manoj chokhawala

Inspirational

4.7  

manoj chokhawala

Inspirational

વિદ્યાનું ધામ

વિદ્યાનું ધામ

1 min
578


લાખણી તાલુકાનું લવાણા મારું રૂડું ગામ; લવાણા ગામે અંબાજી માતાનું રૂડું ધામ.


સેવા, શિસ્તને સંસ્કાર રૂપી વિદ્યાનું એ ધામ; સરસ્વતી ધામ રૂપી વિનયમંદિર એનું નામ.


ગાંધી, સરદાર, મહર્ષિનાં સંસ્કારોનું સિંચન જેનું કામ;

કેળવણી, પ્રકૃતિ, જનસેવા એ જ એનું મુકામ.


સત્ય, અહિંસા, ચોરી ન કરવી મહાવ્રતો જેનો પ્રાણ;

સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારાં કામ.


બાળ મેળો, વન ભોજન, શિબિરો થકી માનવ નિર્માણ;

સદ્ ભાવના કેરાં મૂલ્યોનું આ છે નવનિર્માણ.


'હું' કે 'તું' ને બદલે સહ કાર્યકર જેવો ભાવ જેનો;

સ્વથી સર્વ તરફનો દ્ષ્ટિકોણ છે જેનો.


લાખણી તાલુકાનું લવાણા મારું રૂડું ગામ; લોકનિકેતન વિનયમંદિર કેરું વિદ્યાનું એ ધામ...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational