Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

આપણે બે -સંબંધો લાગણીનાં

આપણે બે -સંબંધો લાગણીનાં

1 min
207


'હાશ. . . બેબીના લગ્ન પતી ગયા. 'પતિદેવ બોલ્યા.

'હા આપણી બંને બેબીના લગ્ન થઈ ગયા. બે વર્ષ પહેલાં મોટીના લગ્ન કર્યા. ને અત્યારે નાનીના. '

'હવે ઘરમાં આપણે બે રહ્યા. બે દિવસમાં મોટીબેન જતા રહેવાના છે. પછી આપણે બે. '

'હા,પણ મને દીકરીઓ વગર ગમશે ?'

'મને પણ ગમવાનું નથી. પણ સમાજમાં રહીએ છીએ અને દીકરીઓને યોગ્ય ઉંમરે વિદાય કરવી પડે. '

'હા. . મને તો ગમવાનું નથી. તમારે તો ઠીક. તમારી નોકરીના પણ ત્રણ વર્ષ જ રહ્યા. તમારો તો સમય પસાર થશે. પણ મારું શું ! રસોડામાંથી પણ ભૂલથી બૂમ પડી જવાની છે નાની અહીં આવ. '

' તું ચિંતા ના કર. તને હું મદદ કરીશ. તું બૂમ પાડીશ તો તરતજ આવીશ. '

'હા. . કામની મને ચિંતા નથી. પણ દીકરીઓ તો વારંવાર યાદ આવે. '

' તું એમ માને છે કે હવે ઘરમાં આપણે બે. પણ આપણી સાથે ઈશ્વર છે. દીકરીઓની યાદો છે ને પ્રસંગોપાત ઘરમાં આવશે જ. દીકરીઓ તો ફોન કરવાના છે. '

'હા. . પણ લાગણીના સંબંધો ભૂલી શકાય એમ નથી. તમે સાચું કહો છો કે આપણે બે નથી. પણ આપણે સાથે જ છીએ.

સાથે છીએ આપણે

આપણે બે એકલાં નથી

લાગણીના સંબંધો સાથે

આપણે છીએ સાથે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational