આત્મ વિશ્વાસ
આત્મ વિશ્વાસ


આકાશ ઓફિસમાં બેઠા બેઠા પોતાની પત્નીને ફોન કરીને કહ્યું કે 'ચાર દિવસ પછી મમ્મીને પેહલા શ્રાધ્ધમાં ભેળવવાના છે તો પૂજા કરાવવા ગોર મહારાજ અને કેટરીગવાળા નક્કી કરી લીધા છે. બસ તું બધાને આમંત્રણ આપવા મંડ.' પત્નીએ કહ્યું કે 'આકાશ મમ્મીને આવું બધું નહોતું ગમતું.' આકાશ કહે મારે સમાજ અને સગા વ્હાલાને બતાવી દેવું છે. તું આમંત્રણ આપવા મંડ આમ' કહી ફોન મુક્યો.
એટલામા પટાવાળો આવ્યો 'સાહેબ મને પચાસ હજારની જરૂર છે. કાલે મારા દિકરાની બેવ આંખનું ઓપરેશન છે માટે. આકાશ ના કહેવા જતો હતો પણ એની મમ્મી એની સામે આવી ઉભા. આકાશે પટાવાળા પાસેથી દવાખાનાનું એડ્રેસ લઈ લીધું.અને સવારે વહેલા પત્ની સાથે દવાખાને પહોંચી રૂપિયા ભરી દીધા અને બીજા પટાવાળાને હાથમાં આપ્યા કહ્યું કે 'આ પગારમાંથી નહીં કપાય, આ તો મારી મમ્મીને દિલની ભાવનાથી આપેલું સાચું શ્રાદ્ધ છે. આજ સાચો આત્મસંતોષ છે.'