આપણાને ક્યો ગ્રહ નડે છે
આપણાને ક્યો ગ્રહ નડે છે


આપણે કેટલા નિખાલસ છીએ ? કોઈ એવી વ્યક્તિ હશે આપણા જીવનમાં કે, જેના પ્રત્યે આપણને પૂર્વગ્રહ ના હોય ? બીજા બધા ગ્રહોની વાત જવા દો એ તો બહુ દૂર છે, પણ આપણે તો એક એવા ગ્રહની વાત કરવી છે જેનાથી કોઈ બચી શક્યું નથી.
આપણે બધા જ પરેશાન છીએ અને એ છે પૂર્વગ્રહ ! જાત જાતના અને ભાત ભાતના પૂર્વગ્રહની પીડા લઈને આપણે જીવીએ છીએ. ટેકનોલોજી અને ઉપગ્રહોના યુગમાં જીવતા આપણે પૂર્વગ્રહ છોડી શકતા નથી. ભારતના ઉપગ્રહને અમેરિકા પોતાને ત્યાંથી છોડવા તૈયાર છે પણ ભારત પ્રત્યેના પૂર્વગ્રહને છોડવા એ તૈયાર નથી. ઉપગ્રહ છોડતા પહેલા પૂર્વગ્રહ છોડો. પૂર્વગ્રહની પીડામાંથી મુક્ત થવા માટે પ્રેમના મંત્રનો જાપ કરો. બીજાની ભાવનાના ભાવ સમજો. નિર્મળ અને નિસ્વાર્થ નેહની આડે જો કોઈ પડદો હોય તો તે છે પૂર્વગ્રહ.
રાહુ, કેતુ, શનિ, મંગળ કે ગુરુ જેવા ગ્રહો માટે તો ઘણા ઉપાય કર્યા રૂપિયા ખર્ચ કર્યા અને જાપ કરાવ્યા, પણ આ પૂર્વગ્રહથી મુક્ત બનવા કંઈ વિચાર્યું છે ક્યારેય !