વંદુ ગુરુજી
વંદુ ગુરુજી
મુજ અજ્ઞાની જીવને જ્ઞાન પીયૂષ પાઈ કર્યા ધન્યે,
પામર આ જીવને જગ દર્શન કરાવ્યાં ભવ્યે,
શિક્ષક દિને વંદુ હું , મારાં વંદન તવ ચરણે ગુરુજી !
અબુધ હું, જ્યોતિ સ્નેહ તણી જલાવી ઉરદીપે,
બુદ્ધ પ્રજ્ઞા ભરી જીવન તેજે સોહાવ્યા સખ્યે,
શિક્ષક દિને વંદુ હું, મારાં વંદન તવ ચરણે, ગુરુજી !
સમજ કુંચીથી દ્વાર ઉઘાડ્યાં સંસાર દર્શન શાં,
અવગુણ ના ધર્યા ચિત્તે,ધીરતાગાન ભર્યા ભાવશસ્ત્રે,
શિક્ષક દિને વંદુ હું, મારાં વંદન તવ ચરણે, ગુરુજી !
જીવન આ ગુરુજી તવ ચરણે સદા,એ ગુરુ દક્ષિણા,
જ્ઞાન દીધું જે,સર્વને દઈશ જગે, ઈશ સાધ્યા દિવ્યે,
શિક્ષક દિને વંદુ હું, મારાં વંદન તવ ચરણે, ગુરુજી !