STORYMIRROR

Vishwadeep Barad

Action Crime Tragedy

3  

Vishwadeep Barad

Action Crime Tragedy

૭.સુહાગનની પહેલી રાત!

૭.સુહાગનની પહેલી રાત!

5 mins
15.6K


અમેરિકામાંજ ડેની જન્મ્યો હતો છતાં નાનપણથી મમ્મી-ડેડીનાં ધાર્મિકતાનાં અંકુરો ફૂટ્યા હતાં તેથીજ આપણાં બધા રિવાજોને એ અનુસરતો હતો. આવા કહીયાગરા દિકરાથી મમ્મી-ડેડી ઘણાંજ ખુશ હતાં.નાનપણથી તેને વેજીટેરીયન ફૂડની ટેવ પડી ગઈ હતી. સ્કુલે ઘેરથી લંચ લઈ જવાનું, હા કોઈવાર સ્કુલમાં બીજા ઈન્ડીયન તેને વેદીયો કહી ચીડવતા પણ એ બહુંજ શાંત સ્વભાવનો હતો તેથી કદી ગુસ્સે ના થાય હસીને મિત્રોને કહી દે.

"તમે અહીં આવી અમેરિકન બની ગયાં છો અને હું અહીં જન્મી ભારતીય રહ્યો છું, મને તેનું ગૌરવ છે”.

ડેની, એલિમેન્ટ્રી સ્કુલથી બેઈઝ-બોલ ટીમમાં હતો, તે ફર્સ્ટ બેઈઝની પોઝીશન પર રમતો તેમજ તે ટીમમાં એક સારો હીટર હતો, ઘણાજ હોમરન કરી ટીમમાં તેનું નામ આગળ હતું તેથીજ સારી કોલેજમાં તેને ફુલ-સ્કોલરશીપ સાથે એડ્મિશન પણ મળી ગયું. સેન્ડી એની હાઈસ્કુલ સ્વીટ-હાર્ટ ગર્લ્ફ્રેન્ડ હતી. સેન્ડી પણ સ્પોર્ટસમાં ટેનીસ ચેમ્પીયન થયેલી જેથી તેણીને પણ ડેનીના કોલેજમાં એડ્મિશન મળી ગયું. સેન્ડી અવારનવાર ડેનીના ઘેર આવતી અને ડેનીના મમ્મી-ડેડી બન્નેને ખબર હતી કે સેન્ડી એક સારી અને સંસ્કારી છોકરી છે. સેન્ડીને પણ વેજીટેરિયન ઈન્ડિયન ફૂડમાં ઢોસા, ઈડલી.. છોલે-પુરી અને ગુજરાતી ફૂડમાં દાળ-ભાત રોટલી બધું જ ભાવે. ડેનીના ઘેર આવે ત્યારે પોતાના શુઝ-ચંપલ બહાર કાઢીને જ ઘરમાં આવે તેણીને ખબર છે કે ડેનીના મમ્મી-ડેડી ધાર્મિક વૃતિના છે. ડેનીના ઘેર ઘણીવાર ભારતથી કોઈ સાધુ સંત આવે તો હિન્દુ રિવાજ મુજબ તેમને પગે પડતી અને આશિષ લેતી. તેણીએ કોલેજમાં હિન્દુ-ધર્મ વિશે કોર્ષ લઈ હિન્દુધર્મ વિશેની સારી એવી જાણકારી લીધી હતી. આથી ડેનીના મમ્મી-ડેડી ઘણાં જ ખુશ હતાં. બીજા મિત્રોને ગૌરવ સાથે કહેતાઃ

‘સેન્ડી અમેરિકન હોવા છતાં આપણાં ધર્મને કેટલું માન આપે છે, અમારા ઘણાં ધાર્મિક પ્રસંગોમાં તેણી સાડી અને પંજાબી પહેરે છે, દિવાળી જેવા તહેવારમાં અમોને પગે લાગી આશિર્વાદ લે છે.’

ડેની ઈલેકટ્રીક એન્જિનયર અને સેન્ડી કોમ્પુટર એન્જિનિયર અને બન્નેને સારી જોબ મળી ગઈ.

‘ડેની, બેટા સેન્ડી ઘણીજ સારી છોકરી છે અને તમે બન્ને ઘણાં વર્ષથી સાથે મિત્ર તરીકે રહ્યા છો અને અમને પણ સેન્ડી ગમે છે તો..’

ડેની વચ્ચેજ બોલ્યો.

‘ હા ડેડી, મેરેજ કરી લઈએ. એમજ તમે કહો છો..મારે તેણીને પહેલાં રીંગ આપી પ્રપોઝ કરવું છે.’

"હા તો બેટા, રમેશ અંકલને કહી તેમના સ્ટોરમાંથી એક સારા હીરાની રીંગ ઓર્ડર કરી દે..રીંગ આપ્યા બાદ તારા મમ્મીનો વિચાર તો ભારતમાં જઈ ધામધુમથી લગ્ન કરવાનો છે. લાસ્ટ ટાઈમ આપણાં ગુરૂજી શિવાનંદજી અહી આપણાં ઘેર આવ્યા

ત્યારે કહેતાં હતાં.

"ડેનીના લગ્ન તમારે ભારત આવી, મારા આશિર્વાદ લઈને જ કરવાં પડશે. આ ધોળી છોકરી ઘણીજ સારી છે, પરી જેવી લાગે છે. જ્યારે સેન્ડી તમારે ઘરે આવે છે ત્યારે મારા ચરણ સ્પર્શ કરી આશિર્વાદ લે છે. તમોએ આ ધોળીને ભારતિય સંસ્કાર આપ્યા છે’.

‘હા ડેડી, મારે સેન્ડીને પુછવું પડે!

‘બેટા, મને ખબર છે કે સેન્ડી ના નહી કહે, બહુંજ કહીયાગરી છોકરી છે. બિચારી! અઢાર વર્ષની થઈ ત્યારથી તેણીના મધર-ફાધરે જુદા રહી જાતે ભણવાનું કહ્યું અને જાતમહેનત જિંદ્દાબાદ કરી જાતે જોબ કરી ભણી..મને ખાત્રી છે કે એ ના નહી કહે.’

ડેની અને સેન્ડી બન્ને ભારત જઈ લગ્ન કરવામાં સહમત થયાં. બન્નેએ જોબ પરથી ત્રણ વીકની રજા લીધી. સેન્ડીએ કદી પણ ઈન્ડિયાની મુલાકાત લીધી નહોંતી. તાજ-મહાલ, સિમલા, કાશ્મિર, કેરાલા વિશે બહું વાચેલ અને સાંભળેલ અને તેણીની ઈચ્છા ઘણાં સમયથી ભારતની મુલાકાત લેવાની હતી. સેન્ડી ભારતની સુંદરતા, વિવધ સંસ્કૃતિના દર્શનની અભિલાષી હતી..તેણીએ ડેનીને કહ્યું.

“મારું ઘણાં વખતથી સ્વપ્ન હતું એ હવે સાકાર થશે, હા આપણે હનીમુન તો સિમલા અથવા કાશ્મિર જઈને જ કરીશું. તારા મમ્મી-ડેડીનો આપણાં મેરેજ ઈન્ડિયામાં કરવાનો વિચાર મને ખુબજ ગમ્યો..ડેની બોલ્યોઃ

‘હા હું પણ તેમના આ આઇડિયાથી બહું ખુશ છું અને આપણાં ગુરૂજી શિવાનંદના આશિષ પણ મળશે.

અમદાવાદમાં કર્ણાવટી હોટેલમાં લગ્ન સ્થળ નક્કી થયું અને સેટલાઈટ રોડ પર ફૂલ ફેસિલીટીવાળું હાઉસ ભાડે રાખ્યું. લગ્નમાં ૧૦૦૦થી વધારે મહેમાન હાજર હતાં. સેન્ડી ભારતીય રીત રિવાજ મુજબ સજ્જ થઈ હતી. લાલ- ગુલાબી કલરની ભાતવાળી સુંદર ચુંદડી, ગુલાબી ચંપલ, હીરા જડીત હાર, સોનાના દાગીનામાં સ્વર્ગની અપ્સરા જેવી લાગતી હતી. સૌ મહેમાનોને એક અમેરિકન છોકારીને સંપૂર્ણ ભારતીય વેશમાં જોઈ નવાઈ લાગતી હતી. સૌની નજર સેન્ડીના આભુષણ-પહેરવેશ પર હતી. ડેની પણ હાથીની સવારી અને બેન્ડ-વાજા અને સાથે સૌ નાચતા-ગાતા માંડવે આવ્યો. સેન્ડી મનોમન ઘણીજ ખુશ હતી. તેણીએ જિંદગીમાં આવી જાહોજલાલી વાળા લગ્ન જોયા નહોતા. પોતાના આવા રાજાશાહી જેવા લગ્ન થશે એ કલ્પના પણ નહોતી કરી. મનોમન હરખાઈ.

‘હું કેટલી નસીબવંતી છું કે મને આવો સારો દેખાવડો, સંસ્કારી પતિ અને સારા મા-બાપ જેવા સાસુ-સસરા મળ્યા! જે સુખ મને નાનપણમાં નથી મળ્યું એ મને આજ મળી ગયું.

લગ્નબાદ સૌ ઘેર આવ્યા સાંજના ૮ વાગ્યા હશે.

‘સેન્ડી નીચે કાર તૈયાર છે. ડેનીની મમ્મી બોલી.

‘કપડા બદલતા પહેંલા આ દુલ્હાનનાજ પહેરવેશમાં તું ગુરૂજીના આશિષ લઈ આવ! ‘

ઓ. કે મમ્મી પણ ડેની પણ સાથે આ..વે…’

‘ના એ અત્યારે નહી આવે’ સેન્ડી થોડી ખચકાણી..નવાઈ પણ લાગી.

