વનમાળી છે શિક્ષક
વનમાળી છે શિક્ષક
શિસ્ત ક્ષમા અને કલાનો ત્રિવેણી છે શિક્ષક,
શાળા તણા બાગનો વનમાળી છે શિક્ષક.
આપે છે પ્રેમ અને હુંફ, વહાલ કરે છે શિક્ષક,
જગાડે છે આત્મવિશ્વાસ,નીડર બનાવે શિક્ષક.
કરે છે જ્ઞાનનું સિંચન, પથદર્શક થઈ ને શિક્ષક,
ખીલવે છે ઉપવન,બાગવાન બનીને શિક્ષક.
કરે છે ચિંતન દિન રાત શિક્ષણ કાજે શિક્ષક,
શોધે છે નવીન પ્રયુક્તિઓ,બાળક માટે શિક્ષક.
ગાય છે ગીતો કહે વાર્તાઓ,દ્રષ્ટાંતો આપે શિક્ષક,
કરાવે છે ગમ્મત, વર્ગને સ્વર્ગ બનાવે છે શિક્ષક.
સળગીને મીણબત્તી જેમ,પ્રકાશ ફેલાવે છે શિક્ષક,
કરીને કામ, હિરા ઘસવાનું,ચમક ફેલાવે છે શિક્ષક.
શીખવે છે, સત્ય અને અહિંસાના પાઠ શિક્ષક,
કરે છે ઘડતર, શીખવીને જિંદગીના પાઠ શિક્ષક.
