આતશબાજી
આતશબાજી
દિવાળીનાં દિવસો નજીક આવી રહ્યા હતાં. ઘરમાં બધે જ ચહલ પહલ મચી ગઈ હતી. નાનકડા રીન્કુની મમ્મી અલગ અલગ વ્યંજનો બનાવવામાં મશગુલ થઈ ગઈ હતી. ઘરમાં નોકર ચાકર સાફસફાઈમાં વ્યસ્ત હતા. પણ નાનકડા રીન્કુ ને દિવાળીનો કોઈ જ ઉત્સાહ હતો નહીં. એનાં દાદાજી અને તેના પપ્પા તેને ફટાકડા અપાવવા બજારમાં લઈ ગયા પણ રિન્કુ એ ફટાકડાની ના પાડી દીધી.
આથી એનાં દાદાજી અને તેના પપ્પા ને નવાઈ લાગી કે દરવર્ષે આખો રૂમ ભરાઈ જાય તેટલા ફટાકડાં લેવડાવતો રીન્કુ આ વખતે કેમ ના પાડે છે. તેનું કારણ હતું રીન્કુનો મિત્ર પપ્પુ કે જેને રીન્કુ ગયા વર્ષે દિવાળીમાં જ બોમ્બ ફોડવાની બેદરકારીમાં ગુમાવી ચૂક્યો હતો. તેણે તેના પપ્પા ને કહ્યું કે જેટલા રૂપિયા તમે મને ફટાકડા અપાવવા માટે ખર્ચવાના હતા તે રૂપિયા તમે મને આપી દો, હું તેમાંથી બધા ગરીબ બાળકોને મીઠાઈ અને કપડાં વહેંચવા માગું છું.
