વાર નહીં લાગે
વાર નહીં લાગે
વપરાઈ જશે ભેગુ કરેલું ઘડપણની દવામાં,
થોડું જીવી લો આ બાગ બગીચાની હવામાં,
જીવી લો બાળકની સાથે બાળક બનીને,
નહીં મજા આવે તમને આ મોટું થવામાં,
ભજી લો ઈશ્વરને કરી લો સારા કામ,
ક્યાં કોઈ રોકી શકે ઈશ્વરમાં એક થવામાં !
મળી છે આજે અદ્ભૂત ક્ષણો તો જીવી લો,
જરાયે વાર નહીં લાગે દુનિયા છોડી જવામાં,
મળી છે આજે વસંત ફૂલ બની મહેકી લો,
વસંતને વાર નહીં લાગે પાનખર થવામાં !
