વનરાજી
વનરાજી
વનરાજી આ ધરાની ના છીનવી લે,
એ તો પ્રભુ પ્રસાદી એને ના લૂંટી લે !
ઠેર ઠેર વન રોપી મેહને બોલાવી લે,
શા કાજ કાપીને તું બંજર બનાવી લે !
પશુ, પંખી, જીવજંતુનો છાંયો શોધી લે,
એને બેઘર આજ કરીને તું શું પામી લે !
સૂરજથી તપતી ધરતીને બચાવી લે,
વૈભવને કાજે તું શાને લીલોતરી હણી લે !
માનવ આજ વિચાર લાંબો કરી લે,
પાછળથી પસ્તાવાનો ના વારો કરી લે...!
