*આસો તેરશની માંડવી*
*આસો તેરશની માંડવી*


આજે આસો તેરશ છે. આજે વેરાઈ માતાની માંડવી ઘોડાસર અને ઈસનપુરમાં ભરાય છે અને મોટો મેળો ભરાય છે અને આખી રાત માતાજીના ગરબા ગવાય છે. આજે વેરાઈ માતા ને કાચી કેરી ચઢાવવામા આવે છે. કાચી કેરી ક્યાંથી મળશે એ વેરાઈ માતા પૂજારીને સ્વપ્નમાં બતાવે છે. અને એ જગ્યાએથી જ કાચી કેરી મળે છે અને એક બે નહીં લૂમખે લૂમખા કેરી ચઢાવવામા આવે છે. મોટા પાયે અહીં માનવ મહેરામણ ઉમટી પડે છે દર્શન કરવા. અમદાવાદના આ બે સ્થળે આ દિવસે ઘરે ઘરેથી બધા દર્શન કરવા નિકળે છે. ઈસનપુર ગામમાં તો સાંજે ઘરે ઘરે લાડુ બનાવવામાં આવે છે અને વેરાઈ માતા ને ધરાવીને પછી આગ્રહ કરીને ઘરે લઈ જઈને આવતા જતા માણસો ને જમાડવામાં આવે છે. ઘેર ઘેર દાળ,ભાત,શાક, લાડુ બને છે અને બીજા ને આગ્રહ કરી કરીને જમાડવામાં આવે છે. અહીં કોઈ એક કોમની વાત નથી સર્વ કોમના માણસો લાડુ બનાવી જમણવાર કરે છે. આ છે માતાજીના પરચા. અહીં અમીર ગરીબના કોઈ ભેદ ભાવ હોતા નથી. બધા એકમત થઈ આ માતાજીની માંડવીને રંગેચંગે વધાવે છે. આમ આજનો લ્હાવો લેવા સૌ કોઈ આવે છે અને માતાજીના દર્શન કરીને ધન્ય બને છે. આમ આજનો મહિમા જ અલગ છે.
બોલો વેરાઈ માતા કી જય.