વાતો - 47
વાતો - 47
અભિમાન વગરની વાણી,
પ્રેમભાવના ને લાવે તાણી,
કેટલા અહં ઓગાળી નાખ્યા,
ત્યાર બાદ આવી દશા પામ્યા.
હેતુ વગરનો પ્રેમ કરે,
એવા જ લોકો ભૂખે મરે,
વાતો કરવી તો સહેલી છે,
જીવન જ એક પહેલી છે,
અપેક્ષા વગરની કાળજી,
સાચો સબંધ તે ગણશોજી,
મા એમાં પ્રથમ સ્થાને આવે,
ત્યારેબાદ બીજા બધા આવે,
વગર સ્વાર્થની પ્રાર્થના,
જગત કલ્યાણની ભાવના,
એવી જો હોય મંગલકામના,
કરશે પ્રભુ સૌના સારાવાના.
