી રીતે જાણતી હતી. તે તોફાની પહેલેથી જ હતી.

"કોઈ તો બતાયે...."તેની ચીસ પર્વતની દીવાલોમાં અથડાઈ પાછી પડી.

તેનો કદાચ કહેવાનો અર્થ હશે કે,"કોઈ તો બતાયે કે અબ હમાર ક્યા હોગા.."

અથવા

"કોઈ તો બતાયે યે કૈસે હુઆ.."

જો પડઘાતી આ ચીસમાં દર્દ હોયતો સહેલી પણ મોહનમાં ઘેલી છે ને તેની ચીસ ઈર્ષ્યાની ક્રૂરતાનું પરિણામ છે તો જરૂર મોટું નુકશાન છે. એનો અર્થ "કોઈ તો બતાયે યે કયું હુઆ...!"

 

 

 

 

 

 


Rate this content
Log in