વિરહની વેદના
વિરહની વેદના
વર્ણવી શકાતી નથી કદી વિરહની વેદના,
છોને વીતે કેટકેટલી સદી વિરહની વેદના,
વિષય અનુભવનો અભિવ્યક્તિનો નહીં,
ક્યારેક લાગે કે થયા રદી વિરહની વેદના,
પીડા ઉરતણી ક્વચિત પરાકાષ્ઠા પામતી,
જાણે કે હોય સાગર નદી વિરહની વેદના,
ઈપ્સિતને પામવા અંતર તડપી ઊઠનારું,
સંગાથ કાજે બનતું જિદી વિરહની વેદના,
હોય કદી ઈશ સહાયક માર્ગ અંતરાયોમાં,
આખરે અટકતું સપ્તપદી વિરહની વેદના.

