STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance Others

4  

ચૈતન્ય જોષી

Romance Others

યાદ મને તારી

યાદ મને તારી

1 min
604

ડગલે પગલે આવતી યાદ મને તારી,

સ્મરણે અશ્રુ લાવતી યાદ મને તારી.


ભૂલવા મથું તોયે નિરર્થક છે બધુંએ,

ઉરને પુનઃ તડપાવતી યાદ મને તારી.


નૈન બન્યાં છે ચાતકી પ્રતિક્ષા કરીને,

હૃદયે દાહ પ્રગટાવતી યાદ મને તારી.


આગંતુક દેખી ભાસ તારો થાય છે,

નજર કેટલી ફેલાવતી યાદ મને તારી.


મન પણ કેટલું વ્યાકુળ બની જતું,

સુખદ અંગ ફરકાવતી યાદ મને તારી.


આગમન અપેક્ષા નખશિખ ભરી,

અતીત સ્મૃતિ ઢંઢોળતી યાદ મને તારી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance