STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

આ છે મારી માડીનો રાણકાર

આ છે મારી માડીનો રાણકાર

1 min
573

ઘેર ઘેર દીવડાની જામી ઝગમગ

રંગોળી કેરી બની ઝગમગ

આ છે મારી માડીનો રણકાર....!


શેરીએ શેરીએ જામી છે ભીડ

ગરબાના તાલે સૌએ માંડી છે મીટ

આ છે મારી માડીનો રણકાર....!


આરતીથી ગુંજી ઊઠ્યા ગામ ને શહેર

માડીની સૌ પરથી છે મહેર

આ છે મારી માડીનો રણકાર....!


ઘુમે છે ગરબે સૌ નર ને નાર

માં ને ચડાવી ફૂલડાંના હાર

આ છે મારી માડીનો રણકાર...!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational