Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

આ ઢોંગભર્યું જીવન

આ ઢોંગભર્યું જીવન

2 mins
434


આપણી આ જીવનશૈલીમાં ધીરે ધીમે ઢોંગ ભર્યા પ્રસંગનો ઉમેરો થતો જાય છે. અને દંભ કરનાર મહાન બની જાય છે અને સાફ દિલના ગુનેગાર અને નફરતને પાત્ર બની જાય છે. સાદગી, સજ્જનતા, સભ્યતા, વિનય-વિવેક ભર્યા આદર- સન્માન હવે તો પ્રતિદિન ઘટતા જાય છે. વ્યક્તિ પોતેજ ખુદના આદર્શ, જીવન મૂલ્ય, સિદ્ધાંતને નીચલી કક્ષાએ મુકતો જાય છે.


વ્યક્તિનું કાર્ય ક્ષેત્ર ગમે તે હોય કિંતુ માણસાઈ અને માનવતાના મુલ્યોનો ભંગ કરતો જાય છે. જેના પરીણામે ખુદનુંજ જીવન ઢંગ વિનાનું બનતું જાય છે અને પછી એક ચેહરા પર અનેક ચેહરા પહેરી ફરતો થાય છે. ભલે, આર્થિક સ્થિતિના મુલ્યને પ્રાધાન્ય આપવામાં આવે, પણ, એકલતાનો ભોગ પ્રતિદિન તેને નિસહાય કરતો જાય તેની જાણ સુદ્ધા તેને જ નથી. અને ધીમે ધીમે એ ડીપ્રેશનનો ભોગ બનતો જાય છે. માટે મારે તો જીવનશૈલીના કોઈપણ રુપને ઢોંગી બનીને નથી જીવવું. એટલેજ મને દંભ કરતાં નથી આવડતું અને એટલે જ બધાં મારાથી દૂર ભાગે છે કારણકે હું મનમાં હોય એ જ ચેહરા પર ભાવ લાવું છું એ મારી સચ્ચાઈ છે અને મારી એ સચ્ચાઈનો બીજાને ડર લાગે છે આથીજ મારી ભાવનાઓ સાચી હોવા છતાંય ઠોકરે ચડાવે છે.


મારા સહજ ભાવજ મારી ઓળખ છે. મારે ઉત્કટ જીવન જીવવું છે, જેમાં સાદગી, સ્વચ્છતાનું પ્રાધાન્ય હોય. સરળતા, સહજતાના શણગાર હોય. મનને શાંતિ અને જીવને સંતોષ હોય. ભલે કોઈ મને સાથ આપે કે ના આપે પણ મારી ચેહરમા મારો હાથ નહીં છોડે એ વિશ્વાસ છે કારણ કે ચેહરમા એ ગુરુ અનસૂયામાના હાથમાં મારો હાથ સોંપ્યો છે. મેં નહીં ચેહરમા અને અનસૂયામા એ મારો હાથ પકડ્યો છે. બાકી તો મેં જેના હાથ પકડ્યા એમણે તો મને પોતાની ગણી જ નહીં અને જ્યારે જ્યારે આશા રાખી કે એ મારા છે મારો પક્ષ લેશે પણ ત્યારે ત્યારે હું નિરાશ જ થઈ. માટે જ આપજ મારા ઉત્તમાત્તમ સારથી રહો ચેહરમા.... અને દયાળુ હનુમાન દાદા.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Inspirational