આનંદ લેખ
આનંદ લેખ
આપણી પાસે કોઈ વસ્તુ કે ચીજ હોય એને જરૂરિયાતમંદને વહેંચી જોજો એક અનેરો આનંદ મળશે... આપ્યાનો જે આનંદ મળે છે એ મોંઘી અને કિંમતી ચીજવસ્તુઓ કે મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં જમવાથી પણ નથી મળતી...
તમારી પાસે કંઈક છે?
મનગમતું કંઈક છે?
પણ તમારા કામનું નથી કોઈ ઉપયોગી નથી... બસ ખાલી કોઈની યાદમાં સંભારણા રૂપે રાખ્યું છે. તો આપો આંખ મીંચીને ! દો કોઈ જરૂરિયાતમંદને દિલ ખોલીને !
માટે જ આપવાનો આનંદ જ કંઇક ઓર છે.. દેવાની મજા માણવા જેવી છે.. તમે ગુલાબની પાંદડીઓને તો જોઈ જ હશે? જો તમે એને હથેળીમાં બંધ કરી દેશો તો કરમાઈ જશે.... ! એ કૂણી કૂણી પાંદડીઓ ચીમળાઈ જશે... ! મુરઝાઈ જશે... ! પણ જો તમે એને ખુલ્લી હથેળીમાં રાખશો તો એની ફોરમતી સુવાસ તમને, તમારી આસપાસના વાતાવરણને તરબતર બનાવી દેશે... માટે જ ખાડા ખાબોચિયા જેવા બંધિયાર ના બનો ! મન મુકીને વરસતા વાદળ જેવા બનો.. !
આપ્યાનો અનેરો આનંદ માણો અને મનની શાંતિ મેળવો.