STORYMIRROR

Anil Dave

Action Others

3  

Anil Dave

Action Others

વાત જાણે એમ છે

વાત જાણે એમ છે

1 min
201

રજા છે એમ કહેવું નથી હો વાત જાણે એમ છે,

કોઈને'ય મા'ણા બનવું નથી વાત જાણે એમ છે.


માણસો વૈતરું કરાવ્યા પછી'યે માથે હાથ રાખશે,

વૈતરાં પછી હાથ નીચો રહેતો હોય વાત જાણે એમ છે.


ભર બજારે આખલો ભોળા મા'ણા'ને અડફેટે ચડાવે,

એમાં'યે રખેવાળ લુખ્ખાઈ કરે તેની વાત જાણે એમ છે.


બધા જ ધંધે વળગી ગયા છે અસ્તિત્વને બચાવવા,

અસ્તિત્વ માટે ખૂદ 'દૂ' ન બનાય હો વાત જાણે એમ છે.


દુનિયા તેલ લેવા જાય તેવું મેં મનને સમજાવી દીધું,

હવે હું ભલો ને મારી વાત ભલી હો વાત જાણે એમ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Action