આભારપત્ર
આભારપત્ર


આજરોજ ઈમેલ દ્વારા ઓનલાઈન મોકલેલી સ્ટોરી મિરર એપની ખુબ જ અણમોલ ભેટ મળી. મને લિટરરી બ્રિગેડિયર લેવલની લેખકથી સન્માનિત કરવામાં આવી છે.
મારી ખુશીનો પાર જ ના રહ્યો. દિલથી આભાર માનું છું સ્ટોરી મિરર એપ ના સંચાલકો, કાર્યકરો અને સી.ઈ.ઓ નો કે મારા જેવા લેખકોનો ઉત્સાહ અને પ્રોત્સાહન વધારવાનું કામ કરે છે.
આવું અદ્ભૂત કાર્ય કરો છો તમે કે જેથી બીજા લોકોને પણ પ્રેરણા મળી રહે છે. સારા ટોપના લેખકોમાં ગણતરી કરી આજે ખુબ જ મોટી કિંમતી ભેટ આપી છે. બસ આવા જ સારા કાર્યો કરતા રહો અને આવું પ્રોત્સાહન આપતા રહો તો બીજા લેખકોને પણ સ્ટોરી મિરરમાં જોડાવાની ઈચ્છા જાગે. સ્ટોરી મિરર એપ હજુ વધુ ઊંચાઈ સર કરે એવી દિલથી શુભેચ્છા !