ખોળો
ખોળો
આજે જોયેલા પેશન્ટસમાં આ છેલ્લું પેશન્ટ હતુું રાતના ૧૦:૩૦ જેવું થવા આવ્યું હતુું, એ બેન એમના પતિ ખુરશીઓ પર બેઠા હતા કયાંથી શરૂઆત કરે એ વાતની મુઝવણમાં હતા કદાચ.
’’ હા બોલો શું કમ્પ્લેઈન છે ? ’’- ડોકટર સામું જોયા વગર કહ્યું ’’ સર મૂંઝવણ એવી છે કે અમારે હવે શું કરવુંં સમજાતું નથી.’’ એમના હસબન્ડ બોલ્યા.
’’ કહો, કહો, મારી પાસે ઉપાય હશે તો હું જરૂર મદદ કરીશ ’’ ડોકટરે એમની સામે જોઈને કહ્યું.
’’ બસ, મને હવે આનું સોલ્યુશન જોઈએ હવે મારાથી સહન નથી થતુું.’’- એ બેન રડવાની તૈયારીમાં હતાં.
’’ સર અમને એક્સપ્લેન કરવાનો થોડો સમય આપશો આ માટે જ અમે છેલ્લે વારો લીધો કે અમે શાંતીથી તમારી સાથે વાત કરી શકીએ ’’- તેમના પતિ બોલ્યા.
ડોકટર થોડો વિચારમાં પડી ગયા કદાચ વિચારતાં હશે કે રાત્રીના ૧૦:૩૦ પછી મારે કેટલો ટાઈમ આપવો જોઈએ છતા શાંતિ જાળવવી બોલ્યો.
’’ બોલો, બોલો, તમારી સમસ્યા ’’
’’ સર, અમારી લગ્નને દશ વર્ષ થયા છે અમારા લગ્ન થયા પછી થોડો સમયમાં બધા લોકોની અપેક્ષાા હતી કે અમે કાંઈ નવીન સમાચાર સંભાળાવીએ હું જયાં જાઉ ત્યાં જેમને મળુ એમને બસ એક જ સવાલ હોય ’’ કાંઈ નવીન સમાચારો.
’’ પછી ’’ ડોકટર ને પણ હવે સમજાય ગયું કે લાંબો ટાઈમ આપવો પડશે એ ધીરજ ધરી વાત સાંભળતા હતા.
’’ સર, લગ્ન કર્યા પછી સમાજ માટે એક નવા સમાચાર જ મહત્વના હોય છે ’’ બેન આગળ બોલતા હતા.
’’ સરીતા, ડોક્ટર સાહેબ ને મુખ્ય વાત કહીએ, સરને મોડું થતું હશે ’’- તેમના હસ બન્ડ રમેશભાઈ વચ્ચે અટકાવીને બોલ્યા.
’’ હા મુખ્ય વાત પર જ આવું છું ’’ સરીતાએ પણ બંનેને જવાબ આપતી હોય તેમ કહ્યું.
’’ સર, અસલી સમસ્યા તો તો પછી થઈ, બધા પૂછ્યા કરે ફૅમિલી આગળ કયારે વધારો છો તેમ પૂછવા લાગ્યા. હવે, બે-ત્રણ વર્ષ તો મે હસતા મોં એ જવાબ આપ્પા પછી અમને લોકોને પણ થયું કે ફેમીલી આગળ વધારીએ પણ હજુ સુધી અમે સફળ થયા નથી. ’’ સરીતા એક શ્વાસે બોલી ગઈ.
’’ અચ્છા તો બાળક નથી એ તમારી સમસ્યા છે ’’-ડોકટર હવે વાત સમજતા હોય તેમ દેખાવ કર્યો.
’’ હા, સર સરીતા બીજાની વાતોમાં પણ ટેન્શન લઈ લે છે, હું તેને સમજાવું છું કે ડોકટર પાસે જઈએ’’- રમેશ વચ્ચે બોલ્યો.
’’ હા સર’’- સરીતા એ સાદ પુરાવ્યો.
’’અચ્છા તમે લોકો કાલે આવો. આપણે થોડી તપાસ કરીશું અને મારે તમારી પાસેથી થોડી માહિતી લેવાની છે અને થોડી માહિતી આપવાની પણ છે ’’- ડોકટરે છેલ્લો કેસ આટોપવા કહ્યું.
’’ હા સર, કાલે આવીએ અમે ’’- બંને બોલ્યા.
જતાં જતાં એ કપલ વાતો કરતુું હતું એ ડોકટર પણ સાંભળી શકયા.
’’ રમેશ તમે મને પુરી વાત કેમ ના કરવા દીધી મને માનસિક રીતે જે દુ:ખ થાય છે અને ત્રાસ્સ થતું હોઈ એવું લાગે છે. મારે સાહેબ ને પૂરી વાત કરવાની હતી.’’
’’ સરીતા, સાહેબ સ્ત્રીરોગ નિષ્ણાંત છે, એ આપણને સંતાન પ્રાપ્તિમાં મદદ કરી શકે , દુનિયા સાથે આપણે જ લડવું પડશેે. મન આપણે જ મક્કમ રાખવું પડશે ’’
રમેશ સરિતાની દુ:ખ બરાબર સમજતો હતો. કાલ સાંજની જ વાત છે. રમેશ અને સરિતાએ લગ્ન વર્ષની પાર્ટી આપી હતી. પોતાના ઘરે બધા મિત્રો એમના પત્ની અને બાળકો સાથે આવ્યા હતા. બે-ત્રણ મિત્રોને નાાના -બાળકો પણ હતાં એ એમને લઈને આવ્યા હતા. સરિતાએ જમવાનું, ડેકોરેશન, રમત ગમત બધુ સારું એવું ગોઠવી આપ્યું હતું.પછી ફી પડી બધા વચ્ચે બેસી ને વાતો એ વળગી.એક મિત્રનું ટેણીયું બઉં રડતુુું હતુું સરીતા દોડીને તેને તેડવા ગઈ પણ એ મિત્રની પત્ની એ તેને ઝડપથી ઉંચકી લીધું અને બોલી
’’ સરીતા, તું રહેવા દે તારાથી છાનુું નહી રહે, તને એ આવડતુું પણ નહીં હોય.’’
અને બસ સરિતાનું મન ભરાઈ આવ્યું રૂમમાં જઈને રડી પણ લીધું રમેશે બધું શાંતિથી સંભાળી લીધું. બાકી સરિતાનું રડવાનું બંધ થાય નહીં.
રમેશના ધ્યાન બહાર આ વાત રહી નહોતી કે સરીતાને નાાની નાની વાત પર ખોટું લાગી જાય,દુ:ખી થઈ જાય, ખાસ કરીને બાળકોને લગતી વાતો. થોડો દિવસ પહેલાં જ રમેશે એમના પાડોશી સાથોનો બોલચાલની પ્રતિક્રયાથી માંડ સમજાવી હતી.
સરિતા સાંજના સમયે એપાર્ટમેન્ટના બગીચામાં બેઠી હતી. બધા બાળકો ખેલકૂદ કરતાં હતા. એવામાં પાડોશી બેનનું ટેણીયું હીંચકા પરથી પડી ગયું. સરિતાએ દોડીને હાથમાં લઈ લીધું, માથે હાથ ફેરવીને બુચકારવા લાગી. એટલામાં પાડોશી બહેન આવી ચડ્યાં.
’’ સરીતા,તારે મારા છોકરાવને હાથ નહીં અડાડવો’’- પાડોશણે ઠપકો આપ્યો.
’’ અરે, આ પડી ગયું, તમારૂ ધ્યાન નહોતું એટલે મે...’’ સરીતા બોલવા જતી હતી.
’’ મારૂ છોકરૂં રમતું હોય ને મારૂ ધ્યાન ન હોતુુું, તું કયારની એને એની સામે ટગર ટગર જોયા કરે છે, તારી નજર લાગી ગઈ, એટલે પડી ગયું’’- પાડોશણ છણકો કરતાં બોલી.
’’ આવી વાત કેમ કરો છો ? હું નજર લગાવું, મને તો વ્હાલ આવે બાળકો પર ’’- સરિતા સમજાવવા લાગી.
’’ વાઝણા લોકોની નજર જ લાગે’’ પાડોશણે કડવું બોલવા લાગી. સરિતાની આંખો છલકાઈ ગઈ અને એ પોતાના ઘરે જતી રહી એ આખી રાત સરિતા રડતી રહી અને રમેશ તેને સમજાવતો રહ્યો.
આવા ઘણા બઘા કિસ્સઓ રમેશના મનમાં તરી વળ્યાં અને ધરે પણ પહોંચી ગયા.
’’ સરીતા, હવે, ભગવાન આપણા સામું જોશે, ભગવાનની ઈચ્છા હશે તો આપણે ધરે પણ કીલકારીઓ થશે’’-રમેશ આશાવાદી થઈ બોલ્યો .
