Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

#DSK #DSK

Drama

3  

#DSK #DSK

Drama

અભિનંદન: એક પ્રેમકહાની-23

અભિનંદન: એક પ્રેમકહાની-23

4 mins
342


સાંજ પડતા અભિનંદન પોતાના ઘેર પહોંચ્યો..અભિનંદનના ચહેરા પરના હાવભાવ જોઈ અભિનંદનની મમ્મી હકીકત પામી ગયા.

એ હસીને બોલ્યા:"આવી ગયો બેટા" બસ,થાકી ગયો હશે તો ફ્રેશ થઈ જા; હું અને "આરોહી" જમવાનું ટેબલ પર ગોઠવીએ છીએ.

મારી મિતાલી કેમ નથી આવતી!! બેટા તેના વગર મારું ઘર સૂનું સૂનું લાગે છે. ત્યાં જ મિતાલી બોલી મમ્મીઆરોહી દોડી અને મિતાલી ના ગળે મળી અને ભાભી આજે તમારા વગર મને ગમતું જ નહોતું.મિતાલી બોલી કેમ એવું વળી શું થયું કે ભાભી ની જરૂર પડી? અનિતા બેન અભિનંદન ના મમ્મી બોલ્યા તું આવી છે ત્યારથી એને ક્યાં ક્યારેય તારા વગર ગમ્યું છે?

આરોહી બોલી બસ એમ જ. મમ્મી આજે આખો દિવસ કામ કરતા હતા તો હું ફ્રી હતી. સો નહોતું ગમતું.

અભિનંદન બોલ્યો તો તારે પણ મમ્મી ને કામ કરાવાય.અભિનંદન ના પપ્પા અનિલભાઈ બોલ્યા નાના મારે દીકરો એક છે એ કામ નહીં કરે.અભિનંદન બોલ્યો હા એ તમારો દીકરો અને હું તમારી દીકરી.અનિલભાઈ હસીને બોલ્યા હા તું મારી દીકરી છે એને તો મારે દેશની સેવા માટે તૈયાર કરવાની છે સર્વોચ્ચ સ્થાન પર બેસાડવાની છે મારી દીકરીને.પછી આરોહી બોલી પપ્પા અને એમાંય સૌથી પહેલા હું ભાઈની લેફ્ટ રાઈટ રહીશ.અભિનંદનના મમ્મી અનિતાબેન બોલ્યા કેમ મારા દીકરા તારું શું બગાડયું છે?ત્યારે આરોહી બોલી મમ્મી હું ભાઈને આદેશ આપીશ કે અગર એના ચહેરા પરથી સ્માઈલ ગાયબ થઈ તો હું તેને સસ્પેન્ડ કરી દઈશ. બધા હસવા લાગ્યા અને

મિતાલી બોલી સાચી વાત છે અને આ કામમાં હું તમારી જોડે હોઈશ સર. મિતાલી એ હસતા હસતા કહ્યું ત્યારે

આરોહી બોલી ઓકે.

અભિનંદન ના મમ્મી બોલ્યા મજાક-મસ્તી છોડો અને ફટાફટ જમી લો.

ત્યારે અનિલભાઈ બોલ્યા તને કેટલી બધી વખત કહ્યું છે કે જમવા માટે ફટાફટ ના બોલ.ત્યારે અનિતાબેન બોલ્યા જમવાનું તો ફટાફટ જ કેમ કે પછી કોઇ કામ આવી જતા મારો અભિનંદન જમતો જ નથી.

બધા ચુપચાપ શાંતિ થી જમવા લાગ્યા .


***

મિતાલી અને આરોહી રૂમમાં ગયા.

આરોહી બોલી ભાભી આજે શોર્ય મને મળવા માટે જીદ કરી.

મિતાલી બોલી તું એને ડ્યુટી કરવા દેજે. એ તો ઓલરેડી કેટલાય કામ પેન્ડિંગ છે. અને અભિનંદન બિલકુલ મૂડમાં નથી. આરોહી બોલી ભાભી પણ હું તેને મળવા નહિ જાઉં તો એ મારા જોડે નહીં બોલે.

મિતાલી બોલી થોડીવાર નારાજ રહેશો અને પછી બોલશે તું ચિંતા ના કર. પરંતુ કોઈ એવી હરકત નહી કરતી જેના કારણે અભિનંદન તારા પર ગુસ્સે થાય. હું શૌર્ય ને મળવાની વ્યવસ્થા કરી આપીશ પ્લીઝ થોડી મિનિટ. ૩૦ મિનિટ ઉપર એક સેકન્ડ પણ નહીં.આરોહી બોલી ઓકે ઓકે લવ યુ ભાભી.

***


અભિનંદન અને મિતાલી પોતાના રૂમમાં સુતા છે. મિતાલીનું માથું અભિનંદનની છાતી પર છે. અભિનંદનનો હાથ મિતાલી ના માથા પર છે. બીજો હાથ તેના ખભ્ભા પર છે.

અભિનંદન બોલ્યો મિતાલી મને કશું સમજાતું નથી. ત્યારે મિતાલી બોલી અભિનંદન તને શું નથી સમજાતું એ મને કહીશ?

અભિનંદન બોલ્યો આપણો મોટો દેશ છે. આટલા બધા લોકો છે. આટલી સંપત્તિ છે. આટલો સુંદર છે. તોય એક નાનું અમસ્તું પાકિસ્તાન આપણે કેટલું હેરાન કરી જાય છે. આપણા તરફથી કોઈ એક્શન લેવામાં નથી આવતા. મને સમજાતું નથી કે આવું શાને થાય છે?

"પથ્થર તરી જાય છે.


ને ફૂલડાં ડૂબી જાય છે. "મિતાલી બોલી અભિનંદન હાથીના કાનમાં અગર કીડી ચાલી જાય ને તો હાથી પણ ડાન્સ કરવા માટે મજબૂર બની જાય છે. બસ આવું થાય છે આપણા દેશ જોડે.

અભિનંદન બોલ્યો હા એ વાત સાચી છે તારી. પણ આપણો દેશ આટલી છૂટ આપે છે ત્યારે આવું થાય છે. મને એ સમજાતું નથી કે ભૂલ ક્યાં થાય છે? ભૂલ સૈનિકોમાં નથી, ઉપરના અધિકારીઓમાં છે. ભાઈ બાપા કરે છે.યા તો ફિર પોતે વેચાઈ ગયેલ છે. આપણા સૈનિકો રાતદિવસ એટલો પહેરો ભરે છે.પોતાનો જીવ જોખમમાં મૂકીને.

મિતાલી એક કીડી ને કે કબુતર ને પણ પાકિસ્તાન માંથી ભારતમાં હદપાર કરવી હોય ને તો સો વાર વિચારવુ પડે છે. જ્યારે આખા માણસો હદ પાર કરી જાય છે. આપણા સૈનિકોને ઘાયલ કરી જાય છે. અને તેમ છતાં કોઈ ઉપાય નથી.

આપણે સહન જ કરવાનું છે. દેશભક્તિના નારા ગાવાના છે.

સ્કૂલમાં નારા ગવડાવવામાં આવે છે.દેશ માટે લડશે કોણ?

અમે સૌ અમે સૌદેશ માટે મરશે કોણ?

અમે સૌ અમે સૌ તો આ રાજકારણીઓ શુ આખા સાકર કોળા જ ખાશે એમને? દેશ ભક્તિના ગીતો વગાડવાના છે. આપણા વડાપ્રધાન અને નીચેના અધિકારીઓએ નિર્ણયો જ કરવાના છે? સૈનિકોના મોતને માત્ર સૌને સલામ કરવાની છે.પણ સૌનીક સામે જોઈને ક્યારેય કોઈ નિર્ણય લીધો નથી.

મિતાલી બોલી અગર તારી દેશભક્તિની વાતો કરવી હોય તો હું રૂમની બહાર જતી રહીશ.

અભિનંદન બોલ્યો આઈ એમ સોરી મિતાલી.


મનમાં મિતાલી બોલી અભિનંદન મને માફ કરી દે છે તારા મનના વિચારોને હું સમજુ છું. હું માનું છું. હું પણ કહું છું કે ભૂલ સૈનિકોમાં નથી. ભૂલ મોટા અધિકારી અને આપણા નેતાઓ મા છે. પણ હું શું કરું?

હું તને દુઃખી નથી જોઈ શકતી. હું તને હેરાન થતો નથી જોઈ શકતી. તું આટલું બધુ વિચારે છે તો તારુ મગજ કેટલું બધું કામ કરે છે. ત્યારે તો આટલું વિચારી શકે છે. હું તારા વિચારોની ગતિને બદલી નાખવાની છુ. હું તમારા વિચારોની દિશાને બદલી નાખવાની છું. અભિનંદન.પણ હું પોતે મજબૂત મજબુર છું....હું તારા કર્મની આડે એવું તો મને દુઃખ થાય છે. અભિનંદન તને તો એ પણ નથી ખબર કે તારે મમ્મી છે પપ્પા છે તારાથી નાની બહેન છે ત્યારે પત્ની છે જેને તું અનહદ પ્રેમ કરે છે. તું દેશભરમાં એટલો બધો ખોવાઈ ગયો છે કે તને પાછો લાવવો મુશ્કેલ નહીં નામુમકીન છે, તે તારું જીવન સમર્પિત કરવા તૈયાર છે. પણ અભિનંદન તારા ત્યાંગને આપણા દેશના નેતા કે આપણા દેશના અધિકારીઓને નહીં જોઇ શકે.અરે એમને પોતાની નામના જોઈએ.પોતાને વોટ જોઈએ. પોતે જીતવા જોઈએ. 5વર્ષ સુધી જનતાને લૂંટી શકાય.


Rate this content
Log in

More gujarati story from #DSK #DSK

Similar gujarati story from Drama