આંધરાનું રહસ્ય
આંધરાનું રહસ્ય
નથુ આજે મુંજવણમાં હતો.
સાત દીકરીઓના દીધા પછી આઠમી વાર પણ ભગવાન તેને અન્યાય કરી રહયા હતા તેવી લાગણી સાથે ઝુંપડી બહાર બીડીના ગોટા અને ગોટા ઉડાવતો હતો.
"ભાઇ નથું , તું દીકરાની લાલચ મુકી દે."
"હા, પ્રેમાં જે ભગવાન કરે સાચું."
"પણ, જીવવું કેવી રીતે−સાત પછી આઠમી છોડી ને ઉછેરીશ કેમ ?"
"વાત તારી સાચી પણ શું થાય ?"
આખુ દ્યર મુંજવણમાં હતું. નવ બાળકીની માતા ડરેલી હતી. ખબર નઇ દ્યરડી સાસ અને નાથો હવે તેની સાથે શું વ્યવહાર કરશે અને આ બાળકીનું શું થશે ?
‘‘ભગવાન, તે આટલી રાહ જોવડાવી અમે તારી માનતાઓ રાખી, ઉપવાસ કર્યા, સાત લક્ષમી આપવા છતા તે આમારૂ મોં ના જોયું’’.− ખાટલામાં પડી પડી મણીની આંખ જળજળી થઇ ગઇ.
નાથો, મણી અને એના બા આ ઝુંંપડીમાં રહેતા. સાત દીકરીઓ સાથે. એક અઠવાડીયું થઇ ગયું. નાથો કે દુધીબા (નાથા ના બા) નવજાતને જોવા કે લાડ લડાવવા ઝુંપડીની અંદર ફરકયા ન હોતા. મણીને ખયાલ આવી ગયો કે મારી સાત દીકરીઓની જેમ આને પણ જીવતી મારવાનાં કવતારાં દ્યડાઇ રહયા હશે.
‘‘હું આ વખતે પણ આવું નહીં થવા દઉ, હે ભોળાનાથ કાંક રસ્તો બતાવ.’ મણી વલોપાત કરતી કરતી સુઇ ગઇ.
આજે સુતા રહેવું મણી માટે અદ્યરૂં હતું. બાજુમાં બાળકીના માથે હાથ ફેરવ્યો. બહાર નીકળી ને જોવું નાં સાસુ અને નાથો દ્યસદ્યસાટ ઊંધતા હતાં કોઇ પણ જાતની બહાર દરકાર વગર. નીચે લીપેલી જમીન પર પોતાની સાત દીકરીઓ અને શું થયું મણીને કે નવજાતને બાથમાં લઇ એ ઝુંપડીમાંથી નીકળી પડી.કયાં જાય છે ખબર નહી.
વહેલી સવારે વાલો ગામમાં જલેબી વહેચતો હતો. ચૈદ ચૈદ વરાહ પછી ઉપરવાળા એ વાલા અને નંદુ પરના વાજીયાપણાં મહેર કરી. આઠમાં અધુરા મહીને પણ તંદુરસ્ત,ચાંદ જેવી દીકરી નંદુને અવતરી હતી. વાલા અને નંદુ ને તો લક્ષ્મીજી એ આશીર્વાદ આપયા હોઇ એટલા ખુશ હતા.
આ બાજુ નાથો અને દુધીબા ખુશ હતા કે કોઇની જાણ બહાર સવારે ચાર વાગ્યે એમણે એમનું કાવતરૂ પુરુ કર્યુ. મણી એટલી ખુશ હતી કે દુધપિતિ દીકરી પહેલાથી અધૂરા મહીને મરેલી જન્મી હતી. જેને સમાજ મરેલી ગણે છે અને નાથોને દુધીબા મનમાં ખુશ થાય છે એ તો એની નજર સામે લાડ કોડથી ઉછેરી રહી છે.
આ અધારાનું અંધારૂ રહસ્ય બસ મણી જાણે, વાલો જાણે અને નંદુ જાણે.
