આજના યુવાનો
આજના યુવાનો
જીવનમાં હમસફર શોધવા નીકળેલી જુવાન પેઢીની પસંદગી આજે અટવાઈ ગઈ છે. "હાઈટ" એન્ડ "વ્હાઈટ"ના જંગલોમાં. અને જ્યાં પસંદગીના માપદંડ માત્ર દેખાવ જ હોય પછી જિંદગીમાં ડગલે ને પગલે ફાઈટ થાય છે અને દિમાગ હંમેશા ટાઈટ જ રહે છે.
આખી જિંદગીની સફર જેની સાથે વિતાવવાની હોય ત્યાં પસંદગીની પારાશીશી કેવળ બાહ્ય રૂપરંગ ને દેખાવ જ જોઈએ તો એ ભૂલભરેલું પગલું છે. જોબન તો જીવનનો એક તબક્કો છે એ જીવનની સમગ્રતા નથી. પસંદગીનું પોત એટલું તો પાતળું ના રાખો કે એની પારદર્શિતામાં જીવન સાવ કઢંગુ દેખાય. વ્યક્તિની પસંદગી સાથે ગુણ અવગુણો રહે છે જે દેખાવથી અંજાઈ જીવન બગાડે છે. વ્યક્તિત્વની પસંદગી ક્યારેય વીંખાઈ જશે ત્યારે પ્રેમનું પંખી બિચારુ કરમાઈ જશે પછી અફસોસ કર્યા સિવાય કશું જ નહિ બચે.