’’ રમેશ મને તારા ભગવાન પર ભરોસો નથી ; યાદ છે ને તને આપણે કેટલી બાધા રાખેલી હતી, આપણે કેટલી માનતાઓ કરી હતી,કેટલા ઉપવાસ કરતી હતી, કયાં તારા ભગવાને આપવા સામું જોયું હતું ’’- સરીતા થાકેલી-હારેલી અવાજમાં બોલી.
’’ સરીતા, આમ હિંમત ના હારીએ,હું સમજું છું તારૂ દુ:ખ પણ બધાનુું સાંભળીને આપણુુું મન ટૂંકું ના કરીએ’’- રમેશ બોલ્યો.
’’ હશે, હવે સુઈ જાવ, કાલે ડોકટર પાસે જઈશું વહેલા , આપણે ઘણા કામ છેે ’’ સરીતા સુઈ ગઈ એવું નાટક કર્યુ.
રમેશ લાઈટો બંધ કરી અને ખરેખર સુઈ ગયો.
સરિતા વિચાર રહી હતી સુતા સુતા કેટલું સહેલું છે રમેશ માટે કહવું કે સૌ સારા વાના થઈ જશે. સાસુના મેણા ટોણા તો મે સાંભળ્યા છે.સાસુ તો મારા માં ખોટ છે એવું જ કહે છે. પાડોશીઓ એવું વર્તન કરે છે કે હું વાંઝણી છું એટલે ડાકણ છું. નાના બાળકોને જોઈ ને મને પોતાને હું અપશુકનીયાળ છું એવું લાગ્યા કરે છે કયાં ભગવાનની મે આરતી, બાધા કે માનતા નથી માની કે મારા સામુ નથી જોતા. રમેશ તો કામે જતાં રહે છે, ખાલી દ્યર અને ખાલી અરમાનો મને કોરી ખાય છે.આ માઈગ્રેઈનનું દર્દ આ ઉપાધીનું પરિણામ છે.હું સ્ત્રી તરીકે અધુરી છું એવું થયા કરે છે.વિચારતી વિચારતી સરીતા ને ઊંઘ આવી ગઈ.
સવારે જયારે ઊંઘ ઊડી ત્યારે રમેશ તૈયાર થઈ ચુકયો હતો.તે ફટાફટ ઉઠીને તૈયાર થઈ ગઈ.’’હોસ્પિટલ જવાનું હતું આજે ટેસ્ટ કરવવાના હતા.આજે બધી સમસ્યા નો ઉકેલ મળી જશે.હું માતા બનીશ અને બધાજ મેણપ ટોણાનો જવાબ મળી જશે’’- આવા વિચાર તેના શરીરમાં ઝણઝણાટી ફેલાવી દીધી.
હોસ્પિટલ પહોંચ્યા કાઉન્સેલરે તેમને જરૂરી કાઉન્સેલીંગ કર્યું .ડોકટરે બધી તપાસ કરી જરૂરી રીપોર્ટમાટે મોકલ્યા. કાઉન્સેલરે તેમને જરૂરી કાઉન્સેલીગ કર્યુ.વધારે પડતી ચિંતા ,ખાવા પિવાની કાળજી , ગર્ભધાન માટે જરૂરી કાળજી, ગર્ભ રહે એ માટેની કાળજી દરેક મુદા પર ર કલાક સુધી તેમને સમજાવવામાં આવ્યું.ત્યાર બાદ રીપોર્ટ આવ્યા. રમેશના વિર્યમાં શુક્રાણુ નહીવત હતા. સરીતાના બધા રીપોર્ટ નોર્મલ આવ્યા. ડોકટરે ચેમ્બરમાં બોલાવી બધુ સમજાવ્યું. જરૂરી દવાઓ ,અંત્ર: સ્ત્રોવોની દવાઓ,વિટામીન્સ,ન્યુટ્રીશન (જરૂરી વસ્તુઓ ખાવાની),અમુક યોગના વિડીઓ બધું જ બતાવવામાં આવ્યુ. આ બધુ કર્યા પછી એક મહિના બાદ બંને ના શુુક્રાણુ અને એડકોષ્નું બહાર ફટીલાઈઝેશન કરવાની બાબત સમજાવવામાં આવી.સરીતા અને રમેશ જયારે સાંજે ધરે આવ્યા ત્યારે બંને ખુશ હતા.
એક મહિનો સરિતા અને રમેશ બધું જ ધ્યાન રાખ્યુ ખાવા-પિવાનું ,માનસીક રીતે સ્ટેબલ રહીને ,બધી દવાઓ લીધી મનથી અને શરીર થી બધું જ કર્યું . જયારે બંને ડોકટર પાસે હાજર થયા ત્યારે સ્વસ્થ હતા. આઇવીએફ (બાહય રીતે શુક્રાણુ અને અંડકોષ નું ફટીલાઈઝેશન) ની પ્રોસેજર કરવામાં આવીે.બે દિવસમાં સરીતાના ગર્ભમાં આ ફળદ્વુપ અંડકોષ્ મુકવામાં આવ્યો. તેને કમ્પલીટ રેસ્ટ (આરામ)કરવાનું કહેવામાં આવ્યુ. તે ખુશ હતી.હવે તે વાંઝણી રહેશે નહીે.પણ નસીબને આ મંજુર હતું નહી.અઠવાડીયે જયારે તેને સોનોગ્રાફી કરવામાં બોલાવવામાં આવી ત્યારે જાણ થઈ કે ગર્ભનો વિકાસ બરાબર થતો નથી આથી ગર્ભ કઢાવવો પડશે.સરિતા ભાંગી પડી ગર્ભ કઢાવ્યા પછી જાણે તે ડીપ્રેશન અને ઉદાસીનતાનો શિકાર થઈ ગઈ હોય તેમ રહેવા લાગી. ડોકટરે તેને ખુબ સમજાવી. માનસીક રોગોના ડોકટર પાસે પણ મોકલવામાં આવી પણ તેને હવે કોઈની વાત કે સલાહમાં રસ રહ્યો નહોતો.
સરિતા દિવસ-રાત ઉદાસીન,ચિંતિત રહેવા લાગી જાણે કોઈ અદ્દશય વસ્તુઓ તેને કોરી ખાતી હોઈ.દિવસ રાતનંં તેને ભાન રહેતું નહી.કયારેક ઘરમાં મોટે મોટેથી રડે તો કયારેક આખો દિવસ બોલે જ નહી. રમેશના લાખો પ્રયત્નો છતાંય તે હવે કોઈ વાતમાં રસ લેતી નહી.ભગવાન પર તો ભરોશો રહ્યો નહોતો એને પણ હવે તો મંદિર અને મૂર્તિઓ પણ દ્યરની બહાર મૂકી દીધી હતી. એક દિવસ રસોઈ કરતી કરતી તેણે હાથમાં છરી મારી દીધી - રમેશ યોગ્ય સમયે દ્યરે આવી ગયો અને તેને હોસ્પિટલના શબ્દોએ સરિતાનાં વિચારો અને વર્તન બદલી નાખ્યા.
’’ ગાંડી ,શું કરવા નીકળી હતી, તું નહી રહે તો હું કેવી રીતે રહીશ. તારા માટે જીવું છું હું,મને આ દુ:ખ કોરી નથી ખાતું એવુ નથી તું મારૂ સર્વશ્વ છો શું થયું આપણે સંતાન નથી તો જેમને સંતાનો છે એ સુખી છે એવું તું માને છે તો એ તારો ભ્રમ છે.આખરે તો આપણે બેજ જનમ જનમના સાથી છે. જેમ તુું અને હું બાળક માટે વલખા મારીએ છીએ અમે કોઈ બાળક પણ માં-બાપ માટે વલખા મારતું હશેને અને આજે હું આવા બાળકને તને મળાવીશ. તું માં તરીકે પુર્ણ થઈ જઈશે.અને માં માટે વલખા મારતું એ બાળક માં મેળવી પુર્ણ થઈ જશે અને તમને ખુશ જોઈને હું પુર્ણ થઈ જઈશ’’.....
સરિતા રમેશને ભેટી પડી , ડુસકે ડુસકે રડી પડી.
રમેશ એક વિચારશીલ અને ઊંડા સામાજિક વ્યવહારવાળો માણસ હતો...સરીતા ને હોસ્પિટલથી જ્યારે ઘરે લઈ જવામાં આવી ત્યારે તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. ઘર ને શણગારવામાં આવ્યું...ઘરમાં બધા સગા વહાલાઓની હાજરી જોઈ ને સરીતા મૂંઝાઈ ગઈ તેને થયું આ બધા કેમ ભેગા થયા હસે....એને શું ખબર હતી કે એને એક અમુલ્ય ગિફ્ટ મળવાનું છે.
એ જેવી પોતાના રૂમમાં આવી એને પથારી પર બેસાડવામાં આવી અને હસતું રમતું એક ફૂલ એના ખોળામાં મૂકવામાં આવ્યું.
આ હતું રમેશ અને સરીતાનું બાળક...અનાથઆશ્રમમાંથી દત્તક લીધેલું બાળક..અને સરિતાના બધા દુ:ખોનો જવાબ એવું બાળક...બધા મેણા ટોણાંનો જવાબ.
