Bhavna Bhatt

Inspirational

4  

Bhavna Bhatt

Inspirational

આમ બાળપણ વીત્યું

આમ બાળપણ વીત્યું

2 mins
144


અર્જુનનો ઈન્ટરવ્યુ ચાલતો હતો અને ઈન્ટરવ્યુ લેનારે એક સવાલ પૂછ્યો કે 'તમારી આ ફિટનેસ ટ્રેનરની સફળતાનો શું રાઝ છે ? જે આજે તમે સેલિબ્રિટી હિરોના ટ્રેનર છો અને તમારું નામ ખૂબ જ  પ્રખ્યાત થઈ ગયું છે એ સફળતાનું રહસ્ય કહેશો ?'

અર્જુન આ સાંભળીને આંખમાં આવેલા અશ્રું છુપાવીને એ નાનપણની યાદોમાં ઉતરી ગયો...

એક નાનું રૂમ રસોડાનું મકાન હતું. માતા-પિતાએ પ્રેમ લગ્ન કર્યા હતા એટલે બન્ને પરિવારો એ બહિષ્કાર કર્યો હતો. પિતા કેતનભાઈ નોકરીએથી પાછાં આવતાં હતાં ત્યારે એક ગાડી એમની સાયકલને ટક્કર મારી જતી રહી અને ટક્કર વાગતાંજ ઉછળતા માથું રોડ ઉપર જોરદાર અથડાતાં ઘટના સ્થળેજ એમનું મોત થયું. માતા રાગીણીબહેન પર તો આભજ ટૂટી પડ્યું. ત્યારે એ દશ વર્ષનો જ હતો.

મા તો આ આઘાતમાં અર્ધપાગલ જેવી થઈ ગઈ હતી. ના ખાવાની શુધ્ધ હતી ના બીજી કોઈ વસ્તુની. અર્જુનનું બાળપણ તો આમજ દુઃખમાં જતું રહ્યું. એણે રોડ ઉપર આવડે એવાં કસરતના ખેલ અને નાનાં મોટાં કામ કરીને મા અને એનું ખાવાનું એ લાવતો.

એક દિવસ આમજ રોડ ઉપર કસરતના ખેલ બતાવતો હતો ત્યારે એક ફિટનેસ ટ્રેનર વિજયભાઈ નિકળ્યા એમની નજર અર્જુનના ખેલ પર પડતાં એમણે એને ઈશારો કર્યો અને નજીક બોલાવ્યો.

અર્જુન કહે 'બોલો સાહેબ.'

વિજયભાઈ કહે 'તું આ ભણવાની અને રમવાની ઉંમરે આવાં ખેલ કેમ કરે છે ?'

અર્જુને પોતાની આપવીતી સંભળાવી...

આ સાંભળીને વિજયભાઈ બોલ્યા કે 'સામે જે કોમ્પલેક્ષ દેખાય છે એમાં મારું ફિટનેસ ક્લાસ છે. એમાં તારે ફિટનેસનું જ્ઞાન મારી જોડે શીખવાનું અને બીજા પરચુરણ કામ કરવાનાં હું તને દર મહિને પગાર આપીશ.

અને અત્યારે ચલ મારી સાથે તને બે જોડ કપડાં અને બૂટ લઈ આપું અને ઘર માટે ખાવાપીવાની વ્યવસ્થા કરી આપું.'

આમ કહીને વિજયભાઈ અર્જુનને સાથે લઈ ગયા અને એક ઓળખીતા ટીફીનવાળા સાથે અર્જુનના ઘરે રોજ ટીફીન મોકલવાની વ્યવસ્થા કરી દીધી અને અર્જુનને કપડાં, બૂટ લઈ આપ્યા. અને એની ટ્રેનીંગ ચાલુ થઈ.

આકરી મહેનત અને કંઈક બનીને આગળ આવવાની તમન્ના રંગ લાવી અને એ એક સફળ ફિટનેસ ટ્રેનર બન્યો. શરૂઆતમાં તો વિજયભાઈ સાથે રહી કામ કર્યું પછી એમનાજ આશિર્વાદથી બીજા એરિયામાં ભાડે દૂકાન રાખીને કામગીરી ચાલુ કરી અને એનાં બાળપણની ધગશ અને નિષ્ઠાથી જોતજોતામાં એક સફળ ટ્રેનર બન્યો.

વિચારોમાંથી બહાર આવ્યો અને આંખો લૂછતાં કહ્યું કે 'એ બાળપણના ભોગે આ સફળતા હાંસલ કરી છે અને આમ કહીને એણે ઈન્ટરવ્યુ પૂછનાર ને કહ્યું કે 'મને માફ કરશો પણ મારી માતાનો જમવાનો સમય થયો છે અને એ મારાં હાથનાં કોળિયા વગર જમતી નથી કહીને એ પોતાની ગાડીમાં બેસીને ઘર તરફ હંકારી ગયો.'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational