*આજે ભાઈબીજ છે*
*આજે ભાઈબીજ છે*


આજે છે ભાઈબીજ. નશીબદાર હોય છે જેને ભાઈનો નિર્મળ પ્રેમ મળે છે અને ભાઈ બહેનનો સંબંધ અતૂટ રહે છે. આજના દિવસે યમરાજ એમની બહેન મહારાણી શ્રીયમુનાજીના ઘરે જમવા ગયા હતા એ સત્ય છે માનવું ના માનવું એ તમારા વિચારો પર નિર્ભર છે. કહેવાય છે કે શ્રી યમુનાજીએ ભાઈ પાસે વચન લીધું હતું કે ભાઈબીજના દિવસે જેનું મૃત્યુ થાય એને યમના દૂતો ના સતાવે અને સીધો જ વૈકુંઠમાં વાસ થાય.
આથીજ ભાઈબીજનું ખુબ જ મહત્વ છે. આજનો દિવસ પણ એક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. ઘણાં મંદિરોમાં ભાઈબીજની પૂજા કરાવામાં આવે છે અને જેને ભાઈ હોય એ બહેનના ઘરે જમવા જાય છે અને બહેનને આશિર્વાદ અને યથાશક્તિ ભેટ સૌગાત આપે છે. પારાવારિક ભાવનાઓના ભાવ - તંતુઓને આ તહેવાર ગૂંથી રાખે છે. સંબંધોના જગતમાં અરસ પરસની હૂંફ બહું મહત્વનું ફેકટર છે. ભાઈ બહેનના પ્રેમને મજબુત અને અતૂટ રાખવા અપેક્ષાઓ ઓછી રાખીએ અને ગેરસમજથી દૂર રહીએ. સંબંધોને સુંવાળા રાખવા સમજ અપેક્ષિત છે. ગેરસમજની ગણતરીઓ સંબંધને ખરબચડા બનાવી દે છે અને પછી સર્જાય છે શૂન્યવકાશ અને લોકોને બતાવવાનો દંભ અને દેખાડાનો સંબંધ.
તો આવા પવિત્ર સંબંધને નિર્મળ અને સ્વસ્થ રાખવા એ ભાઈ બહેન બંનેની ફરજ છે તો જ ભાવનાઓની નિર્મળ ગંગા વહે. માટે આ પવિત્ર સંબંધને સાચવી રાખો. મજબૂત બનાવો એક બનો, નેક બનો, એકબીજાને ઉપયોગી બનો...
હેપી ભાઈબીજ.... જય શ્રીકૃષ્ણ... જય શ્રીયમુનાજી....
હે મહારાણી શ્રીયમુનાજી બધાં ભાઈ બહના પ્રેમ અમર રાખજો..... જય હો...