‘હા આપણો ડ્રાઇવર જાણીતો છે તેણે ગુરૂજીનો આશ્રમ જોયો છે એટલે કોઈ વાંધો નહી આવે..તું આશિષ લઈ પાછી આવીજા, મોડું થાય તો ચિંતા નહી કરતી અમો મોડે સુધી જાગી તારી રાહ જોઈશું. અને જેવી આવે ત્યારે તમારો હનીમુન રૂમ તૈયાર છે.’

‘ઓ કે, મમ્મી.’ લગ્ન જેવા શુભપ્રસંગે સેન્ડીને કોઈ દલીલ કરવી યોગ્ય ના લાગી.

Mom, I hate our Guruji...he is a nasty guy…he rape me..Mom.. (મમ્મી, આપણાં ગુરૂજીને ધિક્કાર, તેણે મારી પર બળાત્કાર કર્યો મમ્મી!. સેન્ડી કારમાંથી ઉતરી…રાત્રીના ૧૧ વાગ્યા હશે.. સીધી સાસુમાને રડતા રડતા કહ્યું..”

No Sandy, that our tradition to get blessing from Guruji on the first night.’

‘What did you say mom? Tradition! He rape me and you call it tradition!’

‘Sandy, he is Holly-man(ના સેન્ડી, પહેલી રાતે ગુરૂજીના આશિષ લેવા એ આપણી પ્રણાલિકા છે.

મમ્મી? તમે શું કીધું ? પ્રણાલિકા?. તેણે મારા પર બળજબરીથી બળાત્કાર કર્યો એ પ્રણાલિકા?.. સેન્ડી! એ પવિત્ર માણસ છે)…ડેની મમ્મીની બાજુંમાં ઉભો હતો સેન્ડી તેની પાસે જઈ બોલી.

‘તારી પત્ની પર આવો જુલ્મ થયો અને તું કશું બોલતો નથી.’

‘ સેન્ડી, માફ કરજે ઘરની જે ટ્રેડીશન હોય તેમાં હું…’

સેન્ડી ઉકળી ઉઠી.. ‘તું કાયર છો..આવા હેવાનિયત ભર્યા કરિવાજ ને તું…’

વચ્ચેજ ડેનીની મમ્મી બોલી..

‘સેન્ડી બેટી…આ રિવાજ ત્રણ ત્રણ પેઢીથી ચાલે છે..હું પણ પરણીને આવી પછી….

‘મમ્મી, મેં તો વાંચ્યું છે અને સાંભળ્યું છે કે ભારત આધ્યાત્મિકતાનો દેશ છે જ્યાં સંત-સાધુઓ પવિત્ર અને ધર્મ જ્ઞાનની સરિતા વહેવડાવે છે..આવા પાખંડી લોકોને તમે પવિત્ર કહો છો..હું કાલે જ અમેરિકા પાછી જવા માંગું છું. ડેની, તું મારો પતિ નહી પણ દલાલ …’

‘સેન્ડી, તારી જીભ પર લગામ રાખ નહી તો..ડેનીની મમ્મી તાડુકી ઉઠી…’

‘નહી તો તમે શું કરી લેશો?..હું અમેરિકા જઈ કોર્ટમાં ક્રીમીનલ કેસ કરી તમો સૌને જેલભેગા કરાવીશ.’

સેન્ડીએ પોતાના ક્રેડિટ કાર્ડ પર એર-લાઈન્સની પેનલ્ટી ભરી એર-લાઈન્સને ફોન કરી બીજા દિવસનું રિઝર્વેશન કરાવી દીધું.

ડેની અને તેના મમ્મી-ડેડી સૌ સેન્ડીએ આપેલ ચેતવણીથી ડરી ગયાં. તેઓ સૌને ખબર હતી કે અમેરિકન કાયદા આ બાબતમાં બહું જ કડક છે અને જો સેન્ડી અમેરિકા જઈ કોર્ટમાં કેસ કરશે તો આપણાં સૌને જેલમાં જવાનો વારો આવશે.ચિંતા કોરવા લાગી. અંદરો-અંદર વાત કરવા લાગ્યા.

‘ સેન્ડી,અમેરિકા જાય પહેલાં કોઈ ઉપાય કે નિકાલતો લાવવો જ પડશે.’

સેન્ડી પોતાના રૂમમાં એકલી જ સુવા જતી રહી..રાત્રીનો એક વાગ્યો હતો.

વહેલી સવારે ૨-૩ના સમયે ઘરમાં ભયાનક આગ લાગી! ડેની અને તેના મમ્મી-ડેડી તેમાંથી આબાદ રીતે બચી ગયાં. માત્ર એકલી અટુલી નિરાધાર બની બેઠેલી સેન્ડી સુહાગની પહેલીજ રાતે ઘરમાં બળી રાખ થઈ ગઈ! હવે અમેરિકન કોર્ટમાં જઈ ક્રીમિનલ કેઈસ કોણ દાખલ કરશે?


Rate this content
Log in

Similar gujarati story from Action