Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Romance

3  

Dilip Ghaswala

Romance

વરસાદી ગીત

વરસાદી ગીત

1 min
457


ઉઠી આવ્યાં જુઓ ઝીણી વાંછટના લીલેરા સોળ ;

ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં માથાબોળ.


આળસ મરડીને કન્યા એ કર્યો પીયુને ભીનો સાદ ;

ને પછી મન મુકીને વરસ્યો ભીનપવર્ણો વરસાદ. 


શરમની મારી એ થઇ ગઈ પાણી પાણી ને રાતીચોળ;

ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં  માથાબોળ.


ભેજલ રાત્રીના મેઘલ અંધકારે ઉજમાતી આ ભીંત;

રગ રગમાં રણઝણે મેઘ મલ્હારના માદક આ ગીત.


છમ છમ કરતી છમ્મક છલ્લોએ ઉછાળી છમ્મક છોળ;

ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં  માથાબોળ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance