વાત કરું છું
વાત કરું છું


અંતરની ઉરમાં દફનાવીને વાત કરું છું.
હાસ્ય મુખ પર ફરકાવીને વાત કરું છું.
નથી ટેવ મને દૂરદર્શન કે દૂરસંચારની,
આંખથી આંખ મિલાવીને વાત કરું છું.
મળે છે મને બધા ઈશની મરજી થકી,
એને ઈશ સમાન ગણાવીને વાત કરું છું.
ટાળું છું વાદવિવાદને વાણી વૈખરીને,
પરા મુખથી હું ઉચ્ચારીને વાત કરું છું.
મુલાકાત મારી બની જાય મંગલ બસ,
એવી ચાહત પ્રગટાવીને વાત કરું છું.