Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others Children

આરવ

આરવ

2 mins
165


આરવ ખૂબ નાનો હતો ત્યારથી તોફાની હતો. કોઈને મારવું વસ્તુ ઝૂંટવી લેવું, કોઈના નાસ્તામાં ધૂળ નાખવી, કોઈનામાં પણ ઝગડા કરવા. સ્કૂલેથી પણ ખૂબ ફરિયાદ આવતી. ક્લાસમાં બેસે જ નહિ અને ભણતા હોય એને પણ ના ભણવા દે. શિક્ષકો દરરોજ એની ફરિયાદ એના માતપિતાને કરે. કેમ કે ખૂબ ફરિયાદ આવે ક્યાં માતપિતા ને ગમે !

આરવ સુધરવાનું નામ નહોતો લેતો, એક દિવસ સ્કૂલેથી ફરિયાદ આવી અને એના પેરેન્ટસ પણ સ્કૂલે બોલાવ્યા. એકરેન્ટ્સ ને પણ બાળક ના આવા જિદ્દી સ્વભાવથી સંકોચ થતો હતો.

સ્કૂલે જાય છે ત્યાં એક ટીચર સાથે મુલાકાત થાય છે. ટીચર એક બાળકને ખૂબ સુંદર રીતે સમજાવી રહ્યા હતા. બાળક શાંતિથી બેસી એની વાતો સાંભળી રહ્યું હતું. જેમ કોઈ મેગનેટ જોઈ લોહ આકર્ષાઈ એવું આકર્ષણ શિક્ષકનું થયું આરવના પેરેન્ટસ ને, અને શિક્ષકની મુલાકાત લે છે અને આરવની જવાબદારી એ શિક્ષકને સોંપે છે. ત્યાં ટ્યુશન મોકલવાનું શરૂ કરે છે.

શિક્ષક આરવ પર વધારે ધ્યાન આપે છે. અને આરવના વખાણ કરે છે. કે તું કરી શકીશ ,તારામાં ખૂબ આવડત છે તું આગળ વધી ને કઈક બની શકીશ. ખૂબ સારી રીતે ઘણી બધી સમજણ આપે છે. અવનવી પ્રવૃત્તિ કરાવે છે. પ્રેમથી સમજાવે છે. અને ધીરે ધીરે એ ભણવામાં રસ લેવા લાગે છે. સાથે સાથે સ્કૂલની ઈતર પ્રવૃત્તિમાં હિસ્સો લઈ ઈનામ મેળવે છે શિક્ષક એની પ્રશંસા કરે છે અને આમ એક રખડું અને બેજવાબદાર આરવ હોશિયાર વિદ્યાર્થી બની જાય છે. 12માં ધોરણ નું રિઝલ્ટ આવે છે ત્યારે આરવ સ્કૂલ ફર્સ્ટ આવે છે. અને ઉતરોતર પ્રગતિ કરે છે. અત્યારે એ એક મોટો બિઝનેસમેન અને એક સમાજ સેવક છે.

એક શિક્ષકના હિસાબે એનું આખું જીવન બદલાઈ ગયું. યોગ્ય દિશા મળી ગાઈ. અને જીવન સફળ થયું. એનો શ્રેય એ બને પતિ પત્ની જે શિક્ષક છે એને જાય છે ખૂબ પ્રેમ અને ધીરજથી એક કથીરને સોનું બનાવ્યું. પહેલ પાડી એક સુંદર હીરો બનાવ્યો જે સમાજમાં ખૂબ ઝળકે છે.

શિક્ષક છે એ તો શિલ્પી છે એ પથ્થરમાંથી મુરત બનાવે છે. એ માળી છે જે છોડનું યોગ્ય જતન કરી વટવૃક્ષ બનાવે છે. શિક્ષક એ કુંભાર છે જે માટીના પિંડમાંથી યોગ્ય આકાર આપી સમાજ ને ઉપયોગી બની શકે એવા એન્જિનિયર ડોકટર, સમાજ સેવક, લેખક, કવિ અને નેતાઓ બનાવી શકે છે. ધન્ય છે આવા શિક્ષકોને જે કુમળા છોડને વટવૃક્ષ બનાવી સમાજને છાયડો આપે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational