અભાવ- ૩
અભાવ- ૩
આજે મારે એક કામસર બપોરે પાલડી જવાનું થયું હું રીક્ષાની રાહ જોતી ઉભી હતી અમારા સોસાયટીના નાકાં પાસે. આજે રવિવાર હોવાથી વાહનોની અવર જવર બહુંજ હતી. એક રીક્ષા આવીને મારી પાસે ઉભી રહી. 'બોલો મેમ ક્યાં જવું છે ?'
મેં કહ્યું કે 'પાલડી... પણ તું તો સાવ નાનો છે બેટા હજુ અઢાર વર્ષનો જ લાગે છે ? '
'હા મેમ હું બારમાં ધોરણમાં જ ભણું છું. આપ બેસી જાવ... આપે મને ઓળખ્યો લાગતો નથી.'
મેં કહ્યું 'ના બેટા'
તો કહે, 'મેમ મારુ નામ અક્ષય છે. હું જયભટ્ટ સરનો સ્ટુડન્ટ છું. આપ એમનાં વટવા વિસ્તારમાં આવેલા ક્લાસિસ માં આવ્યા હતા ને ? હું ત્યાંજ હતો લાસ્ટ બેન્ચ પર. તમારું ધ્યાન નહીં હોય મેમ. પણ મેં તમને ધ્યાનથી જોયેલા જયસર આપની ખૂબ જ રિસ્પેકટ કરતાં હતાં. અને આપ પણ જયસરને દિકરા જેવુંજ હેત રાખીને લાગણીની ભાવનાઓથી વાત કરતાં હતાં.
મેં કહ્યું 'ઓહો તો તું જય સરનો વિધાર્થી છે એમ ! સરસ. તો આ ભણવાનું છોડીને આ રીક્ષા કેમ ચલાવે છે ?'
'મેમ એ બહુ લાંબી વાત છે આપને સમય હોય તો મારી વાત કરુ ?' નહીં તો આપને જ્યાં જવું છે ત્યાં સુધીમાં હું મારી વાત કરીશ.'
બાકી ટૂંકમાં કહું તો જયસરનો હું ખુબ આભારી છુ. મને આ નવું જીવન આપવા બદલ. જેથી હું મારા પરિવારની લાગણીઓ સમજતો થયો અને મારી જવાબદારી પણ. તો ચલ મને પાલડી લઈ જા બેટા. અને મારે એક કલાકનું કામ છે તું રોકાઈ શકે તો હું વેટીગ ચાર્જ આપી દઈશ.'
'સારુ મેમ બેસી જાવો. આપના માટે જરૂર રોકાઈશ'
હું રીક્ષામાં બેઠી..
મેં કહ્યું કે 'બેટા જય સર શું કરે છે ? મજામાં છે ને ?'
'હા મેમ જયસર સદાય હસતા અને હસાવતાં હોય છે એ એમનાં ચેહરા પર દુઃખ ક્યાં દેખાવા દે છે ?
મેં કહ્યું 'સાચી વાત છે. બહું જ સ્વમાની અને સ્વાભિમાન છે જય. અને એટલે જ મને જયની ચિંતા હોય છે. જય માટે હું સતત દુવા કરું છું કે એ સદાય સુખી અને ખુશ રહે. હવે બોલ બેટા તું કેમ રીક્ષા ચલાવે છે ?'
'મેમ જયસર એકલું પુસ્તકનું જ્ઞાન નથી આપતાં. એ તો વ્યવહારિક જ્ઞાન પણ આપે છે અને સાચું અને સારું શિખવાડે છે. તમે હાજર હતાં અને તમે જોયું હતું ને કે જયસર બીજાને પણ કેવાં મદદરૂપ થાય છે. હું પણ મધ્યમ પરિવારનો છોકરો છું. મારા પિતા નોકરી કરીને આવીને રાત્રે બાર વાગ્યા સુધી રીક્ષા ચલાવે છે. મારી માતા સિલાઈ કામ કરે છે. અને મારી દીદી કોલેજમાં છે અને પાર્ટ ટાઈમ નોકરી કરે છે પરિવારને મદદરૂપ બનવા. હું ઘરમાં નાનો અને બધાનો લાડલો એટલે હું દરેક વસ્તુ માટે જીદ કરું અને માતા પિતા, અને દિદી કરકસર અને મહેનત કરી ને મારી નાની મોટી જીદ પૂરી કરે. પણ આને તો હું મારો હકક સમજીને માંગણી ઓ કરતોજ રહ્યો.
ઘરમાં રસોઈ બની હોય એમાં પણ આ શાક મને નથી ભાવતું અને આ મારી પસંદગીનું ખાવાનું નથી તો માતા મને બીજું બનાવી દે અને સવારે મેં ના ખાધું હોય એ મારી માતા રાત્રે ખાઈ લે. આમ હું મારી દુનિયામાંજ મસ્ત રહેતો ઘરમાં કેટલી તકલીફ છે. કેમ કરી રૂપિયા લાવે છે એ પ્રત્યે હું બેપરવા હતો અને ભાઈબંધની દેખાદેખી કંઈક ને કંઈક માંગણી ઓ કરતો રહેતો. ક્યારેક કપડાં તો ક્યારેક બર્થ-ડે નિમિત્તે દોસ્તોને નાસ્તો કરવાની જીદ કરી રૂપિયા માંગતો જ રહ્યો. પણ આ વખતે મેં મોટી જીદ લીધી...
વધું વાંચો બીજા ભાગમાં અને તમારા અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી.