આકાંક્ષા ભરી ઉડાન
આકાંક્ષા ભરી ઉડાન
'આકાંક્ષા' નામ પ્રમાણે જ ગુણ એક આકાંક્ષાભરી યુવતી કપરા સમયકાળમાં કદાચ આજે પોતાના કચડાયેલા સપનાઓ જાણે પાછા જીવંત થયા.. વર્ષો પહેલા દબાવી રાખેલ કિંમતી ચીજ આજે બહાર આવી. કબાટ સાફ કરતાં કરતાં સપનાઓનું બીડું હાથ લાગ્યું. નાનપણથી જ લખવાનો શોખ તેમજ નવીન ડાયરીઓ બનાવવાનો રંગ લાગ્યો હતો. પરંતુ.. લગ્ન પછી આકાંક્ષાને પોતાને સાબિત કરવાનો કોઈ જ મોકો ન મળ્યો. ગૃહિણીની ફરજ બજાવતા બજાવતા ઘરમાં સંયુક્ત કુટુંબમાં ગૂંથાઈ ને રહી ગઈ.. પરંતુ ક્યાં ખબર હતી કે "કોરોનાકાળ તેના માટે નવા સપનાની ઉડાન ભરવાની સીડી સાબિત થશે"
ચાલ,આજે તો જલ્દી સફાઈકામ પૂરું કરી રસોઈ તરફ વળું જો જરાય મોડું થશે તો પાછા સુબોધ ચિડાશે ઉતાવળ કરતાં કરતાં આકાંક્ષાના હાથ અચાનક એક જગ્યા એ આવી થંભી ગયા.. નજર પણ સ્થાઈ થઈ ગઈ આકાંક્ષાના હોઠો પર મંદ મંદ લાલી ચમકી.. હળવા સ્મિત સાથે ધીમેથી એ બોક્સ હાથમાં લીધું એ બોક્સની અંદર રહેલી વસ્તુ આકાંક્ષા માટે ખુબ જ કિંમતી હતી.. એના મતે તો જાણે પોતાની ખોવાયેલી સખી પાછી મળી ગઈ.. એ તો ખુશખુશાલ થઈ ગઈ લગભગ ૭ વર્ષ પછી આજે એને પોતાની' ડાયરી 'મળી હા, એ જ ડાયરી જે આકાંક્ષાની પાક્કી સખી હતી. તેની 'અંગત ડાયરી' જૂની યાદો, સપનાનું વાવેતર, કચડાયેલી લાગણીઓ, તૂટલા વિખરાયેલા સપનાઓ, જુસ્સો, પ્રેરણાત્મક વાતો.. બીજું ઘણું બધું હતું આ ડાયરીમાં.
વાંચવા બેસી તો કલાકો નીકળી ગયા. આકાંક્ષા એવી તો તલ્લીન થઈ ગઈ પોતાની જૂની યાદો વાગોળવા લાગી તેને 'વાંચતા વાંચતા જ ફરી લખવાનું મન જાગ્યુ 'પોતાની આવડતથી આગળ ઉડાન ભરવાનું નક્કી કર્યું.. કેટલાય વિચારો,સપના વેદનાઓ દબાવી બેઠી હતી પોતાને પણ ખ્યાલ ન હતો કે આ સમયમાં પેન અને જૂની ડાયરીના સહારે તેની વાચા ફૂટશે.
હવે તો રાત પડવાની રાહ હતી જેવી કામમાંથી નવરી થઈ કે એની પુરાની સખી ને ગમતી પેન લઈને બેસી ગઈ એક પછી એક પાના ભરતી ગઈ લખે એટલું ઓછું પડે કેટલાય વર્ષોની બાબતો, ભડાશો, દર્દ, પ્રેમ,લાગણીઓને લખતા લખતા શ્યાહીની સાથે સાથે આંસુ પણ ભડતા ગયા.. અમુક માં બાળપણના હસવાના કિસ્સાઓ ને અમુકમાં માઁ ની મમતાનો સમન્વય. કેટલાય દિવસો સુધી લખતી ગઈ જાણે એકાએક સારું લાગવા લાગ્યું મન પ્રફુલ્લિત ને હળવું ફૂલ થવા માંડ્યું.. પણ..
એક દિવસ ઠપકો પડ્યો આકાંક્ષા આ બધું પોતાના મોબાઈલમાં નોટ પેડ નામક એપપ્લિકેશનમાં લખવાં લાગી, ઘરના સભ્યો તેના હાથમાં મોબાઈલ જોઈ ખીજાવા લાગ્યા.. પોતાનો પતિ સુબોધ પણ તાણા મારવા લાગ્યો.. નવાઈ ની લખતી થઈ ગઈ જાણે મોટી લેખિકા બની ગઈ હોય એમ બસ,એકાએક અભિમાન આવી ગયું કે શું ચાર પત્તા શું લખી કાઢ્યા હોશિયારી આવી ગઈ.. આ સુબોધ ને સાહિત્ય વિષે એક આના ની પણ સમજ ને ખબર ન હતી પરંતુ આ શબ્દો. આકાંક્ષા ને બરાબર ખૂંચ્યા અંદર સુધી ઘર કરી ગયા આ જ શબ્દોને ઢાલ બનાવી આ લડાઈમાં આગળ વધીને જ રહીશ એવો જુસ્સો કાયમ કર્યો નારી શક્તિ ને ક્યાં સુધી દબાવી શકાય જયારે વરસે ત્યારે ઠંડક ને અચાનક અંગાર બનતા પણ વાર ના લાગે.. બસ 'આ શબ્દો આગ બની તેના રોમે રોમ માં ફરકવા લાગ્યા ' હવે તો લેખિકા થઈને જ જંપીશ.
બસ,બહુ સહન કર્યું જે સપના સાકાર કરવા હતા એ થયાં નહિ આ સપનું નહિ શોખ હતો અને એના સિવાય બીજો કોઈ રસ્તો બહારની દુનિયામાં પોતાનું વ્યક્તિવ સાબિત કરવા માટે દેખાતો ન હતો.. શું એક ગૃહિણી કંઈ જ ના કરી શકે?'મેણાં ટોણાં માં બોલાયેલ સુબોધ નું વાક્ય ' જાણે આવી મોટી લેખિકા..આ જ નકારાત્મક વાક્ય મગજ માં ઘંટડી વગાડી ગયું.. ટીક ટીક ટીક. હા,આ સાચું.. લેખિકા બનવું જ છે.પણ!!કેવી રીતે મુમકિન બનશે?કોઈ જાણકારી સુધ્ધા નથી હે..ભગવાન જરૂર આ વખતે કોઈ રસ્તો બતાવજે.. આકાંક્ષા એક અનોખા જ વિશ્વાસ સાથે રાહ જોતી રહી.. અચાનક એક દિવસ ફેસબુક જોતા જોતા સાહિત્યને લગતું ગ્રુપ જોયું ને એમાં જોઈન્ટ થઈ ગઈ એ ગ્રુપ માં અલગ અલગ સ્પર્ધાઓ થકી અવાર નવાર વિજેતા થવા લાગી.. ગ્રુપમાં ૩૦૦ જેટલાં મેમ્બરો માં એક સ્થાન પોતાને પણ મળ્યું એકાએક ગ્રુપમાં એક બેને તેને કહ્યું તમારા નામની એક પુસ્તક છપાવો આકાંક્ષા.. આપનું લખાણ હૃદયસ્પર્શી છે.એમાં પણ યંગ જનરેશન ને લગતી વાતો ને સરળ સ્પષ્ટ વાક્યો માં આપ લખો છો..
થોડા દિવસ તો આ વાત મગજ માં ફર્યા કરી પોતાની જ સાથે સવાલો થવા લાગ્યા હું પુસ્તક લખું પરંતુ કોણ સલાહ સૂચન કરશે ? ગ્રુપના જ કોઈ સદસ્ય ને પૂછી જોઈશ બધા ખુબ જ મદદનીશ હતા એકમેક ને મોટીવેટ કરી નવી ઉમ્મીદ આપતાં.. લગભગ એક મહિનો થવા આવ્યો. વિચારોના વાદળો છવાતાં ગયા..હું પુસ્તક તો લખું પણ મારાં કરતાં સારા લેખકો ઘણાં છે. મારાં લખાણ પર મને ભરોસો છે પરંતુ શું બધા એક નવા પરિચય ને સપોર્ટ કરશે ? જે હોય એ હું જાણું છું મારું પુસ્તક સફળ નીવડશે અને મારી અપેક્ષા ફક્ત એટલી છે કે મારાં શબ્દો વાંચી વાંચનાર ને શાંતિનો અનુભવ થાય..
આ કોરોનાની પરિસ્થિતિમાં ગ્રુપના જ એક સભ્ય ક્રિષ્ના બેન થકી એક પબ્લિશર નો સંપર્ક થયો. આકાંક્ષાની હિંમત પબ્લિસરના બુક છાપવાના ખર્ચા જોઈ તૂટી.
ક્રિષ્નાબેન એ કોલ કરી કહ્યું, આકાંક્ષા તું જરાય ફિકર નહીં કર મને ખબર છે તું કોઈના સાથ સહકાર વગર તારા દમ પર આગળ ઉઠવા માંગે છે. ખર્ચ પણ જાતે ઉઠાવી આગળ વધવા માંગે છે.. કોરોના ની પરિસ્થિતિમાં સુબોધ પાસે પૈસા માંગવા પણ ઉચીત ન હતા ધંધા પર આર્થિક રીતે કોરોના એ કેર સર્જયો હતો.. ને જાત મહેનતે કોઈને બોલવાનો મોકો સુધ્ધા આપ્યા વગર બધાની જાણ બહાર જ ક્રિષ્નાબેન ના કહેવાથી એક પબ્લિસર ને આકાંક્ષા એ કામ સોંપ્યું.
ઘરને ધબકતું રાખી વળી રોબોટની જેમ આખો દિવસ પરિવારના ઓર્ડરો જીલ્યા બાદ રાત્રિના ૧૧ થી ૧ ના સમયગાળામાં રોજ લખતી રહી પોતાના પુત્ર વિવાન ને સુવડાવ્યા બાદ તેના સપના સાકાર કરવાની ઉમ્મીદ જાગૃત થતી.. સકારાત્મક વિચારો હોય તો ધાર્યું પાર પડે.
એક દિવસ ૬૦૦૦ રૂપિયા પબ્લિશરને પે ટી એમ થી પે કરવાનું વિચારી જ રહી હતી ને ક્રિષ્નાબેન નો કોલ આવ્યો જણાવ્યું કે ત્યાં પૈસા હમણાં જમા ના કરાવતી જાણવા મળ્યું છે કે પહેલા જેમને બુક છપાવી એમની સાથે ફ્રોડ કર્યું છે એમનું કામ ઠીક નથી.. ખરા સમયે ફોન કર્યો ક્રિષ્નાબેન જસ્ટ આ ઓનલાઈન પેમેન્ટ જ કરતી હતી. તું બચી ગઈ સમજ થોડો ટાઈમ રાહ જો હું બીજે વાત કરી જોવું ને તારા બજેટ માં જ શોધુ.. હા,ખુબ આભાર ક્રિષ્નાબેન આપનો કરી આકાંક્ષા એ કોલ કટ કર્યો.. આ સમયગાળો ઓનલાઈન પેમેન્ટ પણ શીખવી ગયો હતો. સમયસર આકાંક્ષા બચી..
લગભગ એક અઠવાડિયું વિત્યુ આજે સાહિત્યના વોટ્સઅપ ગ્રુપમાં એડમીન શ્રી ના સૂચન મુજબ ૩ દિવસ પછી ઓનલાઇન મુશાયરાનું આયોજન છે. જે સભ્યો ને ભાગ લેવો હોય એક એક રચના નામ સાથે મોકલવી ને મુશાયરામાં પોતાની રચનાનું પઠણ જાતે કરવું જોઈતુ હતું ને મળ્યું.. આકાંક્ષા તો ખુશ થઈ ગઈ પાછો મુશાયરાનો સમય પણ તેના અનુકૂળતા મુજબ હતો. એક રચના તરતજ મોકલી નામ પણ નોંધાવી દીધું. સામુહિક ઓનલાઇન આયોજન ૩૦૦ જેટલા સભ્યો વચ્ચે કવિતા પઠણ કરવાની તાલાવેલી સાથે સાથે થોડી નરવસ પણ હતી. જોત જોતામાં આજે મુશાયરા નો દિવસ અને એમાં પણ આકાંક્ષા અવ્વલ આવી બધાએ ખુબ વાહ વાહ.. અને તાળીઓથી વધાવી તેની ધગશ જાગી ઓનલાઈન સર્ટિફિકેટ પણ આજે આકાંક્ષાના હાથમાં હતું.
એક મહિના પછી આજે આકાંક્ષા રાજી રાજી થઈ ગઈ હવે ફક્ત એના લખાણનું એકવાર પ્રુફ રીડીંગ થઈ જાય કે બધું ફાઈનલ..૪ થી ૫ દિવસમાં તો પુસ્તકનું કવર પેજ નક્કી થઈ ગયું. હવે બસ ISBN નંબર આવે એટલી વાર ૧૦ દિવસમાં બધું ઓકે થઈ ગયું.. હવે બુક જલ્દી આવે પહેલા તો પોતાની જાતને ખુશ જોવા માંગતી હતી. ક્યારે બુકની પ્રથમ આવૃત્તિ આવે.. આજે આકાંક્ષાની ડાયરી બુકમાં તબદીલ થઈ ગઈ જેમ' સંગરેલો સાપ પણ કામ લાગે 'કહેવત બિલકુલ સાચી ઠરી.
કહેવાય છે ને કંઈ પણ મેળવવું હોય તો ક્યાં આસાન છે. એમ કંઈ થોડું આકાંક્ષાને સપનું મળી જાય.. આ તો ભાઈ કોરોના હતો જે પબ્લિશર એ કામ લીધું હતું એજ કોરોના નામક બીમારીમાં સપડાયા વળી, કોવિડ ના હિસાબે સ્ટાફ પણ ઓછો હતો પ્રિન્ટિંગનો બોજો આ આયુષ ભાઈ પર જ હતો અહીંથી બુકનું કામ અટક્યું..કોરોના ના લીધે આયુષ ભાઈએ પોતાના ધંધાનું સેટલ પાડવું પડ્યું.
આયુષ ભાઈને કોવિડ વધુ ને વધુ ગંભીર હાલતમાં મુકતો ગયો અહીંયા આકાંક્ષા પુસ્તકની સાથે આયુષ ભાઈના સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરવા માંડી.. સમય એવો હતો કે લોકો દૂરી રાખીને પણ દેશની સલામતી માટે પ્રાર્થના કરતાં હતા. આ સમયે ઘણું શીખવ્યું જે દરેક વ્યક્તિ એ અનુભવ્યું પોતાના અંગતના જીવ પણ ગયા અને અમુક જીવતા પણ શીખ્યા.. બધું જ કંઈક વિચિત્ર ચિત્ર દેશ પર છપાઈ ગયું 'કોરોના મહામારી '
૧ મહિના પછી આયુષભાઈ નો મેસેજ આવ્યો સોરી હું ખુબ બિમાર હતો જલ્દી જ આપની બુક કરાવીશ.. જાણે જીવમાં જીવ આવ્યો 'દેર સે હિ સહી દુરસ્ત આયે '૭-૧૧-૨૦૨૦ માં પાંચ મહિના બાદ પુસ્તક આકાંક્ષા પાસે આવ્યું જોઈને જ જાણે પોતે જ સ્તબ્ધ રહી ગઈ.. વાહ.. આટલું સુંદર મુખપુષ્ઠ તેમજ પોતાના આદર્શ એવા સાહેબની પ્રસ્તાવનારૂપી ભેટ આ બુકમાં મળી હતી.. અને પુસ્તક ને લગતી ઘણી મદદ પણ આ જ સાહેબથી હતી.. ઓનલાઈન પુસ્તકના વેચાણમાં તો જાણે લાઈન લાગી ગઈ.. પુસ્તકની માર્કેટ વેલ્યુ વધી ગઈ આજે આકાંક્ષા એ ઉડાન ભરી એવી ઉડાન જે બંધ બારણે પણ પાંખ ફેલાવી ગઈ.
આજે ઓનલાઈન પ્લેટફોર્મ પર આકાંક્ષાનું સમ્માન કરવામાં આવ્યું તેમજ તેમને અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા..
ખુબ સરસ આપ સાથે પરિચય ગમ્યો.. આપની "કશ્મકશ લાગણીઓની " પુસ્તક વિશે કંઈક જણાવશો.
હું તો બંધ ઓરડાની બહાર ડોકિયું કરવા માટે લખું છું. મતલબ કે જયારે એકેય સપનું પૂરું કરી શકાય એમ ન હતું બંધાયેલા પગે ચાર દીવારીઓ વચ્ચે કંઈ રીતે ઉડી શકાય ? ત્યારે મેં મારાં શોખ ને જ વાચા આપી સપનું બનાવ્યુ. ને આ સપનાને નામ આપ્યું "કશ્મકશ લાગણીઓની"જે પુસ્તક બની મારાં મનની પરિમલ ચોમેર ફેલાવતી રહેશે..
કંઈક કરવાનો જજબો હોય પરંતુ કેદ જીવન હોય તો શું કરવું ?
ફરી લખવાનો વિચાર આવ્યો ને ત્યારથી નવી સફર શરૂ થઈ..
આ સફર જારી રહેશે..
ન્યૂઝપેપરમાં આર્ટીકલ, કોલમ અને અવનવી સ્પર્ધાઓમાં આકાંક્ષા મિસાલ બની ચમકી. કોરોના હજુ યથાવત છે પરંતુ આકાંક્ષા આભે આંબી ગઈ.
