STORYMIRROR

Kaushik Dave

Tragedy Children

4  

Kaushik Dave

Tragedy Children

અગાશીથી ઉત્તરાયણ

અગાશીથી ઉત્તરાયણ

1 min
306

અગાશીની પાળીએથી

કંઈક ખેલ ખેલાય !

કો'ક પ્રેમમય થાય

કો'ક પ્રેમભંગ થાય,


અગાશીની પાળીએથી

કંઈક રમત થાય !

સાવચેતી ના રાખે તો

એકનો એક લાડકવાયો જાય,


અગાશીની પાળીએથી

રંગત જામતી જાય

પતંગ ચડે આકાશમાં

લપેટ લપેટ થાય,


અગાશીની પાળીએથી

મનને પણ ઘુઘવાટ થાય

લાગણીઓ છંછેડાય તો

ખોટું પગલું ભરતો થાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy