Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Dina Vachharajani

Inspirational


4  

Dina Vachharajani

Inspirational


આથમતી ઉંમરે

આથમતી ઉંમરે

4 mins 24.6K 4 mins 24.6K

બે દિવસથી અમર -ઇરા ને ફોન લગાવવાની કોશિશ કરી રહ્યો હતો. સતત સ્વીચ ઓફ આવતો હતો. એકાદ વાર રીંગ ગઇ તો નો રીપ્લાય. ફોન જ બંધ હોવાથી મેસેજ તો ક્યાંથી ડીલીવર થાય. ? સુગંધી એની આ અકળામણ જોઇ રહી હતી. એમ તો એ બોલેલો કે " ફોન કરી ઇરા ના ખબર પૂછું છું. " પણ આ સતત સંપર્ક કરવાની કોશિષ --ઇરા હજી કીટી પાર્ટી વગેરે માં પણ નથી આવતી, એમ પોતે જણાવતાં અમરના કપાળમાં પડેલી ચિંતાની સળ વગેરે જોઇ સુગંધી ને થોડો ગુસ્સો તો આવ્યો . . પણ પછી કંઇક વિચારતાં એ બોલી " અમર, તું આજે તારી ઇવનીંગ વોક ને યોગામાં જવાનું કેન્સલ કરે તો આપણે ઇરા ને ઘરે જઇ આવીએ. એના પતિની પ્રાર્થના -સભા પછી આપણે મળ્યા જ નથી."

રિટાયર્ડ થયાં પછીની આ અમરની ખૂબ ગમતી પ્રવૃતિ હતી. સાંજે દરિયા કિનારે લટાર, ને પછી ત્યાં જ જામી ગયેલી મિત્ર -મંડળી સાથે વ્યવસ્થિત યોગાસનની કસરત, ને પછી દુનિયાભરનાં વિષયો પર ચર્ચા. સાંજના અઢી-ત્રણ કલાક આનંદ આનંદ થઇ જતો. સુગંધી એના સંગીત ક્લાસની પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય ત્યારે આ ઇવનીંગ ગ્રુપ જ એનું આનંદધામ બની જતું. ખેર. . . આ ઇરા. . . . અમરની જૂની ફ્રેંડ ને હવે ક્યારેક-કયારેક મળતાં ફેમીલી ફ્રેંડ. . . . . . એના પતિ નું થોડા સમય પહેલાં જ અવસાન થયેલું. અમેરિકા માં રહેતાં એના બંને દિકરા થોડા દિવસ માટે આવી ગયાં પણ એમના ગયા પછી ઇરા તદ્દન એકલી છે. એ સાંજે . . . . . .

અમર-સુગંધી એ ઇરાના ઘરની બેલ મારી. . ઇરાને પોતાની એકલતામાં ભંગ પડ્યો એ જાણે ઓછું ગમ્યું હોય એવું લાગ્યું. એની ઉદાસી ને દુ:ખ એના ચહેરા પર સ્પષ્ટ ઝલકતાં હતાં. વારંવાર છલકાતી આંખો એની મનોસ્થિતિની ચાડી ખાતી હતી. થોડીવાર બેસી બંનેએ એને પોતાને ઘરે આવવા, બહાર નીકળી બીજી પ્રવૃત્તિ શરૂ કરવા ખૂબ આગ્રહ કર્યો પણ એના મનમાં રચાયેલાં શૂન્યાવકાશ માં કંઇ પ્રવેશતું હોય એવું ન લાગ્યું.

અમરની એ રાત અજંપામાં જ વીતી. . . ઓહ! આ મૂરઝાયેલી ઇરા ! એની આ ઉદાસી દૂર કરવા હું શું કરું? એક સમય હતો જ્યારે એના એક હાસ્ય માટે પોતે જાન કુરબાન કરવા તૈયાર હતો ને ઇરા ને મન પણ અમર જ સર્વસ્વ હતો. નિયતિ એ બંનેને ભેગા તો ન થવા દીધાં પણ વર્ષો પછી પાછા એક ગામમાં આમને-સામને લાવી મૂક્યાં. પોતપોતાના સંસારમાં સુખી બંને એ ભૂતકાળ ને તો ઊંડે દાટી દીધેલો પણ એકબીજા માટે અનુભવેલી સાચી લાગણીની કુંપળો ક્યારેક કોળી ઉઠતી.

દિવાળીનો તહેવાર નજીક આવતો હતો. ચારેબાજુ ઉત્સવનું વાતાવરણ હતું. અમરના પેલા આનંદધામ ગ્રુપે દિવાળી પાર્ટીનું આયોજન કર્યુ હતું. અમરે આ દરમ્યાન ઇરા સાથે વાતચીતની કોશિષ કરેલી એને આ પાર્ટી માટે પણ આમંત્રણ આપ્યું. પણ દર વખતની જેમ પોતે કશે બહાર જવા નથી માંગતી કહી એણે વાત ટાળી દીધી. એની આ ઘેરાતી એકલતા ક્યાંક એને ડીપ્રેશનમાં ન ધકેલી દે!!! અમરને ચિંતા થતી. પાર્ટી ના થોડા દિવસ પહેલાં જ સુગંધી ને એક વિચાર આવ્યો ને અમરે એ વિચાર પોતાની સાંજના સાથીઓ સાથે શેયર કર્યો.

દિવાળીની રાતે મૃત્યુના ઓછાયાથી ઘેરાયેલા ઇરાના ઘરમાં જાણે જીવન પ્રવેશી રહ્યું હતું. અમર-ઇરા-ને અમરના સાંજના સાથીઓના અવાજથી ઇરાનું ઘર ગૂંજતું હતું. સૌ એ સાથે મળી ખૂબ વાતો કરી. ઇરા ને ગમતાં મહમદ રફીના ગીતો મન ભરીને સાંભળ્યા. અને પોતપોતાના ઘરેથી લાવેલી વાનગીઓની જ્યાફત માણી. અમરે પહેલી વાર ઇરાના અવાજમાં એક હળવાશ અનુભવી.

એક રાતે ઘરે આવતાં જ અમર સુગંધીને ભેટી પડતાં બોલ્યો " સુગંધી, તને સૂઝેલાં આઇડીયા એ કમાલ કરી. . !! ઇરા પોતાની એકલતામાંથી નીકળી આજે આનંદધામમાં આવી. . આજથી હવે એ રોજ સાંજે આવશે. . . " સુગંધી નો જવાબ હતો" હું ઇરા માટે તો ખુશ છું જ! પણ તારા માટે વધારે ખુશ છું . . . . . . . . . . "

"મારા માટે? કેમ સુગંધી?" કંઇક ઝંખવાતા અમર બોલ્યો. .

"માફ કરજે અમર. . . મેં તારી ડાયરી વાંચી છે. . ઇરા તારે માટે શું હતી, મને ખબર છે. . . "

"સુગંધી તો પણ?. . . . . . . "

અમરને આગળ બોલતો અટકાવી સુગંધી બોલી "હા અમર !!. . આ ઢળતી ઉંમરની લાગણી --- આથમતા સૂરજનાં કિરણો જેવી શાંત-સ્નિગ્ધ અને પવિત્ર જ હોય !. . આ વહેતી પવિત્રતા આડે બંધ ન બાંધવાનો હોય. . . એમાંથી તો આચમની લેવાની હોય. . . . . "

અમર સુગંધી સાથે ખુશ જ હતો પણ આજે - આથમતી ઉંમરે . . . . . એને લાગ્યું કે સુગંધીને મેળવી એ ધન્ય થઇ ગયો.


Rate this content
Log in

More gujarati story from Dina Vachharajani

Similar gujarati story from Inspirational