આત્મસન્માન
આત્મસન્માન


આત્મસન્માન જ્યાં ના હોય ત્યાં બત્રીસ જાતનાં ભોજન મળે તો પણ એ ધૂળ બરાબર છે. જ્યાં તમારી ભાવનાની કદર ના હોય ત્યાં ભાવનાઓમાં વહી જવું એક મુર્ખામી છે. જે પ્રેમમાં તમારું આત્મસન્માન (સેલ્ફરિસ્પેક્ટ) ઘવાતું હોય, દરેક વખત આત્મસન્માનને ઠેસ પહોંચતી હોય તો બની શકે એટલી વહેલી તકે એ વ્યક્તિને છોડી દેવા. કેમ કે જે તમારું સન્માન નથી કરી શકતા અને તમારા ખુદના આત્મસન્માનને કચડવાની કોશિશ કરે છે એ તમને શું ધૂળ પ્રેમ કરવાના. અને એવા પ્રેમની કિંમત પણ શું ? જે પ્રેમનો મતલબ જ ના સમજે.
એટલે આવા ખોટા દેખાવ કરતાં પ્રેમને છોડવામાં જેટલી સ્ફૂર્તિ રાખશો એટલી આસાની રહશે. ભ્રમણામાંથી બહાર આવો નહીતર તમે પ્રેમપ્રેમ કરતા મરતાં રહેશો અને એકદિવસ એવો આવી જશે તમને ખુદ તમારાથી જ નફરત થવા લાગશે કે મેં કેવી વ્યક્તિને પ્રેમ કર્યો જે મારુ છે જ નહીં. આત્મસન્માન ગુમાવેલ વ્યક્તિ હતાશામાં ગરકાવ થઇ જાય છે અને ડિપ્રેશનનો શિકાર બની જાય છે. પ્રેમમાં સન્નમાન હોય છે, જ્યાં સન્માન નથી પરવાહ નથી ત્યાં પ્રેમ નથી ખાલી વહેમ છે. અને જરૂરિયાતનું એક માધ્યમ છે. તમે ઉપયોગી છો તો પ્રેમ નામનો વહેમ છે નહીં તો તમારા આત્મસન્માનને કચડી નાંખવામાં આવે છે. તમારી કિંમત ઝીરોથી વધુ કંઈ નથી.
સાચો પ્રેમ ક્યારેય આત્નમસન્માનને ઠેસ નથી પહોંચાડતો એ તમારી પરિસ્થિતિ અને સંજોગોને સમજે છે, જે તમને સાચો પ્રેમ કરે છે એ તમને કોઈ પણ સંજોગોમાં સમય અને સાથ આપે છે. અને તમારા શબ્દો અને તમારા આત્મસન્માનની પરવા કરે છે.