આશિયાના
આશિયાના
"આશિયાના"
બગદાદનાં નવાબની હવેલીના આંગણામાં એક ચાંદીનું પિંજરું લટકતું હતું. તેમાં આઝાદ નામનો પોપટ રહેતો . દિવસભર પોપટ મીઠું, બોલતો રહે અને,ક્યારેક નવાબ ની બંદગીમાં સુર પુરાવતા માલિકનું રટણ પણ કરે.આઝાદ ને હાથ પગ હલાવ્યા વીના સમય સર , નિત નવું ખાવા નું હાજર મળે.પણ સાંજ પડતાં આકાશ માં મુક્ત વિહાર કરી માળા માં પાછા વળતા પંખી ને જોઈ આઝાદ શાંત થઈ જતો. જાણે સૂર્યાસ્ત સાથે એની બોલવાની ઇચ્છા પણ કેદ થઈ જાય.
તેની સામે નવાબની દીકરી અને તેની પાળેલી બિલ્લી મિકી ને ઘરમાં મુક્ત વિહાર કરતી જોઈ, તેનેય પાંખ ફેલાવી મુક્ત ઉડવાની આશા હતી. આમ હવે આઝાદને તેનું ચાંદીનું ચમકતું ઘર સદાય દજાડતું રહેતું. સદા મુક્ત વિહાર કરતા પંખી ને જોઈ આઝાદને મોડા મોડા તેનું આ
પિંજરું, તેને આશિયાના નહોતું લાગતું ,એ એનું કેદખાનું હતું. એ વાત એને બરાબર સમજાઈ ગઈ હતી. બગદાદ નાં નવાબને તો લાગે કે ચાંદી નાં પાંજરે અને સોનાની વાડકીઓ માં ખીર અને મેવા આરોગી રહેલ "આઝાદ" મારી સાથે ખુશ છે, હું એને દાણા આપું છું, પાણી આપું છું.”
પણ નાવબના પોપટને તો આકાશની આજાદી જોવી હતી. માત્ર સોના રૂપા નાં પાત્રમાં પીરસયેલ ચણ નહીં. રોજ દિશાઓ અને નવા સાથી,
વિચાર માં એક દિવસ, અચાનક, તે પાંજરા માં નીચે પડી ઝોકે ચડ્યો. નવાબની દીકરી ‘સુલતાના ’ એ જોયું કે આઝાદ શાંત છે, ચહકતો નથી. તેણે પિંજરું ખોલી નાખ્યું.
આઝાદ થોડો સમય નિષ્ક્રિય પડી રહ્યો. સુલતાના એ આંગળી કરી, પણ એને પાંખો ફફડાવી, પણ ઉડ્યો નહીં.કદાચ તે ઉડતા ભુલી હતી.
બિલ્લી એ ધીમેથી કહ્યું, “આઝાદ ડરે છે કેમ ? આકાશ તારું છે.” ઉડ મોકો રોજ આવતો નથી, પાંજરા બાહર બહાર છે. ઉડ તો જાણીશ.
આઝાદ "સબકા માલિક એક કરતા" ડોકી નમાવી મિકીનો આભાર માન્યો. તે પાંજરામાં થી બહાર આવી, આકાશમાં ઉડી ગયો. પહેલ વારકી ઉડાન નબળી હતી, પછી એ વાદળોમાં ભળતી ગઈ…
સુલતાના એ ગુસ્સાથી કહ્યું, “મિકી મારા આઝાદને ઉશકેરીને મૂર્ખાઈ કરી!”
મિકીએ સ્મિત સાથે જવાબ આપ્યો —રાજકુમારી સાહેબા
“, આઝાદ પાંજરે હતો ત્યારે તમારું જીવતું રમકડું હતું ,
હવે એ નવાબની તાબે નથી, પણ હવે એ મુક્ત જીવન જીવતો પોપટ છે.”
---
મિકીના બોલે, પાંખના પવને,
મન મુક્તિના માંડવે,
નવાબનો પોપટ ઉડ્યો ઉમંગે,
"આઝાદ" છે, તેના સ્વપ્નના આશિયાને.
વાંચન વિશેષ ~આશિયાના” (आशियाना) શબ્દ ઉર્દૂ અને પર્શિયન ભાષામાંથી આવ્યો છે.તેનો મૂળ અર્થ છે —
🕊️ ઘર, માળો અથવા વસવાટનું સ્થાન,ખાસ કરીને પંખીનું ઘર.
અથાર્ત —
આશિયાના એ ફક્ત ઘર નથી,
પણ એ સ્થાન છે જ્યાં કોઈ જીવને શાંતિ, સુરક્ષા અને પ્રેમનો અહેસાસ થાય.
