Pinky Shah

Inspirational

3  

Pinky Shah

Inspirational

અભણ

અભણ

3 mins
14.1K


આશ્રમની જમીન વેચાઈ ગઈ. આશ્રમ ખાલી કરવાનો છે પંદર

દિવસ પછી. પોતે ક્યાં જશે એ વિચારે હિર વિચારમાં પડી ગઈ.

દરેક જગ્યા એ ફરીફરીને એણે કામ માંગવાની શરૂઆત કરી.

અહીં પણ કોઈ ઓળખાણનો શિરસ્તો હતો. એનું અનાથ હોવું અને અભણ હોવું એક કમનસીબી બની જતું. દરેક જગ્યા એ

પૂછવામાં આવતું કેટલું ભણેલા છો ! કોની ઓળખાણ આપશો ! ક્યાં રહો છો ! હિર શરમથી નીચા મોંએ ઉભી હતી. સૌ કોઈની ઉપેક્ષા ભરી નજરનો સામનો કરવાનું એના વસમાં નહોતું. આખી દુુનિયામાં સૌ કોઈને પોતપોતાના સ્વજનો નો સધિયારો હશે. એક હું જ કેમ અભાઞણ ! પોતાના નસીબને કોસતી હિર એના અનાથપણાને લઈ ને ખૂબ વ્યથિત રહેતી હતી .

જ્યારેથી સમજ આવી છે બસ હીજરાય કરે છે. ક્યારેક આખી રાત વિચારમાં મગ્ન રહી હિર. સવારે ઉઠીને સૌ પ્રથમ તે મંદિરે ગઈ. આંખો બંધ કરી એણે કહ્યું, "હે ‌પ્રભુ તારે શરણે આવી છું હું. હવે ડુબાવે કે તારવે મારી જીવનનૈયા કરી છે બસ તારે હવાલે. આંખો મીંચી તે બસ એમ જ મૌન ઉભી રહી. આશ્રમ પર પરત ફરી ને હિર ખૂબ ગમઞીન બની ગઈ. અા એ જગા હતી જયા તે બચપનથી લઈ આજ સુધી

જીવી હતી. અહીં ના કણકણ‌ માં‌‌ તેના જીવનની અમૂલ્ય યાદોં

વણાયેલી હતી. શું સમેટે અને શું સાથે લઈ જવું હિરને ગળે

ડૂમો આવ્યો. ખૂબ મોકળે મને એણે રડી લીધું. ઓરડામાં આવી ને સામાન બાંધવાની શરુઆત કરી

આજે આશ્રમ વાસી સહુ આવનારા વખતની ચિંતામાં વ્યગ્ર હતા. સહુ પોતપોતાના સામાનને પેક કરી મુખ્યખંડમાં આવ્યા. વકીલ સાહેબે સહુ સામે જોઈ કહ્યું, "આજે આ આશ્રમ ખાલી કરવાનો છે પણ. એક દાતા એ આ આશ્રમ ખરીદી લીધો છે. આજ પછી અહીં એ દાતા બધું સંભાળશે સન્નાટો છવાઈ ગયો. હવે એક વધુ અજાણ ભયે સૌના માનસપટ પર કબજો કર્યો. વકીલ સાહેબે ઉભા થઇ ગાડીમાં થી ઉતરી રહેલા બુઝુર્ગને દોરીને લાવ્યા. ઓહ એને જોઈ હિર વિચારી રહી. આ તો એ જ વ્યક્તિ છે જેને ત્યાં જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા ગયેલી.

"હું રાજીવ મહેતા. આ આશ્રમનો સંચાલક બની આપની સેવા કરવા આવ્યો છું. હિંર સામે જોઈ એમણે કહ્યું. સૌ કોઈ અવાચક થઈ ગયા. રાજીવજી એ આજે સૌઆશ્રમવાસીઓને નવું જીવન આપ્યું હતું. હિર સાચાઅર્થમાં આત્મનિર્ભર બની'તી. રાજીવ મહેતા આશ્રમ માટે મસિહા બનીને આવેલા હતા. હિરમાં રહેલા સત્વનેે કદાચ તે સમજી ગયા હતા. હિંરની જીંદગીનો નવોઅધ્યાય આજથી શરુ થઇ ચૂક્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational