STORYMIRROR

Margi Patel

Horror Others

3  

Margi Patel

Horror Others

આત્મા ની દહેશત - 2

આત્મા ની દહેશત - 2

4 mins
715


રાજીવ આંખો બંધ કરી દે છે ને કોલેજના સમયમાં જતો રહે છે.

નીતા અને રાજીવ બન્ને કોલેજમાં સાથે ભણતા હતાં. સાથે ભણતા ભણતા રાજીવ અને નીતા બંન્ને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા. નીતા તો રાજીવ પર પોતાનો જીવ નોછાવર કરતી હતી. બંન્ને એકબીજાને એટલો પ્રેમ કરતાં કે એકબીજા વગર ના રહી શકે. પુરી કોલેજમાં બંન્ને પ્રેમી પંખીડા કરીને જ ઓળખતા.


રાજીવ અને નીતા ત્રણ વર્ષથી સાથે હતાં. બંન્ને એક બીજાને ખુબ જ પ્રેમ કરતાં. તેઓ લગ્ન કરવા માંગતા હતાં. પણ હજી તો એમણે પોતાનું કરિયર સેટ કરવાનું હતું. તેથી તેમને નક્કી કર્યું કે પહેલા કરિયર સેટ થઇ જાય પછી જ લગ્ન કરીશું. અને બંન્ને પોતાના કામમાં ખૂબ જ નિષ્ઠાથી કરતાં. બંન્ને એકબીજાને સમય વધારે નહોતા આપી શકતા પણ પ્રેમ તો અપાર કરતાં. ભગવાની કૃપા થી રાજીવનો ધંધો ખૂબ એવો સરસ જામી પણ ગયો. અને બીજી બાજુ નીતાને પણ સારી એવી જોબ મળી ગઈ. રાજીવ ધંધાને ધ્યાન વધારે આપતો છતાં નીતાને પ્રેમ પણ એવો જ કરતો.


દિવસો, મહિના વીતતા ગયા. રાજીવ તેના ધંધામાં વધારેને વધારે વ્યસ્ત રહેવા લાગ્યો. રાજીવ પણ થોડો થોડો બદલાઈ ગયો હતો. એવું નહોતું કે રાજીવ હવે નીતાને પ્રેમ નતો કરતો. પણ રાજીવના પ્રેમની પ્રામાણિકતા બદલાઈ ગઈ હતી. રાજીવ હવે નીતાની જોડે બીજી છોકરીઓને સાથે પણ સબંધ બાંધતો હતો. રાજીવ એક બાજુ નીતાને પ્રેમનો દાવો કરે અને બીજી બાજુ રાજીવ બીજી છોકરી સાથે પણ રહે. રાજીવને હવે નીતાના સહારાની જગ્યા એ બીજાનો સહારો શોધવા લાગ્યો. રોજ હોટલમાં જવા લાગ્યો. જાણે રાજીવ તો નીતાના પ્રેમને તો કઈ ગણકારોયજ ના.

પણ, રાજીવનું આવું ચાલે ક્યાં સુધી ? બસ એવામાં જ એકવાર નીતાને રાજીવની આ વાતની ખબર પડી ગઈ. નીતા અંદરથી તૂટી ગઈ. પણ રાજીવે બસ એકવાર માફી માંગી એટલામાં નીતા બધું જ ભૂલી રાજીવને માફ પણ કરી દીધો. દિવસો વીતતા ગયા. પણ રાજીવના સ્વભાવમાં કોઈ જ ફરક ના પડ્યો. રાજીવ હવે જેમ કપડાં બદલીયે તેમ છોકરીઓ બદલતો. નીતા તો રાજીવને ગાંડા ની જેમ પ્રેમ કરતી. એટલો પ્રેમ કે રાજીવ જે કહે એ જ માને. તને ખબર હોવા છતાં અંજાન બનીને જ રહે.


નીતા જયારે પણ રાજીવને લગ્નની વાત કરતો ત્યારે રાજીવ કોઈ બહાના હેઠળ લગ્નને ટાળી જ દે. નીતા રાજીવના આ અજીબ વર્તનને ઓળખી ના શકી. થોડા દિવસો ગયા. અને નીતાને જે હોટલમાં તેની દોસ્તના જોડે જમવા ગઈ હતી. ત્યાંજ રાજીવ કોઈ છોકરીને લઈને આવે છે. અને હોટલમાં રૂમ બુક કરાવી છે. અને એ નીતાની દોસ્ત દેખી જાય છે. અને નીતાને કહે છે.


નીતાને વિશ્વાસ નથી આવતો તેની દોસ્ત પર. તો નીતાની દોસ્ત નીતાને રાજીવે બુક કરાયેલા 204 નંબરના રૂમમાં લઇ જાય છે. અને ત્યારે પહોંચી ને નીતાના પગ નીચેથી જમીન ખસી જાય છે. નીતાની આંખો ફાટી જાય છે. જયારે રાજીવને અને એ છોકરીને નગ્ન દેખે છે ત્યારે. નીતા આ દેખીને કઈ જ બોલ્યા વગર આંખોમાં આંસુ લઈને ત્યાંથી જતી રહે છે. રાજીવ પણ ડઘાઈ જાય છે અને તે કપડાં પહેરીને નીતાની પાછળ દોડે છે

. પણ રાજીવને ઘરે પહોંચતા વાર લાગે છે. અને નીતા એ ચાકુ વડે પોતાનો જીવ લઇ લીધો હોય છે. અને બસ તેના રક્તથી તેની બાજુમાં ત્રણ જ શબ્દો લખ્યા હોય છે. "કેમ રાજીવ ?આઈ લવ યુ સો મચ." બસ આ જ ત્રણ શબ્દો લખ્યા હતાં.


બસ આ જ ત્રણ શબ્દો લખ્યા હતા. ના નીતા એ કોઈ સવાલ પૂછ્યો રાજીવને કે ના તેના પર ગુસ્સે થઇ. રાજીવને નીતા મારી ગઈ એ વાતનું દુઃખ તો હતું. એ પણ ખાલી બે અઠવાડિયા જેવું જ. રાજીવ ફરીથી તેની જિંદગી જીવવા લાગ્યો. તેને કોઈ જ ફરક પડ્યો જ ના હોય એવું થઇ ગયું. રાજીવ ત્રીજે અઠવાડિયા ફરીથી એ હોટલમાં ગયો. એ જ છોકરીને લઈને. ત્યાં બંન્ને ખૂબ પ્રેમથી સમય વિતાવતા હતાં. જયારે બંન્ને એ કપડાં ઉતાર્યાં અને બેજણ એક બીજામાં ખોવાઈ ગયા એટલામાં જ રાજીવ આંખ બંધ કરીને એ પ્રેમની અનુભૂતિ કરી જ રહ્યો હતો એટલામાં તેની નજર સામે નીતાના છેલ્લા લખેલા શબ્દો નજર આવે છે. અને તે પળોમાં ખલેલ પહોંચે છે.


એટલામાં જ રાજીવના કાનમાં અવાજ પડે છે. નીતાનો રાજીવ.. અને રાજીવ તેના ભૂતકાળમાંથી રાજીવ ચમકીને ઉઠી વાસ્તવિકત માં આવી જાય છે. રાજીવ ઉઠીને ખૂબ જ રડે છે. તેને પોતાની કરેલી ભૂલોનો હવે એહસાસ થાય છે. પણ હવે પ્રશ્ચાતાપનો સમય હાથમાંથી નીકળી જાય છે. રાજીવ ઉઠીને બાથરૂમમાં જાય છે. રાજીવ કાચમાં દેખીને પોતાનો ચહેરો ધોવે છે. રૂમાલથી લૂછતાં લૂછતાં રાજીવની નજર ફરીથી કાચ પર પડે છે. અને કાચ પર લખેલું વાંચીને ખૂબ જ રડે છે. અને બાથરૂમમાંથી દોડતો બહાર આવી આવી જાય છે.


હવે, તો દરેક દિવસ રાજીવ માટે નરક સમાન લાગવા લાગ્યો હતો. રોજ નીતા બસ તેની સાથે ને સાથે રહે. બાથરૂમમાં જાય તો બાથરૂમમાં આવે. ખાવા બેસે તો સામે ખાવા બેસે. ઊંઘવા જાય તો જે બાજુ તેનું પડખું હોય એ જ બાજુ રાજીવને નીતા દેખાય. રાજીવના ખભા ઉપર નીતા બેસેલી જ હોય. ઓફિસમાં પણ રાજીવની સાથે જ રહે. રાજીવ ગાંડો થઇ જાય એવું હતું. ભારે પાણીને પીવા જાય ત્યારે રક્ત બની જાય. શાંત વાતાવરણમાં પણ તેને નીતાનો રડવાનો જ અવાજ આવે. ટીવી દેખવા બેસે તો બસ ટીવીમાં દરેક ચેનલ પર બસ નીતાના લખેલા રક્ત થી છેલ્લા ત્રણ જ શબ્દો દેખાય.


રાજીવનું જીવન નીતાની આત્મા એ દહેશત બનાવી દીધું હતું. રાજીવ જયારે પણ બાથરૂમમાં જાય ત્યારે ત્યારે બસ તેની નજર કાચ પર લખેલા શબ્દો પર જ પડે. રાજીવ જેવું એ લખેલું વાંચે અને પાછળથી રાજીવને નીતાનો હસવાનો અને રડવાનો બંન્ને અવાજ એકસાથે આવે. અને રાજીવ કાન બંધ કરીને જોર જોરથી બૂમો પાડવા લાગે. કાચ પર લખેલું હતું કે,


"મેં તને વચન આપ્યું હતું ને કે હું તારો સાથ કદી નહીં છોડું, ખાતા, પીતા, ઊંઘતા, બેસતા, નહાતા. દરેક સમયે હું તારી સાથે જ રહીશ. તો જો હું આવી ગઈ. વચન નિભાવવા. જીવતા તો હું વચન ના નિભાવી શકી પણ મૃત્યુ પછી તો હું જરૂર નિભાવીશ.'

જો હું આવી ગઈ.... 

જોર જોરથી નીતાનો રડવાનો અવાજ અને હસવાનો અવાજ બંન્ને સાથે આવે છે...


Rate this content
Log in

Similar gujarati story from Horror