આપ હી બલવાન
આપ હી બલવાન
મોંઘીના ઘરે આજે પાંચ − છ બહેનોનું ટોળું હતું. ગંભીર અવાજે મોંઘી બહેનો સાથે વાટા−ઘાટો કરી હતી. ખોળામાં એક વર્ષનું લધરૂ બાળક હતું. બહાર અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. લોકોનું ટોળું મોઘીની ઝૂંપડી−ઘરની આસપાસ કાંઈક વાંચતું હતું અને ગણગણાટ કરતું હતું !
‘‘ બાઈ, મારે પણ તમારા જેવી થાઉ છે. મારી દીકરી ભણે ગણે ને અમારા જેવું દવલું ના જીવે. પણ મુઓ કોઈ દીકરો ઘરે છોડતો નથી."
‘‘ બાઈ, મારે છોકરૂછૈયુંને દૂધ મળતું નથી. હું જે ઘર વાંહીદા કરૂં એ બધાય ઘટ ઘટાવી જાય, મારૂ કાંઈ આવવા દેય નહીં."
‘‘ મારૂંય ઈ જ રોદણું છે બાઈ રોઈજ બાંધણા, મારામારી આપણી રોજ ધોલાઈ થાય, પૈસા ધણી લઈ જાય ને બધાનું પીય જાય. કયાં સુધી બધું સહન કરવું.’’
મોંઘી મોટા નેતાની માફક ઊભી થઈ અને કહ્યું ‘‘ બેનો, બધાય શાંતિ રાખો અને મારી વાત સાંભળો. હું ય તમારી જેમ દુઃખીયારી હતી. બે વરહ પેલા બુધીયાને પરણીને આવી આ ઝૂંપડીમાં એક અભણ અને અબલાબાઈ. બુધીયાને પરણી થોડા દિવસ બહુ હાશ હાલ્યું. પછી એણે પોતાનું પોત પ્રકાશવાનું ચાલુ કયુું, દારૂ માટે મારા કપડા, ઘરેણા, બધું વેચવા માંડયું. એ ત્યાં સુધી ગયો કે મને મારી પિયરીમાંથી પૈસા માંગવા મોકલતો, હું બિચારી લઈ આવતી પણ આવું કયાં સુધી હું ઘાટીકામ કરીને કમાઉ તે પણ લઈ જાય. રોજ અમારે બાધણા મારપીટ થાવા લાગી. મેં સહન કરી લીધું. એક બે વાર તો એણે હું ગર્ભીત હતી તો એ મારાહતી કરી ઘટઘટાવવા પૈસા જુટણી લીધો. પછી લાલો અવતર્યો ને મારી દુનિયા બદલી ગઈ."
‘‘ હે બોઈ કેવી રીતે ? અમારૂ દુઃખ દૂર કરવા પણ મદદ કરોની બાઈ, ’’
‘‘ હા, લાલો મારો કાનુડો ’’ એમ કહીને મોંઘી લઘર−વઘર ખોળામાં સૂતા છોકરાના માથે હાથ ફેરવા માંડી.
‘‘ મારા કાનુડા માટે મે પૈસા ભેગા કર્યા હતા. લાલાને દૂધ પિવડાવવા, કપડા લેવા. બસ એના પર બુધીયાએ નજર બગાડી. ’’
‘‘ પછી શું થયું બાઈ,’’
‘‘ બુધીયાએ મને માર માર્યો ગાળા−ગાળી કરી. હું પૈસા આપી દઉં એ માટે લાલાને હાથમાં લઈ ફેંકવા લાગ્યો, મારી મમતા જુસ્સો જાગી ગયો.
બુધીયા હવે તને પૈસા નહીં મળે અને મારા લાલાને કાંઈ થયું તો તું પણ જીવતો નહીં રે.
મેં ઝપડીની ઉપરની લાકડીઓમાંથી એક કાઢી અને આ બે વરહની રંજાડને તે દિવસે બુધીયા ઉપર વરસાવી.
મેં એને ઘરની બહાર કાઢી મૂક્યો અને આખી રાત વિચાર્યુ કે મારા જેવી કેટલી બેનો આવા દારૂડિયા અને કામચોર ઘરવાળાથી કંટાળી હશે. સામુ થવાની તાકાત નહીં હોય. બસ, સવારે ઊઠીને મે આ બહાર લટકાવી દીધું.
‘‘ દારૂડિયા ઘરવાળાથી છૂટકારો મેળવો." અને મોંઘી સસ્તી ઝૂંપડપટ્ટીવાળી મહિલાઓની હીરો બની ગઈ. અને એક સરકારી સંસ્થામાં કરાટેની તાલીમ પણ લઈ આવી.
