Bhavna Bhatt

Inspirational

5.0  

Bhavna Bhatt

Inspirational

આમ અચાનક

આમ અચાનક

3 mins
517


એ સાંજ એટલે અચાનક આવેલા સરહદથી સમાચાર. જે જિંદગીમાં દુઃખ બનીને ફરી વળ્યા, તારા અભાવના સમાચારની આવેલી ખુલ્લી એક જાસાચિઠ્ઠી. એ સાંજ એટલે ખાનગીમાં લઇ આવેલ દુઃખ ભરી ઘટનાના સમાચાર. એ સાંજ એટલે એક સમાચારથી જીવનમાં ઉઠેલી વંટોળની આંધી.

આમ અચાનક જીવનમાં બનેલી એક ઘટનાથી કેટલાંયના જીવન બદલાઈ જાય છે. એક દિવસ સવારે ગિરીશભાઈ બગીચામાં આવ્યા. અને હરિશ ભાઈ દેખાયા એમણે હરિશભાઈના ખભે હાથ મૂકીને કહ્યું, 'દોસ્ત હું છ મહિને અમેરિકાથી કાલ રાત્રેજ આવ્યો અને તને મળવા હું બગીચામાં આવ્યો પણ તું કેમ આમ શાંતિ થી બેસી રહ્યો છે ! બાકી તને આમ શાંતિથી બેસેલો મેં ક્યારેય નથી જોયો. તારી સ્ફૂર્તિ જોઈને તો હું એક રાઉન્ડ વધારે મારતો અને તારી સાથે સમય ક્યાં જતો એ ખબર પડતી નહોતી."

હરિશભાઈએ ગિરીશભાઈની સામે જોયું અને ઉંચે આકાશમાં નજર કરી. ગિરીશભાઈ એ જોયું તો હરિશભાઈની આંખોમાં આંસુ હતાં અને ચેહરા પર ઉદાસી હતી. ગિરીશભાઈએ પુછ્યું, "શું થયું છે તને હરિ બોલ." હરિશ ભાઈ પોતાની ધૂનમાંજ

"હા ગિરીશ આપણે રોજ સવારે પાંચ વાગે ઉઠીને ચાલવા આવતા, થોડી ઘણી કસરત કરતા અને ફરતા ફરતા આઠ વાગે ઘરે જતા, કયારેક તું ચાની કીટલી એથી ચા પિવડાવતો તો કયારેક હું ચા પિવડાવતો પછી સાથે ચાલતા ને વાતો કરતા કરતા પોત પોતાના ઘરે જતાં અને પછીજ ઘરે જઈને પેપર વાંચતા હતા હું કશુંજ નથી ભૂલ્યો. પણ તું અમેરિકા ગયો અને મારો દિકરો સંજય ફોજમાં ગયો. એક દિવસ આમજ અચાનક આતંકવાદીઓના હુમલામાં સંજય શહીદ થઈ ગયો. એ ગોઝારી સાંજે સમાચાર આવ્યા અને આભ ટૂટી પડ્યું દોસ્ત. હવે આ જિંદગી જીવવાનો બોજ લાગે છે."

ગિરીશભાઈ કહે સમાચારમાં સાંભળ્યું હતું પણ એ આપણોજ સંજય છે એ નહોતી ખબર દોસ્ત. બહું ખોટું થયું. પણ સંજય આપણી સાથે ક્યારેય દોડવા આવતો ત્યારે શું કહેતો એ તું ભૂલી ગયો દોસ્ત. બાપ તરીકે તને વધુ આઘાત લાગે પણ મારો પણ દિકરા જેવો જ હતો અને આ દેશનો સાચો શૂરવીર દિકરો હતો. યાદ કર સંજય ના શબ્દો. હરિ યાદ કર, એ કહેતો કે 'આપણે બાપ દિકરા એ એકબીજાની હિમ્મત બનવાનું છે નહીં કે લાચાર બનવાનું. એક બીજાની આદત નથી પાડવાની પણ જીંદગીના છેલ્લા શ્વાસ સુધી મજા લેવાની છે. એક બીજાને સારી યાદો આપવાની છે યાદ કરીને દુખી નથી થવાનું ! તમે મને વચન આપો કે હું હોઉં કે ના હોઉં આ ચાલવાનો નિત્યક્રમ ક્યારેય નઈ છોડો ! તમે અને ગિરીશ કાકા સાથે રહી ને કે એકલા, પણ તમે આ આવી રીતે નિત્યક્રમ અપનાવજો તો આ જીંદગી જીવવી થોડી સરળ થઇ જશે. !

ગિરીશભાઈએ એમની વાત પુરી કરી અને હરિશ ભાઈથી એક ડૂસકું મુકાઈ ગયું. હા ગિરીશ..... હા યાદ છે. બસ એ સંજયને આપેલું વચન પૂરું કરવાજ આજે અહીંયા ચાલવા આવ્યો પણ એની યાદથી હૈયું આક્રંદ કરે છે એટલે જ પગ જ નથી ઉપાડતા..!

ગિરીશભાઈ શાંતિ થી હરિશભાઈ ને સાંભળી રહ્યા અને પછી બોલ્યો, "હરિ તુ સંજય ને કેટલો પ્રેમ કરે છે.? "

"ગિરીશ આ તો કંઈ પૂછવાનો સવાલ છે ?''

'હા હરિ...તું જવાબ આપ તારા દિલ પર હાથ રાખીને."

"અખુટ", હરીશભાઈ ભીની આંખે બોલ્યા.

'તો ચાલ દોડવાનું શરુ કર."

હાથ પકડીને હરિશભાઈ ને ઉભા કરતા કરતા ગિરીશભાઈ બોલ્યા અને એકદમજ હરિશભાઈમાં જાંણે નવી સ્ફૂર્તિ નો સંચાર થયો. એમણે એક નજર ઉંચે આકાશમાં કરી અને સંજયને સલામ કરી. અને બે હાથ કરી આશિર્વાદ આપ્યા કે જ્યાં પણ રહે બેટા તું ખુશ રહે.

હરિશ ભાઈ ને ગિરીશભાઈ ફટાફટ ચાલવા લાગ્યા !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational