આંખે
આંખે
"દીકરા શું જુએ?"
રોજ સાંજે જમીને પૂર્વ અને તેનો પરીવાર સાથે ટીવી જોવા બેસે અને તેના દાદાજી તેની બાજુમાં બેસે. મહાભારતના સંજય અને ધૂતરાષ્ટ્ર જેવી એ દાદા પૌત્રની જોડી. જેવી રીતે કુરુક્ષેત્રના મેદાનનું અઢારે અઢાર દિવસનું યુદ્ધનું શબ્દસહ વર્ણન સંજયે ધૂતરાષ્ટ્ર સમક્ષ રજુ કર્યું, તેવી રીતે પૂર્વ તેના દાદાજીને ટીવીમાં આવતું ચલચિત્ર વર્ણન કરતો.
"દાદાજી, મૂવી આવે ચાલો સાથે જોઈએ."
"હમમ"દાદાજીએ પોતાની લાકડી સાઈડમાં મુકી જવાબ આપ્યો.
"દાદાજી, આંખે મૂવી છે, સરસ લવ સ્ટોરી છે. તેમાં હીરો અંધ છે અને હિરોઈન તેનો સહારો બની મદદ કરે છે . અંતે તેને આંખો આપી પોતે અંધત્વ સ્વીકારે છે."
"સરસ મૂવી છે. ચાલ રૂમમાં મુકી જા હવે હું સુઈ જાઉં."દાદાજીએ કહ્યું.
પૂર્વ પોતાના દાદાજીને રૂમમાં મુકી આવ્યો અને ફરી ટીવી જોવા બેસી ગયો. તેના મમ્મીને પૂછતાં પૂર્વએ કહ્યું,
"શું મમ્મી,અસલ જિંદગીમાં આવું કંઈ બને, એ પણ આજના સમયમાં હું નથી માનતો ?"
હજુ પૂર્વ પોતાની વાત વધુ કરે એ પેહલા જ તેની અધુરી વાતે રોકી તેના મમ્મીએ કહ્યું,"પૂર્વ, કોઈ પ્રેમી પંખીડા આવું કરે તેની ખબર નહિ પરંતું, હા એક બાપ તેના દીકરાને આ ઉજાસ ભરેલી દુનિયા દેખાડવા અંધકાર જરૂર પસંદ કરે.
