STORYMIRROR

Deviben Vyas

Inspirational

3  

Deviben Vyas

Inspirational

વૃક્ષ વાવો

વૃક્ષ વાવો

1 min
175

રૂઠશે કુદરત હજુ પણ, વૃક્ષ વાવો, વૃક્ષ વાવો,

ત્યાગશે કુદરત હજુ પણ, વૃક્ષ વાવો, વૃક્ષ વાવો,


શ્વાસ લેવો પણ થશે મુશ્કેલ, પછી તો ક્યાં જશે તું ?

રૂંધાશે કુદરત હજુ પણ, વૃક્ષ વાવો, વૃક્ષ વાવો,


રોગથી ખરડાઈ જાશે જિંદગી તારી મજાની,

પીડશે કુદરત હજુ પણ, વૃક્ષ વાવો, વૃક્ષ વાવો,


તાપથી બચવાં જશે ક્યાં, એ વિચારી જો સમય છે,

તાપશે કુદરત હજુ પણ, વૃક્ષ વાવો, વૃક્ષ વાવો,


થાય સૂકીભઠ ધરા ને ત્રાડ દેશે રોજ માટી,

કાંપશે કુદરત હજુ પણ, વૃક્ષ વાવો, વૃક્ષ વાવો,


જીવવું પણ થઈ જશે મુશ્કેલ પરિસ્થિતિ ન એ લાવ,

હાંફશે કુદરત હજુ પણ, વૃક્ષ વાવો, વૃક્ષ વાવો,


વંશ તારો તો જ બચશે, જો થશે કુદરત સહારો,

પાળશે કુદરત હજુ પણ, વૃક્ષ વાવો, વૃક્ષ વાવો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational