*આરાધના સાતમું નોરતું*
*આરાધના સાતમું નોરતું*


આરાધનાનો આજે સાતમો દિવસ છે આજનો દિવસ નવપદની આરાધના માટે મહત્વનો દિવસ છે.
આજે સાતમું નોરતું શ્રી કાલરાત્રિ માતાજીનું છે.
" જેમનું રૂપ વિકરાળ છે. જેમનો આકાર અને શરીર શ્યામ કમળ સમાન છે. તથા ભયાનક અટ્ટહાસ્ય કરવાવાળી કાલરાત્રિ દુર્ગા દેવી સૌનું મંગલ પ્રદાન કરો "
આજનો દિવસ છે સાચી શ્રદ્ધા નો. જો શ્રધ્ધા જ ના હોય તો નવરાત્રીના ઉપવાસ અને આરાધના કંઈ કામના નથી. જો માતાજી માટે સાચા દિલની ભાવનાથી શ્રધ્ધા હોય તો કપાળમાં લાલ તિલક કે ગળામાં માળા પહેરવાની જરૂર જ ના રહે.. શ્રધ્ધા પણ જ્ઞાનોપેત હોવી જરૂરી છે કારણ કે ખાલી ખોટી શ્રધ્ધા ક્યારેય નબળી પડીને નંદવાઈ જાય છે. જ્યારે સમજણભરી શ્રધ્ધા વધુ ને વધુ પ્રગાઢ થતી જાય છે માટે જ આત્મામાં રહેલા પરમાત્મા અને શક્તિ ને ઓળખો.... જાતને જાણો... જગતને ઓળખો.... અમૃત બનીને શ્રધ્ધા જ્યારે અંતરની અવની પર વરસે છે અનારાધાર ત્યારે પછી મનના તાપ શમી જાય છે. વાસનાઓના મેલ ધોવાઈ જાય છે. કામનાઓની બળતરા શાંત પડી જાય છે. માટે જ શ્રધ્ધા ને ઉજાગર કરો અને આ ભવસાગર તરી જાવ. શ્રધ્ધા રાખી આરાધના કરી ભગવદ્ શક્તિ મેળવો. શ્રધ્ધા રાખી દરરોજ સ્વાધ્યાય કરવા પ્રતિજ્ઞા કે સંકલ્પ કરો. જેમ તનને તંદુરસ્ત રાખવા માટે ખોરાક જરૂરી છે તેમ મનને મસ્ત રાખવા શ્રધ્ધા સહિતની ભક્તિ જરૂરી છે.