Mahendra Bhatt

Children Stories

3.0  

Mahendra Bhatt

Children Stories

કર્મિટની કઠણાઈ

કર્મિટની કઠણાઈ

2 mins
616





પપેટોની દુનિયામાં પણ પ્રેમના ઝરણાં ફૂટતા હોય છે આ ગ્રીન કલરના પપેટની આવી જ વાર્તા કયાંક ધબકારા લેતા લેતા શોકના કોઈ વાતાવરણમાં ખોવાઈ ગઇ છે, નિરાશાનો ભોગ બનીને ફ્રોગ પ્રેમી સોફા પર પડ્યો છે, નામ છે કર્મિટ ધ ફ્રોગ! પપેટોની દુનિયામાં તે મિસ પીગીના પ્રેમમાં ગળાડૂબ છે અને મિસ પિગીની કોઈ વાત કર્મિટ માટે નિરાશા જનક થઇ પડી, થયું એવું કે જયારે કુકી માસ્ટર કુકીનું એક પેકેટ મિસ પિગી સામે ધર્યું અને મિસ પીગીએ સ્માઈલ સાથે તેનો સ્વીકાર કર્યો અને એક કુકી લીધું, બાજુમાં ઉભેલા અરનીથી ન રહેવાયું અને તે ખડખડાટ હસી પડ્યો એટલે તેનો મિત્ર બર્ટ નવાઈ પામ્યો, તેણે પૂછી નાખ્યું,

“ શું છે એવું કે તું ખડખડાટ હસે છે? “ અને અરની હસતો રહ્યો એટલે બર્ટે મોટેથી બૂમ પાડી,

“ અરની ! “ અને હસતા હસતા તેણે મિસ પિગી તરફ ઈશારો કર્યો અને બોલ્યો ,

“બર્ટ ,મને લાગે કુકી માસ્ટરનું કુકી મીઠું લાગે છે.”અને બર્ટ આંખો ફાડીને અરની તરફ જોતો બોલ્યો,

“અરની, મિસ પિગી માટે ગમે તેમ બોલવું સારું નથી “ પણ અરનીના હસવામાં ઇજાફો થતા બર્ટ નિરાશ થયો પણ માઈકમાં બોલતો કર્મિટ અરની તરફ ધસી આવ્યો,તેણે અરનીને તેના વ્યવહાર માટે ચેતવ્યો પણ અરની હસતો રહ્યો અને પિગી તરફ ઈશારો કરતો બોલ્યો,

“ મિસ્ટર કર્મિટ કુકી મીઠું હોય છે,આદત પડી ગઈ તો મિસ પિગીને ખોવાનો વારો આવશે!“અને બેફામ હાસ્યને વહેતુ મૂકી અરની નીકળી ગયો અને કર્મિટ અને બર્ટ એકબીજાની સામે હાથ પહોળા કરી જોતા રહ્યા!

સોફા પર પડ્યો પડ્યો કર્મિટ હજુ અરનીના વ્યવહારને વિચારતો સમસ્યાની ગંભીરતાથી નિરાશ પડ્યો હતો.



Rate this content
Log in