આત્મસંતોષ
આત્મસંતોષ


એક જંગલ હતું. ત્યાં અલગ-અલગ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. એકવાર એક ઝાડ પર કાગડો બેઠો હતો. તેને વિચાર્યું કે ભગવાને આ જગતમાં અલગ-અલગ પ્રકારના પક્ષીઓનું સર્જન કરે છે. તેમાં તેને લાગતું હતું કે ભગવાને તેને આ જગતમાં સૌથી વધુ કદરૂપી પક્ષી મને બનાવ્યું છે. ત્યારબાદ કોઈક સમયે તે સરોવરના કિનારે પાણી પીવા માટે ગયો હતો. ત્યાં તેને હંસને જોયો. તેણે વિચાર્યું કે હું ખૂબ જ કાળો છું અને હંસ આટલું સુંદર સફેદ દેખાડો છે એટલે કદાચ આ દુનિયામાં સૌથી સુંદર પક્ષી હંસ જ હશે. તેવું માની કાગડો હંસ પાસે ગયો.કાગડાએ હંસને પૂછ્યું કે "શું તમે આ દુનિયામાં સૌથી સુંદર પક્ષી છો ?"
હવે હંસ બોલ્યો ના હું પણ તારા જેવું જ વિચારતો હતો કે હું જ દુનિયાનું સૌથી સુંદર પક્ષી છું. જ્યાંસુધી મેં પોપટ નહોતો જોયો ત્યાંસુધી. પોપટ ને જોયા પછી મને લાગે છે કે પોપટ જ દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે. આ સાંભળી કાગડો પોપટ પાસે ગયો અને કહ્યું કે "શું તમે જ આ દુનિયામાં સૌથી સુંદર પક્ષી છો ?" કાગડાની વાત સાંભળીને પોપટે કહ્યું કે હું પણ પહેલા આ જ વિચારતો હતો કે દુનિયાનું સૌથી સુંદર
પક્ષી હું છું.પરંતુ જ્યારથી મેં મોરને જોયો છે ત્યારથી મને લાગે છે કે તે જ આ દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે.
ત્યારબાદ કાગડો મોર પાસે ગયો અને જોયું કે કેટલાક લોકો મોરને જોવા માટે આવે છે તે વિચારતો હતો કે સાચે જ ખૂબ જ મોર સુંદર પક્ષી છે. તેથી કાગડો મોર પાસે ગયો અને બોલ્યો કે "શું તમે દુનિયાની સૌથી સુંદર પક્ષી છો ?"
મોરે કાગડાની વાત સાંભળીને કહ્યું કે હું કાયમ એવું વિચારતો હતો કે હું દુનિયાનું સૌથી સુંદર પક્ષી છું. પરંતુ તેના કારણે જ કદાચ મને આ પાંજરામાં પૂરવામાં આવે છે. હું સાચે જ દુઃખી છું અને હવે ઈચ્છું છું કે હું પણ કાગડો હોત. તો આ ખુલ્લા આકાશમાં સ્વતંત્ર ઉડી શકતો હોત. મન થાય ત્યાં બેસી શકતો હોત. પણ તેમ થઈ શકે તેમ નથી. કારણ કેમ આ માણસોએ સુંદરતાને કેદ કરીને એક બંધ અભ્યારણમાં મૂકી દીધો છે.
આપણા જીવનમાં પણ કંઇક આવું જ છે આપણને એમ લાગે છે કે બીજા લોકો આપણા કરતાં વધુ ખુશ છે.સુખી છે. અને તેના કારણે આપણે પોતાની જાતે ખુશ થઇ શકતા નથી. શાંતિથી જીવન જીવી શકતા નથી.આપણા જોડે જે પણ હોય તેનાથી સંતોષ માનવો જોઈએ અને આનંદથી રહેવું જોઈએ.